રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા

રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા:-

• લોકડાઉનમાં જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ બંધ છે ત્યારે ઘણીવાર બધાને એવું મન થાય કે આજે તો હોટલમાં બને એવું પંજાબી સબ્જી મળી જાય તો મજા પડી જાય.

Advertisement

• સામાન્ય સમયમાં તો આપણે બધા મહીના માં એકાદ વાર હોટલમાં જઈને બહાર નું પંજાબી સબ્જીની મજા લેતા જ હોઈએ છીએ અને આપણે સૌ એ પણ અચૂકથી જાણતા જ હોઈએ છીએ કે હોટલમાંબનેલી રસોઈ આરોગ્ય માટે બહુ જ ખરાબ હોય છે. તો પછી આપણે જાતે જ આપણા રસોડામાં પંજાબી સબ્જી બનાવી આપણા પરીવાર ને પીરસવામાં આવે તો બાળકો અને મોટા સૌને હોટલ જેવો જ સ્વાદ મળશે અને સાથોસાથ એમના સ્વાસ્થ્ય નું પણ જોખમ બચી જશે.

• આજે હું તમને પનીર અંગારા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી પનીર અંગારાની રેસિપી.

Advertisement

• સામગ્રી :-

• ગ્રેવી માટે –

Advertisement
 • • 2 ચમચી તેલ
 • • ½ ચમચી જીરું
 • • 1 તમાલપત્ર
 • • 1 ટુકડો તજ
 • • 3 લવિંગ
 • • 7 કાળામરી
 • • 3 એલાયચી
 • • 1 સૂકું લાલ મરચું
 • • ૩ સમારેલી ડુંગળી
 • • 4 સમારેલા ટામેટાં
 • • 2 લીલા મરચાં
 • • 1 ટુકડો આદુ
 • • 7 કાજુ
 • • 10-12 કળી લસણ

• વઘાર કરવા માટે –

 • • 2 ચમચી તેલ
 • • ½ ચમચી જીરું
 • • ½ ચમચી હળદર
 • • ગ્રેવી
 • • 11/2 ચમચી લાલ મરચું પાવડર
 • • 1 ચમચી ધાણાજીરું પાવડર
 • • મીઠું ટેસ્ટ પ્રમાણ
 • • 1 ચમચી ગરમ મસાલો
 • • 1 ચમચી કસ્તુરી મેથી
 • • 1 કપ પાણી
 • • ½ બાઉલ પનીર ખમણેલું
 • • 1 બાઉલ પનીર ના ટુકડા

સ્મોકી ઈફેક્ટ માટે:-

Advertisement
 • • 1 કોલસો
 • • ½ ચમચી હિંગ
 • • 1 ચમચી ઘી

• રીત :-

સ્ટેપ 1 :-

Advertisement

એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ લઈને ગરમ કરવા મુકીશું. તેલ ગરમ થઈ જાય ત્યારે એમાં ½ ચમચી જીરું, તમાલપત્ર, તજ,લવિંગ, કાળામરી,એલાયચી, સૂકું લાલમરચું,સમારેલી ડુંગળી, સમારેલા ટામેટાં, લીલા મરચાં, એક ટુકડો આદું,કાજુ અને લસણ ઉમેરીશું.અને સાંતળી દઈશું. અને ગેસ ની ધીમી આંચ પર કુક થવા દઈશું.

સ્ટેપ 2 :-

Advertisement

કુક થઈ જાય ત્યારે ગેસ બંધ કરીને રૂમ ટેમ્પરેચર પર ઠંડું થવા મુકીશું. ઠંડું થઈ જાય ત્યારબાદ મિશ્રણ ને મિક્ષર જાર માં લઈને ક્રશ કરી દઈશું. અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે.

સ્ટેપ 3:-

Advertisement

હવે આપણે આ ગ્રેવી ને વઘારી લઈશું.તો વઘાર માટે એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા મુકીશું.

સ્ટેપ 4:-

Advertisement

તેલ ગરમ થાય એટલે એમાં ½ ચમચી જીરું અને ½ ચમચી હળદર નાખીને ગ્રેવી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું.

સ્ટેપ 5:-

Advertisement

ત્યારબાદ તેમાં 1 & ½ ચમચી લાલમરચું પાવડર ,1 ચમચી ધાણાજીરુ પાવડર , સ્વાદ પ્રમાણે મીઠું,1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી કસ્તુરી મેથી નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું.અને એક કપ પાણી ઉમેરીને તેલ છૂટે ત્યાં સુધી ગ્રેવી ને કુક થવા દઈશું.

સ્ટેપ 6:-

Advertisement

ગ્રેવી કુક થઈ જાય ત્યારે એમાં ખમણેલું પનીર અને પનીર ના ટુકડા ઉમેરી લઈને સારી રીતે મિક્સ કરી લઈશું.અને 5 મિનિટ કુક કરીને ગેસ બંધ કરી દઈશું.

સ્ટેપ 7:-

Advertisement

હવે આપણે આ સબ્જી માં સ્મોકી ઈફેક્ટ આપવા માટે કોલસા ને સળગાવી લઈશું.

સ્ટેપ 8 :-

Advertisement

કોલસો સળગી જાય એટલે પેનમાં એક વાટકી મૂકીને એમાં સળગાવેલો કોલસો મુકીને એની ઉપર થોડી હિંગ અને ઘી નાખીશું.અને ધુમાડો નિકળે તરત જ ઢાકીને 10 મિનિટ માટે રહેવા દઈશું.

સ્ટેપ 9:-

Advertisement

હવે આપણે સવિઁગ બાઉલમાં લઈને સવૅ કરીશું.

તો મિત્રો રેસ્ટોરન્ટ જેવું જ ખૂબ જ ટેસ્ટી પનીર અંગારા સબ્જી રેડી છે. મિત્રો તમે પણ આ રેસિપી થી ઘરે જરૂરથી ટ્રાય કરજો.

Advertisement

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *