સ્ટફ્ડ મીર્ચી વડા – મસાલેદાર સ્ટફિંગ ભરીને બનાવો આ ભજીયા, વારંવાર ફરમાઈશ આવશે..

સ્ટફ્ડ મીર્ચી વડા :

બધાના ઘરમાં ભાજિયા, ગોટા, પકોડા કે બટેટા વડા, મેંદુ વડા વગેરે બધું અવારનવાર બનતું જ હોય છે. સાથે બનતા ભરેલા મરચાના ભજિયા પણ બધાને ખૂબજ ભાવતા હોય છે. નાની પાર્ટી હોય કે મોટા જમણવાર તેમાં ભજિયા તો હોય જ છે. આજે હું આપ સૌ માટે ખૂબજ સ્વાદિષ્ટ એવા સ્ટ્ફ્ડ મીર્ચી વડાની રેસિપિ આપી રહી છું. મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ આ સ્ટફ્ડ મીર્ચી વડા ચોક્કસથી બનાવી બધાને ખવડાવજો.

સ્ટફ્ડ મીર્ચી વડાનું સ્ટફીંગ બનાવવા માટેની સામગ્રી :

  • 10-12 નંગ ભરી શકાય તેવા લીલા મરચા

સ્ટફ્ડ મીર્ચી ભજ્જી બનાવવા માટેની સામગ્રી :

  • ¾ કપ ચંપાકલી ગાંઠિયા
  • 2 મિડિયમ સાઈઝ્ના બાફેલા બટેટા
  • ½ ટી સ્પુન હળદર
  • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
  • 1 ટેબલ સ્પુન ધાણા જીરુ
  • 1 ટી સ્પુન સુગર
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ½ ટી સ્પુન હિંગ
  • 1 ટી સ્પુન ચાટ મસાલો
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • 2 ટેબલ સ્પુન કોથમરી બારીક સમારેલી
  • ઓઇલ ડીપ ફ્રાય કરવા માટે

*સ્ટફ્ડ મીર્ચી વડા બનાવવા માટે સ્ટફિંગ ભરી શકાય તેવા જાડા, થોડા લાંબા, ફ્રેશ લીલા મરચા પસંદ કરવા. જેથી તેમાં સ્ટફીંગ વધારે પ્રમાણ માં ભરવાથી ખુબજ ટેસ્ટી બને.

10-12 મરચા લઈ તેને ધોઈને કોરા કરી લેવા .

ત્યારબાદ તેમાં ચપ્પુ વડે ઉભો કાપો પાડી તેમાંથી બી કાઢી લેવા. હવે આ મરચા સ્ટફીંગ ભરવા માટે રેડી છે.

સ્ટફ્ડ મીર્ચી વડાનું સ્ટફીંગ બનાવવાની રીત :

સૌ પ્રથમ ¾ ક્પ ચંપાકલી ગાંઠિયા લઈ તેને ગ્રાઇંન્ડ કરી બારીક ભુકો કરી લ્યો. હવે ½ ટી સ્પુન હળદર અને ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર ઉમેરી ફરીથી એકવાર ગ્રાઇંડ કરી લ્યો.

હવે આ મિશ્રણને એક મિક્ષિંગ બાઉલમાં ટ્રાંસફર કરો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન ધાણા જીરુ, 1 ટી સ્પુન સુગર, સોલ્ટ સ્વાદ મુજબ, ½ ટી સ્પુન હિંગ, 1 ટી સ્પુન ચાટ મસાલો, ½ ટી સ્પુન ગરમ મસાલો અને 2 ટેબલ સ્પુન કોથમરી બારીક સમારેલી ઉમેરો.

બાફેલા બટેટાને અધકચરા મેશ કરી તેમાં ઉમેરી બધુ સરસથી હલાવી મિક્ષ કરી લ્યો.

*હવે કાપીને બી કાઢી તૈયાર કરેલા મરચામાં આ સ્ટફીંગ સમાય તેટલું જરા પ્રેસ કરીને ભરી લ્યો. આ પ્રમાણે બધા મરચામાં સ્ટફીંગ ભરી લ્યો. આ સ્ટફિંગ કરેલા મરચા હવે ખીરામાં ડીપ કરીને ડીપ ફ્રાય કરવા માટે રેડી છે.

બેસનનું ખીરુ બનાવવા માટેની સામગ્રી :

  • 1½ કપ બેસન
  • 2 ટેબલ સ્પુન ચોખાનો લોટ
  • ½ બેકિંગ સોડા
  • પિંચ હિંગ
  • પિંચ હળદર
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • પાણી જરુર મુજબ

બેસનનું ખીરુ બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ મિક્ષિંગ બાઉલમાં 1 ½ કપ બેસન ચાળીને લ્યો. હવે તેમાં 2 ટેબલ સ્પુન ચોખાનો લોટ, ½ બેકિંગ સોડા, પિંચ હિંગ, પિંચ હળદર અને સોલ્ટ સ્વાદ મુજબ ઉમેરીને બરાબર મિક્ષ કરી લ્યો. હવે તેમાં જરુર મુજબ પાણી ઉમેરેતા જઈને ફ્લોઇંગ કંસેસટંસી – એકદમ થીક બેટર તૈયાર કરો( પિકચરમાં બતાવ્યા પ્રમાણે). પાણી જરુર મુજબ થોડું થોડું જ ઉમેરવું એટલે બેટર પાતળું ના થઈ જાય.

હવે બનેલા બેટરને હેંડ વ્હિપર વડે એકદમ ફીણી લેવું. તેમ કરવાથી બેટરનો કલર ચેંજ થશે અને સ્ટફ્ડ મર્ચી વડા ખૂબજ ફુલેલા – સ્પોંજી થશે. ( સારા રીઝલ્ટ માટે આ સ્ટેપ ચોક્કસથી કરવું ).

*હવે એક પેનમાં સ્ટફ્ડ મીર્ચી વડા ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો.

ઓઇલ બરાબર ગરમ થાય એટલે તેને મિડિયમ ફ્લૈમ પર રાખી દ્યો.

હવે સ્ટફ કરીને તૈયાર કરેલા મરચાને બનાવેલા ખીરામાં ડીપ કરી, બધી બાજુથી સ્ટફ કરેલું મરચુ સરસથી ખીરાથી કવર થઈ જાય એ રીતે ડીપ કરો. થોડું ખીરું નિતારીને ગરમ થયેલા ઓઇલમાં ડીપ ફ્રાય કરવા માટે મૂકો. તમે મૂકેલા ઓઇલમાં જેટલા મરચા એક સાથે ડીપ ફ્રાય થઈ શકે એટલા ખીરામાં ડીપ કરીને મૂકો.

હવે નીચેની બાજુ બરાબર ફુલીને, લાઈટ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લ્યો.

હવે એ બાજુ પણ બરાબર ફ્રાય થઈને લાઈટ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એક પ્લેટમાં ટ્રાંસફર કરો. આ પ્રમાણે બધા સ્ટફ્ડ મીર્ચી વડા ડીપ ફ્રાય કરી લ્યો.

સરસ ફુલેલા, સ્પોંજી અને ખૂબજ સ્વાદિષ્ટ સ્ટફ્ડ મીર્ચી વડા સર્વ કરવા માટે રેડી છે.

આ ગરમા ગરમ સ્ટફ્ડ મીર્ચી વડાને ગાંઠિયામાંથી બનાવેલી ચટપટી ચટણી, ગ્રીન ફુદિના-કોથમરીની ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગશે.

તો તમે પણ આ સ્ટફ્ડ મીર્ચી વડા તમારા રસોડે ચોક્કસથી બનાવજો. બધાને ખૂબજ ભાવશે.

ગેટ ટુ ગેધર પાર્ટીમાં કે ઘરે આવેલા મહેમાનો માટે કે નાસ્તા માટે આ સ્ટફ્ડ મીર્ચી વડા ખૂબજ હોટ ફેવરિટ  છે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *