મેથીદાણા કેરી નું શાક – કેરી અને મેથીનું શાક એકવાર બનાવીને ખાશો તો વારંવાર ફરમાઈશ આવશે…

કેમ છો ફ્રેંડસ…. કેરી ની સીઝન આવી ગયી છે .લિલી લિલી કેરી જોઈને મોમાં પાણી આવી જાય છે ને….હવે કેરી માંથી આપણે મેથી દાણા અને કાચી કેરી નું શાક બનાવીશું…અને આ શાક સ્પેશ્યલ ડાયાબિટીસ વારા માટે છે. અને તાપ માં કેરી ખાવાથી લુ પણ લાગતી નથી એટલે કેરી નું સેવન કરવુ જ જોઈએ…તો જાણી લઈએ શાક બનાવાની સામગ્રી …..

કેરી મેથીનુ શાક

  • ૨ મિડીયમ કાચી તોતાપૂરી કેરી
  • ૧/૨ વાટકી મેથીના દાણા
  • ૧ ટે સ્પૂન ચણાનો લોટ
  • ૨ સૂકા મરચા
  • ગરમ મસાલો
  • હિંગ
  • હળદર
  • મરચું
  • ધાણાજીરૂ
  • જીરુ
  • મીઠું
  • તેલ

રીત :-

એક બાઉલમાં મેથીના દાણાને 4 થી 5 કલાક માટે પલાળી લો. કેરીની છાલ ઉતારીને મિડીયમ પિસ કરીલો.

હવે કડાઇમાં તેલ મુકો.જીરુ અને હિંગ નાખો.

તેમાં કેરીના ટુકડા નાખો બધાં મસાલા કરીલો. અને કેરીને ચઢવા દો.

કેરી ચઢવા આવે એટલે મેથીના બાફેલા દાણા પણ ઉમેરો .ચણાનો લોટ ઉમેરી ફરી થોડી વાર શાકને ચઢવાદો. (રસો ઘાટો થય જશે)

રેડી છે કેરી-મેથીનુ શાક.

શાક માં ગોળ નાખી શકાય છે .

પરોઠા રોટલી સાથે ખુપ સરસ લાગે છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *