કાજુ પનીર-કેપ્સીકમ મસાલા – ઘરે બનાવેલ પંજાબી શાકમાં નવીનતા જોઈએ છે? અજમાવો આ સબ્જી…

કાજુ પનીર-કેપ્સીકમ મસાલા :

કાજુ પનીર મસાલા એ એક પંજાબી સબ્જી છે. અહીં હું આપ સૌ માટે કાજુ પનીર મસાલાની સબ્જીમાં થોડો ક્રંચ લાવવા માટે કેપ્સિકમનાં કોમ્બિનેશનથી કાજુ પનીર-કેપ્સિકમ મસાલાની પંજાબી સ્ટાઈલ સબ્જીની રેસીપી આપી રહી છું. જે ખરેખર ઢાબા કે રેસ્ટોરંટમાં મળતી હોય તેવી જ લાજવાબ સબ્જી બને છે. તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ખુબજ ટેસ્ટી અને હેલ્ધી કાજુ પનીર-કેપ્સિકમ મસાલા ચોક્કસ બનાવજો. નાનાથી માંડીને મોટા સુધીના દરેક લોકોની આ સબ્જી હોટ ફેવરીટ બની જશે.

કાજુ પનીર-કેપ્સીકમ મસાલા બનાવવા માટેની સામગ્રી :

  • ૧/૨ કપ કાજુના ટુકડા – ફ્રાય કરવા માટે
  • ૩ ટેબલ સ્પુન પલાળેલા કાજુ – પેસ્ટ કરવા માટે
  • ૨ ઓનિયન –બારીક ક્રશ કરેલી
  • ૩ નાના ટામેટા – બારીક ક્રશ કરેલા
  • ૨ કેપ્સિકમનાં સ્ક્વેર કટ કરેલા ટુકડા

વઘાર માટે :

  • ૩ ટેબલ સ્પુન ઓઈલ
  • ૧/૨ ટી સ્પુન આખું જીરું
  • ૨ તજપત્તાનાં ટુકડા
  • ૩ કાળી એલચી – એલચા
  • ૩ લવીંગ
  • પીંચ કસુરી મેથી + ૧ ટેબલ સ્પુન કસુરી મેથી
  • ૧ ટેબલ સ્પુન કોર્ન ફ્લોર + ૨ ટેબલ સ્પુન પાણી
  • ૨ ટેબલ સ્પુન આદુ મરચા લસણની પેસ્ટ
  • ૧ ટેબલ સ્પુન કાશમીરી મરચું
  • ૧/૨ ટી હળદર પાવડર
  • ૨ ટેબલ સ્પુન ધાણા જીરુ
  • સોલ્ટ – સ્વાદ મુજબ
  • ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો
  • બારીક સમારેલી કોથમરી – જરૂર મુજબ

કાજુ પનીર-કેપ્સીકમ મસાલા બનાવવાની રીત :

સૌ પ્રથમ ૧/૨ કલાક પલાળેલા કાજુમાં થોડું પાણી ઉમેરી કાજુને ગ્રાઈન્ડ કરી તેની પાતળી પેસ્ટ એક નાના બાઉલમાં ભરી એક બાજુ રાખો.

એક પેનમાં એક ટેબલ સ્પુન ઓઈલ મૂકી તેમાં ૧/૨ કપ કાજુના ટુકડા ગુલાબી ફ્રાય કરી લ્યો.

ત્યારબાદ એજ પેનમાં ૧ ટેબલ સ્પુન વધારે ઓઈલ મૂકી તેમાં કેપ્સિકમનાં સ્ક્વેર સેલો ફ્રાય કરી લ્યો. એક બાજુ રાખો.

૨ ઓનિયન અને ૩ નાના ટામેટાને અલગ અલગ ક્રશ કરી લ્યો. એકબાજુ રાખો.

*

હવે મીડીયમ ફ્લેઈમ પર પેન મુકી તેમાં ૩ ટેબલ સ્પુન ઓઈલ ગરમ મુકો. ગરમ થાય એટલે તેમાં ૧/૨ ટી સ્પુન આખું જીરું, ૨ તજપત્તાનાં ટુકડા, ૩ કાળી એલચી, ૩ લવીંગ અને પીચ કસુરી મેથી ઉમેરી સાંતળી લ્યો.

હવે તેમાં ક્રશ કરેલી ઓનિયન ઉમેરી ગુલાબી થાય ત્યાંસુધી સાંતળો. તેમાં ૨ ટેબલ સ્પુન આદુ, મરચા લસણની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી, સાથે સાંતળો લ્યો.

બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે તેમાં ૧ ટેબલ સ્પુન કાશમીરી મરચું, ૧/૨ ટી હળદર પાવડર, ૨ ટેબલ સ્પુન ધાણા જીરુ, સોલ્ટ – સ્વાદ મુજબ અને ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો. બધું સંતળાઈને ઓઈલ છુટું પડવા લાગે એટલે તેમાં કાજુની પેસ્ટ ઉમેરો. અને એજ બાઉલમાં^ ૧/૨ કપ પાણી ભરીને તેમાં ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે પેનને ઢાંકીને ૨-૩ મિનીટ કુક થવા દ્યો. હવે તેમાં ૧ ટેબલ સ્પુન કોર્ન ફ્લોરમાં ૨ ટેબલ સ્પુન પાણી ઉમેરી મિક્ષ કરી એ મિશ્રણ ઉમેરો. સાથે ૧ ટેબલ સ્પુન કસુરી મેથી ક્રશ કરીને ઉમેરી મિક્ષ કરી લ્યો. ૨ મિનીટ કુક કરો. સ્પુન વડે હલાવતા રહો. ઓઈલ જરા છુટું પડતું લાગે એટલે તેમાં ફ્રાય કરેલા કાજુ અને પનીર ઉમેરો. એ મિક્ષ કરી લ્યો. ત્યારબાદ તેમાં કેપ્સિકમનાં સ્ક્વેર સેલો ફ્રાય કરેલા એ ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ મીડીયમ ફ્લેઈમ પર ૨-૩ મિનીટ કુક કરો. કાજુ,પનીર અને કેપ્સિકમમાં મસાલા બરાબર ચડી જાય અને ઓઈલ છુટું પડતું દેખાય એટલે તેમાંપહેલા ૧ ટેબલ સ્પુન કોથમરી ઉમેરી મિક્ષ કરી લ્યો. ત્યારબાદ ફરીથી કાજુ પનીર-કેપ્સિકમ મસાલા પર કોથમરી સ્પ્રીંકલ કરી દ્યો.

હવે હેલ્ધી, ટેસ્ટી અને ક્રન્ચી ટેસ્ટવાળી કાજુ પનીર-કેપ્સિકમ મસાલા સબ્જી સર્વ કરવા માટે રેડી છે. આ સબ્જી નાન, પરોઠા, કુલાચા વગેરે સાથે સર્વ કરવાથી ખૂબજ ટેસ્ટી લાગશે.

તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને કાજુ પનીર-કેપ્સિકમ મસાલા સબ્જી તમારા રસોડે ચોક્કસથી બનાવજો. ગેસ્ટ આવ્યા હોય ત્યારે લંચમાં કે ડીનરમાં આ સબ્જી બનાવવી ખૂબજ સરળ રહેશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *