પનીર ગ્રીલ બાર્બેક્યુ – નાના મોટા કોઈપણ પ્રસંગે હવે આ સ્ટાર્ટર બનાવો તમારી .જાતે જ…

સ્ટાર્ટર વાનગી માં પીરસતું એવું એક પનીર બાર્બેક્યુ શીખવીશ .આમ તો આપડે ખાતા જ હોઈએ છે .પણ આ આપડે ઘરે કેવી રીતે ઓવેન વગર ગેસ પર કેમ બનાવાય એ શીખવીશ .પણ એની માટે તમારી પાસે ગ્રીલ પેન હોય તો સારું નહિ તો નોન -સ્ટિક પેન માં પણ બનાવી શકો છો .તો ચાલો જાણી લો આની રીત …

પનીર ગ્રીલ બાર્બેક્યુ

( ગેસ ઉપર )

સામગ્રી :

  • – 150 ગ્રામ પનીર (ચોરસ કટ કરેલું )
  • – 1 નંગ કેપ્સિકમ ( ચોરસ કટ કરેલું )
  • – 1 નંગ કાંદો ( ચોરસ કટ કરેલું )
  • – 1/2 બોવેલ બાંધેલું દહીં
  • – 1 ચમચી આમચૂર પાવડર
  • – 1/2 ચમચી પનીર ટિક્કા મસાલો
  • – 1/2 ચમચી હળદર
  • – ચપટી મરચું પાવડર
  • – સ્વાદ મુજબ મીઠું
  • – 1/2 ચમચી ચણાનો લોટ
  • – ચપટી અજમો
  • – તેલ
  • – 6-7 ટુથ પીક

રીત :

સ્ટેપ :1

મેરિનેટ માટે :

(1)સૌ પેહલા આપડે એક પ્લેટ માં પનીર ,કાંદા અને કેપ્સિકમ લઇ તેની ઉપર મીઠું અને મરચું ચપટી છાંટવું .જેથી કરી મસાલો ચડી જશે અને જયારે બાર્બેક્યુ ખાસું ત્યારે અંદર નો ટેસ્ટ બ્લૅન્ક નહિ લાગે .ત્યારપછી

(2)સૌ પેહલા એક બોવેલ માં બાંધેલું દહીં લેવું .હવે તેમાં અજમો ,હળદર ,મીઠું ,આમચૂર પાવડર અને પનીર ટિક્કા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી .તેમાં પનીર ,કાંદા અને કેપ્સિકમ ઉમેરી .એક બીજા ઉપર કોટિંગ થઈ જાય એવી રીતે મિક્સ કરી લેવું .ત્યારપછી ટુથ પીક લઇ તમે પેહલા પનીર ત્યારપછી કેપ્સિકમ અને કાંદો લગાવી .આ રીતે બધી સ્ટિક તૈયાર કરવી .અને ૧૦ મિનિટ એને મેરિનેટ થવાં દેવું .

સ્ટેપ :2

હવે ,બર્બેક્યુ પેન લઇ ગેસ ઉપર મુકી તેની ઉપર થોડું તેલ મુકી 3-4 સ્ટિક મુકવી અને આગળ અને પાછળ શેકી લેવી .આ રીતે બધી સ્ટિક રેડી કરવી .અને ડીશ માં કાઢી લેવું .

સ્ટેપ :3

આ બાર્બેક્યુ ને તમે લીલી ચટણી કાંતો માયો સાથે સર્વ કરવું .

નોંધ :

– દહીં ને બાંધવા માટે આછું કપડું લેવું જેથી વધારાનું પાણી નીકળી જાય …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *