મિક્સ વેજ રવા ટોસ્ટ – બાળકોને રોજ નવીન ખાવાનું જોઈએ છે તો પછી આજે બનાવી આપો આ વાનગી…

આજે આપણે બ્રેડ ની સેન્ડવીચ સિવાય ની અલગ રેસિપી બનાવીશુ , જે ખુબ જ ટેસ્ટી લાગે છે અને , સાથે આપણે વેજીટેબલ પણ નાખવાના છીએ તેથી હેલ્થી પણ ખરું. બાળકો ને પણ ભાવશે અને તેમને ટીફીનબોક્સ માં પણ પેક કરી આપી શકાય.

આજે આપણે ખુબ જ ટેસ્ટી અને બનાવવા માં સરળ એવા વેજ રવા ટોસ્ટ બનાવીશુ.

સામગ્રી :

  • 1/૨ કપ રવો
  • 1/૨ કપ દહીં
  • 1/૨ કપ પાણી
  • ૧/૪ કપ – બીટરૂટ જીણું સમારેલું
  • ૧/૨ કપ જીણું સમારેલું ટામેટું
  • ૧/૨ કપ જીણી સમારેલું ડુંગળી
  • ૧/૨ કપ જીણું સમારેલ કેપ્સિકમ
  • ૧/૨ કપ જીણી સમારેલી કોબી
  • ૨ જીણા સમારેલા લીલા મરચા
  • ૧/૪ કપ જીણી સમારેલી કોથમીર
  • અડધા લીંબુનો રસ
  • ૧ ચમચી મીઠું
  • બ્રેડ સ્લાઈસ
  • ઘી

રીત:

સૌ થી પેલા એક મિક્સિંગ બાઉલ માં અડધો કપ રવો નાખો , અડધો કપ દહીં નાખો , અડધો કપ પાણી , બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી નાખો અને બરાબર હલાવી મિક્સ કરો લો, ઢાંકી અને ૧૦-૧૫ મિનિટ માટે મૂકી રાખો.

૧૦ – ૧૫ મિનિટ થઇ જાય પછી રવો ચેક કરી લો, જરૂર હોય તો પાણી નાખી મિક્સ કરી લો આપણે બેટર ઢીલું નથી રાખવાનું તેથી જરૂર મુજબ પાણી નાખવું.

ત્યાર પછી તેમાં બીટરૂટ , જીણું સમારેલું ટામેટું , જીણી સમારેલી ડુંગળી, જીણું સમારેલ કેપ્સિકમ , જીણી સમારેલી કોબી , ૨ જીણા સમારેલા લીલા મરચા, ૧/૪ કપ જીણી સમારેલી કોથમીર , અડધા લીંબુનો રસ , ૧ ચમચી મીઠું આટલી વસ્તુ નાખી અને મિક્સ કરી લો.

હવે બ્રેડ સ્લાઈસ લઇ લો , સૌ થી પેલા બ્રેડ સ્લાઈસ પર ઘી લગાવી લો , ત્યાર બાદ ઉપર રવા બેટર લગાવી લો ,

હવે નોન-સ્ટિક પેન કે તવા પર ઘી લગાવો , બેટર લગાવેલો ભાગ નીચે ની સાઈડ માં રહે એ રીતે બ્રેડ મૂકી દો.

ઉપર ની સાઈડ પણ ઘી લગાવી લો અને ફરી થી ઉપર રાવ બેટર લગાવી લો.

ઢાંકી અને ૧ મિનિટ માટે કુક થવા દેવાનું છે , ત્યાર બાદ ઉપર ની સાઈડ ઘી લગાવી લો, સાઈડ ફેરવી લો, ફરી થી ઢાંકી અને ૧ મિનિટ માટે કુક થવા દો.

પછી ધીમે થી પ્રેસ કરતા જઈ અને ઉપર નું લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી રેવા દઈ અને પછી નિકાળી લેવાના છે. આવી રીતે બધી બ્રેડ માં થી રવા ટોસ્ટ બનાવી લો. ખુબ જ ટેસ્ટી લાગે છે આ મિક્સ વેજ રવા ટોસ્ટ જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી :



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *