ઓરેન્જ કેક – નાના મોટા દરેકને પસંદ આવશે હોમમેડ ઓરેન્જ કેક કૂકરમાં પણ બનાવી શકશો…

ઓરેન્જ કેક :

શિયાળા દરમ્યાન જ્યુસી- સાઇટ્રસ ફળો નારંગી ની સિઝન આવે છે. તે ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. તેમાંથી જામ, સ્ક્વોશ, શરબત,આઇસ ક્રીમ, કેક, પુડિંગ વગેરે ખૂબજ સરસ બને છે.

નારંગી વિટામિન સી થી સમૃધ્દ્ધ છે. તેમાં ચરબી, કોલેસ્ટરોલ અથવા સોડિયમ હોતું નથી. તેથીનારંગી થી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તેનાથી સારી એવી રોગ પ્રતિકારક શક્તિમળે છે. સ્કિન સરસ બને છે. નારંગીખાવા થી શ્વસનના રોગો, અમુક કેંસર,સંધીવા,અલ્સર અને કિડની ની પથરીનું જોખમ ઓછું રહે છે. તે એક શક્તિશાળી એન્ટિઓક્સિડંટ છે. માટે નારંગી નો જ્યુસ પીવો જોઇએ.

લોકોને થતા રોજિંદા વાયરસ અને સામાન્ય શરદી જેવા ચેપી રોગો માટે એમ્યુનિટિ બુસ્ટ કરે છે. નારંગીમાં ફોલેટ પણ સારા એવા પ્રમાણમાં હોય છે. તેમાં રહેલું વિટામિન બી હોમોસિસ્ટીનનું લેવલ નીચુ લાવવા માટે મદદ રુપ થાય છે.

તેથી શિયાળામાં જેટલો સમય નારંગી મળતા હોય ત્યાં સુધી કોઇને કોઇ પ્રકારે ખોરાકમાં લેવા જોઇએ.

તેના માટે બધાને પ્રિય એવી ઓરેંજ કેકની રેસિપિ હું અહિં આપી રહી છું જે ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

ઓરેન્જ કેક બનાવવા માટેની સામગ્રી :

  • 1 ઓરેંજનો જ્યુશ અથવા ½ કપ ઓરેંજ જ્યુશ
  • ½ કપ સુગર
  • ½ કપ પાણી નિતારેલું દહીં
  • 1 ટેબલ સ્પુન ઓરેંજ જેસ્ટ
  • ¼ કપ મેલ્ટેડ બટર
  • 1 કપ મેંદો
  • 1 ટી સ્પુન બેકીંગ પવડર
  • ½ ટી સ્પુન બેકિંગ
  • 5-6 ડ્રોપ્સ ઓરેંજ કલર
  • સ્મેલ લેસ ઓઇલ બ્રશિંગ કરવા માટે
  • ગાર્નિશિંગ માટે
  • સુગર સ્પ્રીંકલ્સ
  • કાજુ
  • ક્રીમ

ઓરેન્જ કેક બનાવવા માટેની રીત :

એક મોટા મિક્સિંગ બાઉલમાં 1/2 કપ ઓરેંજ જ્યુસ, ½ કપ સુગર, ½ કપ પાણી નિતારેલું દહીં અને 1 ટેબલ સ્પુન ઓરેંજ જેસ્ટ લઇ મિક્સ કરી હેંડ વ્હિપર થી એક્દમ ફીણી લ્યો.

ત્યાર બાદ તેમાં ¼ કપ મેલ્ટેડ બટર ઉમેરી ફરીથી સરસ થી ફીણી લ્યો.

હવે તે મિક્સિંગ બાઉલ પર મોટી ચાળણી રાખીને તેમાં 1 કપ મેંદો, 1 ટી સ્પુન બેકિંગ પાવડર, ½ ટી સ્પુન બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી તેમાં જ મિક્સ કરી ચાળી લ્યો. બરાબર મિક્સ કરી લ્યો.

5-6 ડ્રોપ્સ લિક્વિડ ઓરેંજ કલરના ઉમેરી મિક્સ કરો.

6 ઇંચના બેકિંગ મોલ્ડમાં ઓઇલ કે બટરથી બ્રશ કરી લ્યો. (મેં અહિં મોટું લાંબુ સિલિકોન મોલ્ડ લીધું છે).

મોલ્ડના બોટમની સાઇઝનો બટર પેપર કાપીને મોલ્ડમાં બોટમ પર મૂકો.

હવે બટર પેપર પર પણ ઓઇલ કે બટર થી બ્રશ કરો.

હવે તેના પર ઓરેંજ કેકનું બેટર રેડી દ્યો. 2 થી 3 વાર મોલ્ડ ટેપ કરી લ્યો.

*ગેસ પર કેક બેક કરવી હોય તો ગેસ પર એક મોટું ઉંડુ પેન મૂકી તેમાં સ્ટેંડ મુકો. પ્રીહિટ કરી તેના પર કેક નું મોલ્ડ મૂકો. હવે તેને ઢાંકીને 30- 40 મિનિટ મિડિયમ ફ્લૈમ પર બેક કરી, ટુથ પીકથી ચેક કરી લ્યો. જરુર પડે તો વધારે 5-10 મિનિટ બેક કરો.

ઓવન પ્રી હિટ કરી બેકિંગ પ્લેટમાં મોલ્ડ મૂકી 175* સેંટિગ્રેડ પર બેક કરો. ત્યારબાદ સ્ટિકથી ચેક કરી લ્યો. જરુર પડે તો 5-10 મિનિટ વધુ બેક કરો.

બરાબર ઓરેંજ કેક બેક થઇ જાય એટલે રેક પર અનમોલ્ડ કર દ્યો. જેથી ઠંડી થઇ જાય. આઇસિંગ હંમેશા કેક ઠંડી થાય પછી જ કરવું.

બોટમ પરથી બટર પેપેર રીમુવ કરી લેવો. ત્યારબાદ કેક પ્લેટમાં સીધી કરી મુકવી. તેની સ્લાઈઝ કે પીસ કરી સર્વ કરો.

ઓરેંજ કેક સ્વીટ હોવાથી આઇસિંગ કરવું પડતું નથી. એમ છતાં આઇસિંગ કરવું હોય તો મેં અહિં ફ્રેશ ક્રીમ અને બિસ્કિટ મિક્સ કરીને કેક ડીઝાઇન કરી છે.

12-15 સ્વીટ બિસ્કિટ

4 ટેબલ સ્પુન ફ્રેશ ક્રીમ –ફ્રીઝમાં મુકેલા ફુલ ફેટ મિલ્કનું.

1 ટેબલસ્પુન મિક્સ ફ્રૂટ જામ – સુગર ઉમેરવી નહિ.

સૌ પ્રથમ બિસ્કિટને ગ્રાઇંડ કરી લેવા. તેના બનેલા પાવડરમાં (જારમાં) સાથે જ ક્રીમ અને મિક્સ ફ્રૂટ જામ ઉમેરી ફરીથી ગ્રાઇંડ કરી આઇસિંગ બનાવી લેવું.

હવે ઠંડી પડી ગયેલી ઓરેંજ કેક ને શાર્પ નાઇફથી આડા 2 પાર્ટ માં કાપી લેવી.

કેકના નીચેના પાર્ટ પર 2-3 ટેબલસ્પુન જેટલું બનાવેલું આઇસીંગ સ્પ્રેડ કરી ઉપરથી ચોકલેટ સિકવન્સ ( ચોક્લેટની બારીક કટકી) સ્પ્રિંકલ કરવી.

તેના પર અલગ કરેલો કેકનો પાર્ટ ફરી મુકી દેવો.

આઇસિંગ બેગમાં મનગમતી ડિઝાઇન કરવા માટે નોઝલ ફીટ કરી આઇસિંગ બેગમાં ક્રીમ ભરી, ઓરેંજ કેક પર સરસ ડિઝાઇન કરો. કલર્ડ સુગર સ્પ્રિંકલરથી ગાર્નિશ કરો.

તો રેડી છે પૌષ્ટિક ઓરેંજ કેક. અવાર નવાર થતી પાર્ટી કે સેલિબ્રેશનમાં ઓરેંજ કેક જરુરથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *