પનીર સ્પ્રિંગ રોલ – મેંદાના લોટમાંથી નહિ પણ ઘઉંના લોટમાંથી બનાવો આ યમ્મી સ્પ્રિંગ રોલ…

ચાઇનીઝ ખાવાનું બધા ને બહુ જ પ્રિય હોય. એમાં સ્પ્રિંગ રોલ બાળકો ને બહુ જ ભાવે છે. સ્પ્રિંગ રોલ એ શાકભાજી અને નૂડલ્સ ના મિશ્રણ ને મેંદા ની રોટલી માં ભરી ને તળી ને બનાવામાં આવે છે. પણ એના કરતા જો હેલ્થી સ્પ્રિંગ રોલ બનાવી ને બાળકો ને ખવડાવા માં આવે તો કેવું સારું. એટલે હું અહીંયા એક એવા જ હેલ્થી સ્પ્રિંગ રોલ ની રેસીપી બતાવી રહી છું. આપણે ઘઉં ના લોટ માંથી અને પનીર ની બનાવીએ તો તો કેવું સારું. હા ઘઉં ના લોટ ની અને પનીર ની એકદમ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી સ્પ્રિંગરોલ બને છે. બાળકો ને પણ આ સ્પ્રિંગ રોલ બહુ જ ભાવશે. તો ફટાફટ જાણી લો “પનીર સ્પ્રિંગ રોલ “ બનાવની રીત અને બાળકો માટે આવી જ રીતે બનાવો હેલ્થી પનીર સ્પ્રિંગ રોલ.

પનીર સ્પ્રિંગ રોલ બનાવવા જોઈશે :

લોટ બાંધવા જોઈશે :

 • ૧ કપ ઘઉં નો લોટ
 • ૨ ચમચી તેલ
 • ચપટી મીઠું

સ્ટફિન્ગ માટે :

 • ૧ કપ છીણેલું પનીર
 • ૧/૨ કપ કોબીજ, લાંબી પટ્ટીઓ કાપેલી
 • ૧/૨ કપ સમારેલા કાંદા
 • ૧/૨ કપ સમારેલા કેપ્સિકમ
 • ૧/૨ કપ બાફેલી નુડલ્સ
 • ૩ ચમચી સેઝવાન સોસ
 • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
 • ચાટ મસાલો , મીઠું સ્વાદ પ્રમાણે

રીત :

સ્ટૅપ ૧: સૌ પ્રથમ લોટ બાંધવાની સામગ્રી એક બાઉલ માં લઇ થોડું પાણી ઉમેરી લોટ બાંધવો. પછી તેને ઢાંકીને ઓછામાં ઓછો 30 મિનિટ ઢાંકી ને રાખવો.

સ્ટૅપ 2: બીજા એક બોઉલ માં ડુંગળી, કોબીજ, કેપ્સિકમ ઉમેરો .

સ્ટૅપ ૩: પછી તેમાં બાફેલી નુડલ્સ અને સેઝવાન ચટણી મિક્સ કરો

સ્ટૅપ ૪ પછી તેમાં સ્ટફિન્ગ ની બાકીની સામગ્રી ઉમેરી બધું મિક્સ કરવું.

Step૫ હવે લોટ ને ફરી મસળી લુઆ પાડવા.

સ્ટૅપ ૬ એક એક લુઓ લઇ પાતળી પુરી જેવું વણવું.

સ્ટૅપ ૭ પછી બધી કિનારી એ પાણી લગાડવું અને વચ્ચે સ્ટફિન્ગ મૂકવું. પછી તેને સ્પ્રિંગ રોલ શેપ ની જેમ રોલ વાળવો. ફોટા માં બતાવ્યું છે તેમ રોલ વાળવો.

પછી હાથ થી રોલ થોડોક દબાવવા .

સ્ટૅપ 8 એક કડાઈમાં તેલ ગરમ કરવું અને આછા બ્રાઉન રંગ થાય ત્યાં સુધી ત રોલને તેલમાં મીડિયમ આંચે તળી લો.

એક પ્લેટ માં રોલ મૂકી ટોમેટો સોસ મૂકી સર્વ કરવું.

આ હેલ્થી અને મેંદા વગર ના અને ખુબજ ઝડપથી બની જાય એવા પનીર સ્પ્રિંગ રોલ જરૂર થી બનાવજો અને ઘરમાં બધાને ખવડાવજો ખરેખર ખુબજ ટેસ્ટી અને હેલ્થી રેસીપી છે.

રસોઈની રાણી : રૂચિતા અંકુર શાહ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *