પનીર ભુર્જી – બાળકોને બહાર હોટલમાં મળે એવી જ સબ્જી પસંદ છે? તો હવે તમે પણ બનાવજો…

પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. પંજાબી સબ્જી એકદમ ઢાબા સ્ટાઇલ આપણે પણ બનાવી શકીએ છે બસ સબ્જીના મસાલા અને ગ્રેવીમાં થોડી જીણવટ રાખવી પડે પંજાબી સબ્જીમાં કઇ સબ્જીમાં ક્યા મસાલા યુઝ કરવા તે ખબર પડી જાય પછી સાવ ઇઝી બની જાય છે પંજાબી રેસીપીઝ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી.

પનીર ભુર્જી

સામગ્રી:

• ૨૦૦ ગ્રામ પનીર

• ૧ મોટું કેપ્સિકમ

• ૨ મોટી ડુંગરી

• ૨ મોટા ટમેટા

• ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ

• થોડીક ઝીણી સમારેલી કોથમીર

• ૧ ચમચી લાલ મરચું

• અડધી ચમચી ગરમ મસાલો

• અડધી ચમચી કિચન કિંગ મસાલો

• અડધી ચમચી હળદર

• મીઠું સ્વાદઅનુસાર

• ૬ થી ૭ કાજુ

• ૧ મોટો ટુકડો તજ

• ૨ એલચી

• તેલ

રીત:


૧. ડુંગરી,ટમેટા અને કેપ્સિકમને એકદમ ઝીણા ઝીણા સુધારી લેવા.

૨. એક કડાઇમાં બે ચમચા તેલ ગરમ કરીને તેમાં તજ અને એલચીનો વઘાર કરીને તેમા ઝીણી સમારેલી ડુંગરી અને આદુ-લસણની પેસ્ટ એડ કરવા.

૩. ડુંગરીને તેળમાં આછી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સોંતળવી અને પછી તેમા મીઠું,લાલ મરચું,હળદર,ગરમ મસાલો અને કિચન કિંગ મસાલા એડ કરવા.

૪. મસાલા ડુંગરી સાથે એકસરખા મિક્ષ થઇ જાય પછી તેમા ઝીણ‍ા સમારેલા ટમેટા અને કેપ્સિકમ એડ કરવા.

૫. ટમેટા અને કેપ્સિકમ થોડા ચડી જાય એટલે મેશર વડે બધુજ સરખુ મેશ કરી લેવું.

૬. કાજુને મિક્ષરમાં પીસીને એકદમ ઝીણો પાઉડર બનાવીને એક વાટકીમાં કાઢીને તેમા એકાદ કપ જેટલુ પાણી એડ કરીને પેસ્ટ રેડી કરવી.

૭. રેડી કરેલી પેસ્ટને મેશ કરેલા શાકમાં એડ કરી દેવી.

૮. તેલ છુટ્ટુ પડી જાય ત્યાં સુધી શાકને ચડવા દેવુ તેલ છુટ્ટુ પડી ગ્યાં બાદ શાકમાં ઝીણી સુધારેલી કોથમીર અને પનીરને ખમણીને એડ કરી દેવા અને પછી શાકને પાંચેક મિનિટ ચડવા દેવું.

લ્યો તૈયાર છે એકદમ ટેસ્ટી એવુ અને એકદમ ઢાબા સ્ટાઇલ પનીર ભુર્જી ગરમા ગરમ નાન,પરોઠા અથવા બટર રોટી સાથે પીરસો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *