પનીર મસાલા – રેસ્ટોરન્ટ સ્ટાઈલથી બનાવશો આ સબ્જી તો ઘરમાં બધાને પસંદ આવશે…

આજે આપણે પનીર મસાલા જોઈશું જે ઘરેલુ રીતથી રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી બનાવીશું.આપણે રેસ્ટોરન્ટ માં જઈએ તો પનીર ઓડર કરીએ છીએ અને લગ્ન પ્રસંગ માં જઈએ તો પણ પનીર ની સબ્જી જોવા મળે છે હવે તો ગુજરાતી થાળી માં પણ પનીર સર્વે થવા માડયું છે.તો એવું પનીર આપણે ઘરે બનાવીએ તો મજા આવી જાય અને આ પનીર સબ્જી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનશે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • તેલ
  • બટર
  • ડુંગળી
  • આદુ અને લસણ ની પેસ્ટ
  • ગરમ મસાલો
  • કસ્તુરી મેથી
  • હળદર
  • કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ધાણાજીરું પાવડર
  • ક્રીમ
  • મીઠું
  • ટામેટા ની પ્યુરી
  • કેપ્સિકમ
  • કાજુ
  • મગજતરી ના બી
  • ખાંડ

રીત

1- સૌથી પહેલા આપણે એક પેન લઈ લઈશું તેમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું ત્યારબાદ એક ચમચી જીરૂ એડ કરીશું.આપણે અહીંયા ડુંગળી ની પેસ્ટ નથી લેવાની તેને ઝીણી સમારીને લેવાની છે તેને સાંતળી લઈશું.

2- હવે આપણે આદુ અને લસણ ની પેસ્ટ બનાવી લીધી હતી તે એડ કરીશું. હવે હલાવી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ડુંગળી સરસ સંતળાય ગઈ છે હજુ તેમાં ટામેટા પણ એડ કરવાના છે હવે તેમાં થોડા સૂકા મસાલા કરી લઈશું.

3- હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું.ત્યારબાદ તેમાં બે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જેથી તેનો કલર એકદમ સરસ આવે.ત્યારબાદ એક ચમચી ધાણાજીરૂ પાવડર એડ કરીશું. ત્યારબાદ દોઢ ચમચી મીઠું નાખીશું.

4- હવે સરસ મિક્સ કરી લઈશું ડુંગળી અને ટામેટા સરસ સંતળાશે તો જ તેનો ટેસ્ટ સરસ આવશે.હવે બહાર જેવો ટેસ્ટ લાવવા માટે એક સામગ્રી એડ કરીશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે હવે બે ડુંગળી ને મોટા કટ કરી લઈશું.

5- આ મોઢા માં આવશે તો ખૂબ ટેસ્ટી લાગશે હવે આપણે એક કેપ્સિકમ ના પણ મોટા કટ કરી લીધા છે તે પણ એડ કરીશું આપણે અહીંયા રેડ કેપ્સિકમ લીધું છે તમારી પાસે જે હોય તે લઈ શકો છો.અત્યાર થી જ તેનો કલર એકદમ સરસ દેખાય છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

6- હવે પાચ નાના ટામેટા લઈ તેને મિક્સર જાર માં ક્રશ કરી લીધા છે તે પણ આપણે એડ કરી લઈશું.હવે બધું મિક્સ કરી લઈશું હવે તેને દસ મિનિટ જેવું તેને સાતળી લઈશું જો ટામેટા ઉડતા હોય તો તેને ઢાંકી ને પણ કુક કરી શકો છો.

7- હવે તેને સરસ રીતે ઉકળવા દઈશું. હવે આપણે પા કપ કાજુ અને બે ચમચી મગજતરી ના બી એડ કરીશું અને તેની ગ્રેવી બનાવી લઈશું.આના થી શાક ની થિકનેસ સારી મળશે.તેને પહેલા દસ મિનિટ પલાળી ને રાખીશું અને પછી તેને મિક્સર માં ક્રશ કરી લઈશું.

8- આ ઉકળતા જ તેની થીકનેશ જોવા મળશે,જે તમે વીડિયોમાં જોઈ શકો છો.આપણે જ્યારે બહાર સબ્જી ખાવા જઈએ ત્યારે તે શાક ની ગ્રેવી એકદમ રેડ હોય છે કારણકે તે લોકો રેડ કલર એડ કરતા હોય છે.હવે આમાં એક ચમચી બટર એડ કરીશું.જો રેસ્ટોરન્ટ સ્ટાઈલ વસ્તુ ઘરે બનાવવી હોય તો બટર અને ચીઝ બધું આગળ પડતું ઉમેરવું જ પડે.

9- તો જ બહાર જેવો ટેસ્ટ આવશે.હવે બટર મિક્સ થઈ ગયું છે હવે થોડું પનીર ને છીણી ને એડ કરી લઈશું.હવે આપણે પનીર માં ક્યૂબ એડ કરીશું આપણા ઘરે જે રીતે ખવાતા હોય તે રીતે પનીર ના કટ કરી લઈશું.આ પનીર આપણે ઘરે બનાવ્યું છે આની રેસિપી પણ સેર કરી છે તો તમે ચોક્કસથી જોઈને ટ્રાય કરજો.

10- હવે એક ચમચી ગરમ મસાલો એડ કરીશું.હવે આપણે તેમાં થોડી કસ્તુરી મેથી એડ કરીશું આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે બધું મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે પા કપ ક્રીમ એડ કરીશું.હવે આને બે મિનિટ ઉકળવા દઈશું.હવે આપણી સબ્જી પીરસવા માટે રેડી છે.પણ જો તમને રેસ્ટોરન્ટ સ્ટાઈલ સ્વાદ જોઈતો હોય તો તેમાં એક ચમચી આપણે ખાંડ એડ કરીશું.

11- હવે આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું.હવે આ પનીર મસાલા તૈયાર છે જો તમે આ રીતે સબ્જી બનાવશો તો એકદમ સરસ બનશે અને ઘર માં બધા ને જ બહુ પસંદ આવશે.તો તમે જરૂર થી તમે ટ્રાય કરજો આ રેસિપી.તો ચાલો હવે સર્વે કરી લઈશું.એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ દેખાય છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો તો તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર મસાલા સબ્જી તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *