મટર પનીરનું શાક – ઉત્તર ભારત વાનગી જે લગભગ જ કોઈને પસંદ નહિ હોય, તમે બનાવી કે નહિ?

મટર પનીર ઉત્તર ભારતના અનેક વ્યંજન પૈકી એક સૌથી વધુ પસંદગીનું શાક છે. દરેક ઘરમાં આ શાક પસંદ કરવામાં આવે છે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું.

સામગ્રી:

  • – 150 ગ્રામ પનીર
  • – 1/2 કપ લીલા બાફેલાં તાજા વટાણા
  • – 1-2 નંગ ટામેટા
  • – 2-3 કાંદા
  • – 1 નંગ લીલા મરચા
  • – 1 -ટુકડો આદુ ( ૧ ઈંચ નો ટુકડો)
  • – 1/2 નાનો કપ ક્રીમ અથવા ઘરના દૂધની મલાઈ અથવા દૂધ
  • – 2 ટે. સ્પૂન રીફાઈન્ડ તેલ
  • – 1/2 નાની ચમચી જીરૂ ,1 ચમચી મગજ તરી ના બી ,1 નંગ સૂકું લાલ મરચું ,2-3 લવિંગ
  • – 1/4 નાની ચમચી હળદર
  • – 1 નાની ચમચી ધાણા પાઉડર
  • – 1/4 નાની ચમચી (થોડો ઓછો) લાલ મરચાનો પાઉડર
  • – 1/4 નાની ચમચી પંજાબી ગરમ મસાલો
  • – મીઠું સ્વાદ અનુસાર
  • – 2 ટે.સ્પૂન છીણેલું ચીઝ

રીત:

સ્ટેપ :1

એક પેન માં તેલ લઇ તેમાં કાંદા ,ટામેટા, લીલા મરચા, આદુ ,સૂકું મરચું ,લવિંગ અને મગજ તરી ના બી લઇ ને સાંતળી તેમાં હળદર ,મરચું ,મીઠું અને ઘણા પાવડર ઉમેરી .બરાબર મિક્સ કરી . મિક્સરમાં બારીક પીસી લેવા. આ પેસ્ટમાં ક્રીમ/મલાઈ /દૂધ નાંખી ફરી એક વખત મિક્સર ફેરવી લેવું.

સ્ટેપ :2

પનીર ચોરસ ટુકડામાં સમરી લેવું અને લીલા વટાણાણે ૧/૨ કપ પાણીમાં બાફી લેવા.

સ્ટેપ :3

એક કડાઈમાં તેલ નાંખી અને ગરમ કરવું.ગરમ તેલમાં જીરું નાંખવું. જીરૂ શેકાઈ ગયા બાદ, હળદર, ધાણા પાઉડર, મરચું નાંખી અને મરચાં ની ચમચાની મદદથી હલાવતાં જવું અને બરોબર શેકવું / સાંતળવું.અગાઉ જે મસાલો પીસીને તૈયાર કરેલ (પેસ્ટ) તે નાંખી અને તેણે ત્યાં સુધી સાંતળવો / શેકવો કે તેમાંથી તેલ છૂટીને સપાટી ઉપર બહાર દેખાવા લાગે.

સ્ટેપ :4

મસાલો શેકાઈ ગયા બાદ, તમને જે રીતની ગ્રેવી પસંદ હોય, એટલે કે ઘટ કે પાતળી, તે પ્રમાણે જરૂરી દૂધ અને પાણી ઉમેરવું.ગ્રેવીમાં અગાઉ ઉકાળેલ/બાફેલા વટાણા અને સ્વાદ અનુસાર મીઠું નાખવું.ઉફાળો આવ્યા બાદ, પનીર નાંખવું ૩-૪ મિનિટ સુધી ઉકાળવા દેવું(ગરમ કરવું).મટર પનીર નું શાક તૈયાર છે.જેને તમે નાન ,પરાઠાં સાથે પીરસી શકો છો .

નોંધ:

– જો તમે કાંદા પસંદ કરતાં હોય તો 1 કપ દૂધી બારીક સમારી અને જીરૂ સાંતળી લીધા બાદ, કાંદા તેલમાં નાંખવા અને સાંતળવા. આચા બ્રાઉન કલર આવ્યાબાદ, બાકીના મસાલા ક્રમ અનુસાર આગળ બતાવ્યા મુજબ નાખવા.

– જો તમે મટર પનીરની ગ્રીવી અલગ અલગ રીતે બનાવવા ઇચ્છતા હો તો, એક જ શાકના અલગ-અલગ સ્વાદ માણી શકો છો.તો આજે હું તમને બે ગ્રેવી શીખવીશ .

– ખસખસની ગ્રેવી બનાવવા માટે:૨- ટે.સ્પૂન ખસખસ પાણીમાં ધોઈ અને ૧ કલાક સુધી તેને પલાળી રાખવી. એક કલાક બાદ તેને પીસી લેવી. તેલમાં જીરૂ, હળદર, ધાણા પાઉડર નાંખ્યા બાદ, ખસખસની પેસ્ટ તેમાં નાંખવી અને તેલ તેમાંથી છૂટું પડે ત્યાં સુધી સાંતળવી. ત્યાર બાદ, ટામેટાની પેસ્ટ નાંખી મસાલાને કરી શેકવી અને ગ્રીવે જેટલી ઘટ કે પાતળી રાખવી હોય તે હિસાબથી પાણી તેમજ મીઠું ઉમેરવું અને ગ્રેવી તૈયાર કરવી.

– કાજુની ગ્રેવી બનાવવા માટે:૨- ટે.સ્પૂન કાજુ પાણીમાં ૧/૨ કલાક માટે પલાળી રાખવા. પલાળેલા કાજુને મિક્સરમાં બારીક પીસી અને પેસ્ટ બનાવવી. તેલમાં મસાલા શેકાઈ/ સાંતળી લીધા બાદ, કાજુની પેસ્ટ નાંખી અને તેલ છૂટુ પડી બહાર સપાટી પર આવી દેખાવા લાગે ત્યાં સુધી શેકવી. ત્યાર બાદ, ટામેટાની પેસ્ટ નાંખવી અને અને ફરી વાર મસાલો શેકવો / સાંતળવો અને ગ્રીવી જેટલી ઘટ કે પાતળી બનાવવી હોય તેટલું પાણી તેમજ મીઠું સ્વાદ અનુસાર તેમાં નાખવું.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *