મસાલા ઈડલી – હવે જયારે પણ ઈડલી બનાવો વધારે બનાવજો, વધેલ ઈડલીમાંથી બનાવજો આ નવીન વેરાયટી…

ઈડલી બનવતાં જો વધી હોય તો લગભગ બધા જ અલગ અલગ રીતે વઘારી ને બનવતાં હોય છે. આજે હું પણ એક ખૂબ જ સરળ અને ટેસ્ટી એવી મસાલા ઈડલી ની રીત લઈ ને આવી છું.

મારા ઘરે સવાર ના બ્રેકફાસ્ટ માં આ મસાલા ઈડલી બનાવા માટે સ્પેશ્યલ ઈડલી બનાવું છું..

આ મસાલા ઈડલી ઠંડી ઈડલી માંથી વધુ સારી બનશે.

આ ઈડલી બાળકો ને ટીફીન માં આપવા માટે પણ બેસ્ટ છે.

સ્વાદિષ્ટ મસાલા ઈડલી માટે ની સામગ્રી:-

12-15 નંગ ઈડલી કટકા કરેલી

2 ચમચા તેલ

1/4 ચમચી રાઈ

1/4 ચમચી જીરુ

2 ચમચી સફેદ તલ

8-10 મીઠા લીમડા ના પાન

1/2 ચમચી હળદર

2 ચપટી હિંગ

1/2 ચમચી લાલ મરચું

1/2 ચમચી ધાણાજીરું

1/2 ચમચી સાંભર મસાલો કે ઈડલી પોડી મસાલો

2 ચમચી ઝીણી સમારેલી કોથમીર .

સ્વાદાનુસાર મીઠું

રીત:-

સૌ પ્રથમ જાડી કડાઈ માં તેલ મુકો. થાય એટલે રાઈ, જીરુ અને લીમડો ઉમેરો . ત્યાર બાદ તલ ,હિંગ અને હળદર ઉમેરી ને બધું મિક્સ કરી લો અને સમારેલી ઈડલી ના કટકા ઉમેરો. અને મીઠું ઉમેરી ને એકદમ બરાબર બધું મિક્સ કરી લો. અને ધીમી આંચ પર 5-7 મિનિટ ઈડલી ને થવા દો. વચ્ચે વચ્ચે બરાબર મિક્સ કરો.


થોડી ક્રન્ચી થવા દો એ સ્વાદ માં ખૂબ જ સરસ લાગશે. હવે લાલ મરચું, ધાણાજીરું અને સાંભર મસાલો કે ઈડલી પોડી પાવડર ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને 1 મિનિટ માટે થવા દો. ગેસ બંધ કરી ને કોથમીર ભભરાવો .. મસાલા ઈડલી તૈયાર છે.

મસાલા ઈડલી ચા, દૂધ જોડે કે પછી આમ જ નાસ્તા માં સર્વ કરો

આ ઈડલી ટ્રાવેલિંગ માં પણ જોડે લઈ જઈ શકો છો.

નોંધ:-

તમે વધાર માં અડદ ની દાળ પણ ઉમેરી શકો છો.

ઈડલી ના કટકા બહુ નાના ના કરો ..ભુકો થઈ જશે.

તમે સાંભર મસાલો કે ઈડલી પાવડર ના ઉમેરો તો પણ એટલી જ સ્વાદિષ્ટ લાગશે.

વઘાર માં લીમડાના પણ ચોક્ક્સ થી ઉમેરો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.

તમને ગમે તો થોડું આમચૂર પણ ઉમેરી શકો છો.

તાજા નારિયેળ નું છીણ પણ ઉમેરી શકાય…

ફુદીનો ઉમેરો તો પણ સ્વાદિષ્ટ બનશે…

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *