ઘઉં ના લોટ ના પાવ – ટીપ્સ અને ટ્રીક્સ થી બનસે પોચા અને જાળીદાર

આજે આપણે ઘઉં ના લોટ ના પાઉં ટિપ્સ અને ટ્રીક્સ થી પોચા અને જાળીદાર બનાવીશું.જો તમે દરેક સ્ટેપ ફોલો કરશો તો એકદમ સોફ્ટ પાઉં બનશે.આપણે જે રોટલી બનાવીએ છે તે જ લોટ માંથી આ પાઉં બને છે આ ઘઉ ના લોટ ના પાઉં માં પણ એટલી જ જાળી પડી છે જે બહાર થી લાવીએ મેંદા ના લોટ ના એટલી જ જાળી પડી છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • ઘઉં નો લોટ
  • મેંદો
  • ઇન્સ્ટન્ટ ઈસ્ટ
  • ખાંડ
  • મીઠું
  • બેકિંગ સોડા
  • બટર
  • તેલ
  • દૂધ

રીત


1- સૌથી પહેલા આપણે એક કપ હુંફાળું ગરમ પાણી લઈ લઈશું.હવે તેમાં બે ટેબલ સ્પૂન ઇન્સ્ટન્ટ ઈસ્ટ નાખીશું.યાદ રાખવાનું છે કે પાણી હુંફાળું હોવું જોઈએ તમે આંગળી બોરો તો તમારી આંગળી દાજી ના જવી જોઈએ.

2- હવે તેમાં બે ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું.ખાંડ છે તે ઈસ્ટ નો ખોરાક છે જેથી ઈસ્ટ ફૂલશે.તો આ ધ્યાન માં રાખવાનું છે કે પાણી બહુ ગરમ ના જોઈએ આ ટિપ્સ તમે યાદ રાખશો તો હમેશા સરસ બનશે.પાણી તમારું હુંફાળું હોવું જોઈએ અને તેની અંદર તમારે ખાંડ એડ કરવાની છે.

3- હવે તેને હલાવી ઢાંકી ને મૂકી દેવાનું છે તમે વીડિયોમાં જોઇ શકો છો કે ઈસ્ટ એડ કરવાથી તેમાં બ્બલસ પણ આવવા લાગ્યા છે અને તમે જોઈ શકો છો કે ઈસ્ટ દસ મિનિટ પછી એકદમ સરસ ફૂલી ગયું છે જો ઈસ્ટ ના ફૂલે તો સમજવાનું કે તમારું ઈસ્ટ બગડી ગયું છે હવે તેમાં એક વાડકી ઘઉ નો લોટ એડ કરીશું.

4- ટોટલ આપણે સાડા ત્રણ વાડકી લોટ એડ કરવાનો છે.પણ આપણે અહીંયા અઢી કપ ઘઉંનો લોટ અને અડધી વાડકી મેંદો એડ કરીશું.જો ઈસ્ટ ના ફૂલે તો તમારે ફેકી દેવું અને તેમાં લોટ ના એડ કરવો.નઈ તો તમારો લોટ બધો બગડશે.હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું.

5- હવે આમાં અડધી ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું.હવે આમાં બે ટેબલ સ્પૂન બટર એડ કરીશું.અને તેમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું.હવે આપણે દૂધ થી જ લોટ બાંધી લઈશું. અહીંયા આપણે અડધો કપ હુંફાળું દૂધ લઇ લીધું છે,હવે દૂધ ઉમેરી ને બધું મિક્સ કરી લઈશું.

6- હવે દૂધ થોડું થોડું એડ કરતા જઈશું.હવે તેમાં એક કપ મેંદો એડ કરીશું.હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું.હજુ બીજું અડધો કપ દૂધ એડ કરીશું.આ લોટ ને થોડો મસળવો પડે છે એટલે આપણે તેને થોડું થોડું મિક્સ કરી મસળતા જઈશું. હવે હાથ ની મદદ થી તેને થોડું એકબાજુ ખેચીશું. અને ફરીવાર તેને ખેચીશુ.આ રીતે તમારે પંદર વાર કરવાનું છે જે તમે વીડિયોમાં જોઇ શકો છો.

7- તમને જરૂર પડે તો હાથ તેલ વાળો પણ કરી શકો છો.અથવા થોડું દૂધ વધ્યુ હતું તેમાં થોડું થોડું એડ કરતા જઈશું.જેથી લોટ પોચો રહે.જેટલો લોટ પોચો હશે એટલા પાઉં પોચા બનશે.યાદ રાખવાનું છે કે એક હાથ થી વજન આપી ને ખેંચવાનો છે અને પછી રોલ વાળી ને અંદર લેવાનો છે બ્રેડ હોય કે પાઉં હોય આ રીતે લોટ બાંધી લેવાનો.


8- હવે પંદર વાર થઈ ગયું છે તો તેનો મોટો ગોળો બનાવી લઈશું.હવે હાથ માં થોડું તેલ લગાવી લઈશું.હવે લોટ ને સેટ થવા મુકીશું.આને આપણે એક કલાક માટે મૂકી દઈશું.જો ગરમી હશે તો એક કલાક માં જ થઈ જશે.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે પહેલા જેવો લોટ ચોટતો નથી.અને વધારે સોફ્ટ પણ થઈ ગયો છે હવે સેજ કોરો લોટ લઈ ને સેજ મસળી લઈશું.

9- આટલા લોટ માંથી બાર પાઉં બનશે એટલે તેના ભાગ કરી લઈશું.લોટ ને ખેંચી ને ભાગ નથી કરવાના તેને કટ કરી ને જ બનાવીશું.તમારી પાસે વજન કાંટો હોય તો વજન કરી ને પણ બનાવી શકો છો.હવે આપણે બેકિંગ ટ્રે લઇ લીધી છે અને તેમાં આપણે બટર પેપર મૂકી દઈશું.હવે તેને એક હાથ માં લઈ તેને સેપ આપી દઈશું અને તેને ટ્રે માં ગોઠવી દઈશું તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણે અહીંયા રોલ ની જેમ આગળ થી પાછળ લઈ જઈએ છે એટલે આગળ ની સાઈડ લીસી રાખીશું.

10- હવે દરેક પાઉં ની વચ્ચે આપણે જગ્યા રાખીશું.કારણકે હજુ તે ફુલસે.હવે બે થી ત્રણ ચમચી મિલ્ક લઈ તેમાં એક ચમચી તેલ એડ કરીશું.હવે તેની ઉપર પાઉં લૂઆ બનાવ્યાં છે તેની ઉપર લગાવી લઈશું. આમ કરવાથી પાઉં સુકાતા નથી તેનો બ્રાઉન કલર છે તે સરસ આવી જશે.હવે તેની પર એક કકડો ઢાંકી દઈશું.હવે તેને અડધો કલાક રહેવા દઈશું.

11- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે અડધા કલાક પછી એકદમ સરસ પાઉં ફૂલી ગયા છે હવે ફરી થી મિલ્ક લગાવી લઈશું.હવે આપણે ઓવન માં બસો ડિગ્રી પર પ્રિ હિટ કરવા મૂકી દઈશું.હવે તેને પંદર મિનિટ પછી તમે જોશો તો એકદમ સરસ બ્રાઉન પાઉં થઈ ગયા હશે.હવે ઉપર બટર લગાવી લઈશું. ઘઉ ના પાઉં થોડા બ્રાઉન દેખાય છે તમે વીડિયોમાં જોઇ શકો છો કે બહાર બજાર માં મળે છે તેવા જ પાઉં સરસ બન્યા છે તો બનાવવા માં સહેલા છે પણ ખાવા માં બવ જ હેલ્ધી છે તો તમે પણ એકવાર જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *