પુરણપોળી બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ સુરભી વસાની ખાસ માહિતી…

આજે આપણે જોઈશું પુરણપોળી બનાવતી વખતે ખાસ ધ્યાન માં રાખવા જેવી ટિપ્સ.પુરણપોળી આપણા બધા ના ઘર માં બનતી આવી છે પણ જ્યારે પુરણપોળી બનાવવાની વાત આવે ને ત્યારે એમ થાય કે ઓહો આજે તો પુરણપોળી બનાવવાની છે બહુ જ લાંબુ કામ છે અને બહુ ટાઈમ લાગશે બરાબર ને? પણ આજ પછી આવો પ્રોબ્લેમ નઈ થાય.

1- જ્યારે પુરણપોળી બનાવતા હોઈએ છીએ ત્યારે શું થાય એક તો એ કે કેટલી દાળ લેવાની અને પુરણ કેટલું તૈયાર થશે અને પુરણપોળી જ્યારે પણ બનાવી એ ને ત્યારે સોફ્ટ નથી થતી હોતી અને જ્યારે શેકતા હોઈએ ત્યારે એવું થાય કે શેકાય ગયું કે નહીં.

2- એમ થાય કે કાચું રહી ગયું કે સરસ મજાનું સેકાયું છે કે નહીં તો આ બધા જ પ્રોબ્લેમ આજે પૂરા કરી લઈશું તો સૌથી પહેલા તો પુરણપોળી નું માપ જોઈ લઈશું કે જ્યારે તમારે દસ પુરણ પોળી બનાવવી હોય તો એક વાડકી તુવેર ની દાળ લેવાની છે.

3- હવે આ દાળ ને બાફી લેવાની છે તેમાં ત્રણ ઘણું પાણી એડ કરીશું અને હા એક સરસ મજાની બીજી ટિપ્સ જોઈ લઈએ જ્યારે તમે કૂકર માં દાળ બાફો ત્યારે કૂકર ના ઢાંકણા પર અને કૂકર ની અંદર ની સાઈડ જે વીસલની જગ્યા હોય ત્યાં તેલ લગાવી દેજો તેલ અથવા ઘી લગાવી દેજો આ લગાવશો તો જે દાળ ઉભરાય છે તે નઈ ઉભરાય.


4- તમારું કૂકર પણ ખરાબ નઈ થાય અને ગેસ પણ ખરાબ નઈ થાય એટલે સરસ મજાની દાળ ચડી જશે હવે દાળ ચડી ગયા પછી તેની અંદર ખાંડ કેટલી ઉમેરવી એટલે એક વાડકી આપણે દાળ લીધી હોય તો એક વાડકી ખાંડ લેવાની છે અને પછી તેને શેકી લેવાની છે.

5- હવે શેકતી વખતે શું કરવાનું છે કે આજે આપણે એવી ટિપ્સ જોઈશું કે માઈક્રોવેવ માં પુરણપોળી કઈ રીતે બનાવી શકો,તો તમે માઇક્રોવેવ માં પુરણપોળી લગભગ આઠ થી દસ મિનિટ માં જ બનાવી શકો છો એક વાડકી બાફેલી દાળ અને એક વાડકી ખાંડ એ બન્ને ને મિક્સ કરી લેવાનું છે.

6- હવે તેને માઇક્રોવેવ માં મૂકી દો પહેલા ત્રણ મિનિટ માટે મૂકી દેવાનું પછી બહાર લઈ ફરી થી હલાવી ને બે મિનિટ માટે મૂકી દેવાનું છે અને ફરી બહાર કાઢી અને હલાવી ને ફરી થી બે મિનિટ માટે મૂકી દેવાનું છે એટલે આપણે સાત મિનીટ માટે મૂકી દીધું બરાબર ને?હવે તેને ચેક કરી લઈશું થોડું પુરણ લઈ એક પ્લેટ માં મૂકી દઈશું અને બે કે ત્રણ મિનિટ માટે ઠંડુ થવા દો અને પછી જોઈ લો.કે ગોળો વળે છે જો ગોળો સરસ રીતે વળતો હોય ને તો તમારું પુરણ તૈયાર થઈ ગયું છે.

7- જો હજુ એમ લાગે કે હાથ માં ચોંટે છે તો તમારે ફરીથી એક કે બે મિનિટ માટે મૂકી દેવાનું અને પુરણ રેડી થવા આવે એટલે ઉપર થી એક ચમચી ઘી એડ કરવાનું છે અને થોડો ઈલાયચી પાવડર,જાયફળ પાવડર એડ કરીશું અને જાયફળ પાવડર બહુ સરસ લાગે છે પછી પુરણ ને ઠંડુ થવા દેજો અને પછી તેના ગોળા બનાવી લેવાના છે.


8- જ્યારે તમે ગેસ પર શેકો ત્યારે આ રીતે જ કરવાનું છે પણ થોડી વાર લાગશે પણ પુરણ એવું થાય કે દાળ છે તે સરસ ચડી જવી જોઈએ જો દાળ આખી રહેશે તો મજા નઈ આવે,એટલે જ્યારે સીટી વગાડો તો બે થી ત્રણ સીટી વગાડી લેવાની છે અને પછી તેને સતત હલાવતા રહેવું.અને જ્યારે ઘઉં નો લોટ બાંધીએ ત્યારે રોટલી કરતા થોડી સોફ્ટ નરમ લોટ બાંધી લેવાનો છે જેથી કરી ને તેમાં વચ્ચે પુરણ સરસ ભરી શકો.

9-બીજો જે પ્રોબ્લેમ થાય છે તે કચોરી ની જેમ વારો ત્યારે ઉપર થોડો ગઠો થઈ જાય છે તેના કારણે પુરણ નો ટેસ્ટ ઓછો આવે છે અને વચ્ચે નો ભાગ શેકાતો નથી અને જ્યારે તમે ખાવ છો ને ત્યારે મોઢા માં આડો આવે છે તો શું કરવાનું કે પહેલા લોટ નો લુઓ લઈ હાથ થી થેપિ લેવાનો છે અને પુરણ ભરી લેવાનું છે અને પછી જે લુઓ છે તે સરસ રીતે બંધ કરી લેવાનો છે હવે તમે આ રીતે પુરણ પોળી બનાવશો ત્યારે એ લુઓ નરમ જોઈશે એટલે કે તેનો લોટ ઢીલો જોઈશે.

10- લોટ માં મીઠું એડ નથી કરવાનું ખાલી મોવણ જ એડ કરવાનું છે હવે શેકવા ની પણ બે રીત છે ઘણા લોકો ઘી માં શેકે છે અને ઘણા ઉપર થી ઘી લગાવે છે અને જ્યારે તમે શેકો ત્યારે થોડું કપડાં થી દબાવી ને શેકશો ને તો બહુ સરસ બનશે અને એકદમ નરમ બનશે.

11- જ્યારે પુરણપોળી બનાવો ત્યારે થોડી ઘટ્ટ બનાવવાની જેથી તેના ખાડા પડશે અને તેમાં ઘી ઉમેરી શકાય અને ઘી સાથે પુરણપોળી નો સ્વાદ આવે એતો જોરદાર આવે છે તમે ખજૂર અને અંજીર નું પણ પુરણ ભરી શકો છો તેના સિવાય કોપરા નું પણ પુરણ ભરી શકો છો આ મહારાષ્ટ્ર ની ખાસ આઈટમ છે તેની પણ ટિપ્સ જોઈશું.


12- તેના માટે સૂકું કોપરું લેવાનું છે તેની સાથે ગોળ,ઈલાયચી અને તેની સાથે થોડા ડ્રાય ફ્રુટ ઉમેરી દો અને એક ચમચી મિલ્ક પાઉડર નાખશો તો તેનો ટેસ્ટ બહુ સરસ આવશે હવે આ બધું મિક્સ કરી લઈશું પછી તેને ભરી ને વણી લેવાનું છે અને પછી શેકી લેવાનું છે બહુ સરસ લાગશે જો તમને ગમે તો એક ગુલાબ ની કતરણ એડ કરશો તો તેનો ટેસ્ટ બહુ સરસ આવશે.

13- આ રીતે અલગ અલગ વેરીએસન સાથે પુરણપોળી બનાવી જ શકીએ છીએ કોઈપણ ડ્રાય સબ્જી પુરણપોળી સાથે બહુ સરસ લાગે છે અને આપણે દાળ તો બનાવતા જ હોઈએ છીએ એટલે આ એક આખું મેન્યું તૈયાર થઈ ગયું તો તમે ચોક્કસથી આ ટિપ્સ ને ફોલો કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *