મરચાં નું અથાણું – વરસતા વરસાદમાં ગરમાગરમ ભોજન સાથે મરચાનું અથાણું મળી જાય તો મોજ આવી જાય…

મરચાં નું અથાણું

અથાણાં ની સીઝન તો ગઇ તો શું થઈ ગયું આ વરસાદ માં ચટપટું ખાવાની મજાજ કંઈક અલગ છે??? શું મરચાં બહું ભાવે છે. તો ચાલો આજે હું તમને એની પરફેક્ટ રીત સાથે શીખવાડું.

સૌરાષ્ટ ના આ મરચાં ખુબ પ્રખ્યાત છે .આ મરચાં માં તીખાશ ઓછી હોય છે. જે ખવામાં ખુબ ટેસ્ટી હોય છે . વરસાદ ખુબ પડતો હોય ત્યારે એને ખાવા માં ખુબ મજા આવે છે .એને તમે શિયાળા માં પણ મજા માણી શકો.

લીલા મરચામાં વધારે પ્રમાણમાં વિટામીન C રહેલા છે. તેને ખાવાથી લાર પેદા થાય છે. જેથી ખાવાનું સહેલાઇથી પચાવવામાં મદદ મળી રહે છે તો તમે પણ લીલા મરચાનું સેવન કરી શકો છો. આજકાલ કેટલાક લોકો બ્લ્ડ શુગરની સમસ્યાથી પીડાતા રહે છે. લીલા મરચાના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.

વ્યસ્ત લાઇફ સ્ટાઇલના કારણે આપણે આપણા શરીર પર ધ્યાન આપી શકતા નથી જેને લઇને ઘણા લોકો વધતા વજનની સમસ્યાથી પરેશાન રહે છે. એવામાં વજન ઓછું કરવા માટે તમે ખાવાનામાં લીલા મરચા સામેલ કરી શકો છો.

તમે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે તમે અનેક ઉપાય કરો છો તો આજે તમે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે લીલા મરચાનું સેવન કરી શકો છો. સાથે તે હૃદયને સ્વસ્થ રાખે છે. તેમજ તમે તેના સેવનથી કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખી શકો છો. આ મરચાં તમે પાપડી ગાંઠિયા ,ભખારી ,રોટલી સાથે લઈ શકો.

બનવાનો સમય :30 મિનટ

સામગ્રી :

– 250 ગ્રામ લાંબા મરચા

– 2-3 ચમચી મેથી ના કુરિયાં

– 1 વાડકો રાય ના કુરિયાં

– 1 નંગ લીંબુ

– 3-4 ચમચી મીઠું

– 1 ચમચી હિંગ

– 1/2 ચમચી હળદર

– 2 મોટા ચમચા તેલ

રીત :

સ્ટેપ : 1


સૌ પ્રથમ 250 ગ્રામ મરચાં લઈ એને ધોઈ કોરા કરી લેવાં .ત્યારબાદ મરચાં ના બીયાં કાઢી ને લાંબા કટ કરી લેવાં .થોડાં ઘણાં રેય તો વાંધો નહિ .

સ્ટેપ :2


હવે એક મિક્ષર જાર માં રાય ના કુરિયા લઇ તેને અધકચરાં પીસી લેવા .અને એક પ્લેટ માં કાઢી લેવા .તે પછી મિક્ષર માં મેથી ના કુરિયા લઇ તેને અધકચરાં પીસી લેવાં .અને એક પ્લેટ માં કાઢી લેવા .

Step :3

હવે ,આ બંનેવ કુરિયાં માં તમે 1 નંગ લીંબુ નીચવાનું , 1 ચમચી હિંગ ,3-4 ચમચી મીઠું લેવાનું ,1/2 ચમચી હળદર ,2 મોટા ચમચા તેલ લઇ બધાં મસાલા મિક્ષ કરી મસાલો તૈયાર કરવો .

સ્ટેપ 4:

આ જે મસાલો બનવ્યો છે એટલે વધારે બતાવ્યો છે .જેથી કરી ને તમે આ મસાલો ઘરે સ્ટોર કરી શકો છો .જેથી કરી ને તમારે ઇન્સ્ટન્ટ અથાણું બનવું હોય તો તમે તરત બનાવી શકશો .


હવે એક વાસણ માં ધોઈ ને લાંબા કટ કરેલા મરચાં લઇ તેમાં આ જોઈએ એટલો મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરી. (મરચાં નું કોટિંગ થાય એટલો મસાલો લેવો ).એક વાડકી માં કાઢી સર્વ કરવું .

નોંધ :

આ મરચાં ના અથાણાં માં તમે તેલ વધારે લેવું જેથી કરી ને તમે લાંબા સમય સુધી રાખી શકો .અને જો લીંબુ માં રસ વધારે નિકળતો હોય તો અડધું જ લીંબુ લેવું .જેથી કરી ને ટેસ્ટ જણવાય રહે. આ મરચાં તમે પાપડી ગાંઠિયા ,ભખારી ,રોટલી સાથે લઈ શકો.

રસોઈની રાણી : દિગના રૂપવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *