પાકા કેળા અને જામફળનું શાક – કેળાનું શાક તો ખાતા હશો પણ શું તમે જામફળ અને કેળાનું શાક ખાધું છે?

પાકા કેળા અને જામફળ નું શાક

શું ક્યારેય વિચાર્યું છે ફળ માથી પણ શાક બની શકે ? નઈ ને? તો આવો આજે હું લઇ ને આવી છું ૨ બોવ જ ટેસ્ટી ફળ નું શાક. અપડા ઘર માં રોજ શાકભાજી માંથી નતનવું શાક બનાવતા હોઈએ છે.

તો પણ રોજ રાત પડે ને થાઈ કે આજે ક્યુ શાક બનાવવું? તો ત્યારે અપડે શકભાજી જ નહીં પરંતુ ફળ માંથી પણ શાક બનાવી શકીએ છે તો ચાલો બનાવીએ પાંચ મિનિટ માં બનતું એવું કાચા કેળાં અને જામફળ નું ઝટપટ શાક

સામગ્રી:

૨ નંગ પાકા કેળા,

૧ નંગ જામફળ,

૨ નંગ ટામેટા,

થોડી કોથમરી,

થોડા પાન લીમડો,

હળદલ, નામક, મરચું પાઉડર, અને ધાણાજીરું સ્વાદ અનુસાર.

રીત:

સૌપ્રથમ પાકા જામફળ કેળા અને ટામેટા ને પાણી થી ધોઈ એક પ્લેટ માં લઇ લો.

હવે બધા મસાલા કાઢી લો, જેમાં તેની જોડે કોથમરી અને લીમડાના પાન પણ લીધા છે

હવે કેળા અને જામફળ ના નાના નાના કટકા કરી લો અને પ્લેટ માં કાઢી લો. ત્યાર બાદ ટામેટા ના પણ કટકા કરી અલગ થી વડકા માં કાઢી લો

હવે એક પેન માં તેલ ગરમ મુકો તેલ ગરમ થયા બાદ તેમાં લીમડા ના પાન ઉમેરો .. ત્યાર બાદ તેમાં ટામેટા ના કટકા ઉમેરી શેકવા દો

હવે તેમાં પાકા જામફળ ના કટકા ઉમેરીસુ.. જામફળ જ્યારે કડક હોય ત્યાંરે જ બધા ને ભાવે છે પરંતુ પોચા થઈ જાય પછી પણ અપડે તેનો આવી રીતે ઉપયોગ કરી શકીએ છે

હવે તેમાં પાકા કેળા ના કટકા ઉમેરી બધું મિક્સ કરી લાઈસુ

હવે તેમાં મસાલો કરીશુ તેના માટે તેમાં નમક, હળદલ, મરચું પાઉડર અને ધાણાજીરું ઉમેરીસુ

ત્યાર બાદ બધું પ્રોપર મિક્સ કરી લાઈસુ.. ને શાક ને થોડી વાર ધીમી આંચ પર શેકાવા દેસું

હવે તેને એક બાઉલ માં કાઢી કોથમરી વડે ગાર્નીશ કરીશુ

તો તૈયાર છે પાકા કેળા અને જામફળ માંથી બનતું એક નવીન શાક..

જેને અપડે રોટલી જોડે પણ ખાઈ શકીએ છે

નોંધઃ

આ શાક જેટલું તીખું હશે આટલી જ વધારે ટેસ્ટી લાગશે.. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું પાઉડર ઉમેરી શકો છો.

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *