રાજકોટની પોપ્યુલર ચટણી – એક મહિના સુધી રહેશે ફ્રેશ, જયારે ઈચ્છો ત્યારે ખાઈ શકો…

રાજકોટની પોપ્યુલર ચટણી :

રાજકોટની પોપ્યુલર ચટણી બધા લોકોને ખૂબજ ભાવે છે. આ ચટણી પોટેટો ચીપ્સ તેમજ અન્ય સ્નેક્સ સાથે ખૂબજ ડીલિશ્યશ લાગે છે. આ ચટણી બનાવવી ખૂબજ ઇઝી અને ક્વીક છે. કોઈ પણ ઘરે બનાવી શકે છે. રસિકભાઇ ચેવડાવાળા અને ગોરઘનભાઇ ચેવડાવાળા (ગો. ગો. ચે.) એ સૌ પ્રથમ આ ખૂબજ સ્વાદીષ્ટ એવી ચટણીનું સેલિંગ ચાલુ કર્યુ હતું. તેઓ અનેક પ્રકારના સ્નેક્સ પણ સેલ કરે છે. તેની સાથે આ સ્પેશ્યિયલ ચટણી પણ બધાની સ્પેશ્યિયલ બની ગઇ છે.

દેશમાં દેરેક જ્ગ્યાએ આ ચટણી સેલ થાય છે, ઉપરાંત બીજા કંટ્રીમાં પણ એક્સ્પોર્ટ થાય છે. આ ચટણી બનાવવામાં આવે ત્યારે તેમાં બિલકુલ પાણી ઉમેરવામાં આવતું નથી તેથી આ ચટણીની સેલ્ફ લાઇફ લોંગ હોવાથી તેને એર ટાઇટ કંન્ટેનરમાં ભરી રેફ્રીઝરેટરમાં સ્ટોર કરી શકાય છે. 1 મહીના સુધી ફ્રેશ રહે છે. જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે આ ચટણી જરુર મુજબ અલગ કાઢી તેમાં જરુર મુજબ પાણી ઉમેરી તેમાં ડાયલ્યુટ કરી શકાય છે.

ટેસ્ટમાં તીખી, ટેન્ગી અને શિંગદાણાની નટી ફ્લેવર વાળી આ માઊથ વોટરિંગ ચટણી ફરાળમાં પણ લઈ શકાય છે.

આ ચટણી તમે ભોજનમાં – લંચ અને ડીનર સાથે, પાપડી ગાંઠીયા, સેંડવીચ, ઢોકળા, ચોળાફળી કે બ્રેડ પર પણ લગાવીને ખાઈ શકો છો. આલુ પરાઠા કે દાલ ચાવલ સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે. મોટા બાળકો પણ પોટેટો ચિપ્સ સાથે આ ટેસ્ટી ચટણી એંજોય કરી શકે છે.

ચટણી થીક બનતી હોવાથી અને સેલ્ફલાઈફ લોંગ હોવાથી લોન્ગ ટ્રાવેલિંગ કે પિકનીકમાં પણ સાથે લઈ જવી સરળ છે. તેની કોન્ટીટી વધારવા માટે તેને પાણી ઉમેરી ડાયલ્યુટ કરી શકાય છે. તેમે જે સ્નેક્સ કે લંચ, ડીનરમાં આ ચટણી લેતા હોવએ પ્રમાણે તેને પાણી ઉમેરી વધતા ઓછા પ્રમાણમાં ઘટ્ટ રાખી શકાય.

આ ચટણીમાં સાઈટ્રીક એસિડ અથવા લેમન જ્યુસ ઉમેરીને બનાવવામાં આવે છે, જે તેની સેલ્ફ લાઈફ એનહાંસ કરે છે.

અહિં હું પરફેક્ટ માપ સાથે રાજકોટની પોપ્યુલર ચટણીની રેસિપિ આપી રહી છું. તમે પણ ચોક્કસથી ઘરે બનાવવાની ટ્રાય કરજો. આ મલ્ટીપર્પઝ ચટણી સ્ટોર કરી રાખવાથી ખૂબજ ઉપયોગી બનશે.

રાજકોટની પોપ્યુલર ચટણી બનાવવા માટેની સામગ્રી :

  • 8 તીખા ફ્રેશ લીલા મરચા
  • 1 કપ કાચી મગફળી ( શિંગદાણા )ના દાણા
  • 1 ½ ટી સ્પુન સોલ્ટ
  • 1 ½ પિંચ હળદર પાવડર
  • ½ ટી સ્પુન સાઇટ્રીક એસિડ અથવા 3 ટેબલ સ્પુન લેમન જ્યુસ
  • 1 ટી સ્પુન ઓઇલ

રાજકોટની પોપ્યુલર ચટણી બનાવવા ની રીત :

સૌ પ્રથમ મરચાને ધોઇને સાફ કરી કોરા કરી લ્યો. હવે તેમાંથી તેનાં બધા સ્ટેમ્સ અને બી રીમુવ કરી લ્યો. અને તેને કાપીને મોટા ટુકડા કરી લ્યો. હવે તેને ગ્રાઇંડરના મોટા જારમાં મૂકો.

ત્યારબાદ તેમાં 1 કપ કાચી(શેક્યા વગર) મગફળી ( શિંગદાણા )ના દાણા ઉમેરો.

સાથે તેમાં 1 ½ ટી સ્પુન સોલ્ટ અને 1 ½ પિંચ હળદર પાવડર ઉમેરો. ( ચટણી નો કલર તમને ગમતો હોય એ પ્રમાણે હળદર પાવડર ઉમેરી શકાય).
ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન ઓઇલ ઉમેરો.

હવે તેમાં 3 ટેબલસ્પુન લેમન જ્યુસ અથવા ½ ટી સ્પુન સાઇટ્રીક એસિડ ઉમેરો.

સાઇટ્રીક એસિડનો ઉપયોગ કરતી વખતે તેમાં પાણી નહી ઉમેરતા ¼ કપ ઓઇલ ઉમેરી ગ્રાઇંડ કરવું. જરુર પડે તો 1 ટી સ્પુન જેટલું વધારે ઓઇલ ઉમેરી ગ્રાઇંડ કરો એટલે સરસ ચટણી ગ્રાઇંડ થશે.

( લેમન જ્યુસ ઉમેરવાથી તેમાં પાણી ઉમેરવું નહી પડે અને ગ્રાઇંડ કરવાથી ચટણીમાં પરફેક્ટ થિક્નેસ આવીને સરસ ગ્રાઇંડ થશે. તેથી હંમેશા લેમન જ્યુસ ઉમેરીને જ આ ચટણી બનાવવાનો આગ્રહ રાખવો. સાઇટ્રીક એસિડ ઘણા લોકોને માફક પણ નથી આવતું હોતું, આમ આરોગ્યની દ્રષ્ટિ એ જોઇએ તો પણ લેમન જ્યુસ હેલ્થ માટે સારુ છે અને ઓઇલ પણ ઓછું વપરાશે).

હવે જાર ઢાંકીને તેને 5-6 વાર ચર્ન કરી લ્યો એટલે બધી સામગ્રી અધકચરી ગ્રાઇંડ થઈ જશે.

ત્યારબાદ તેને સરખુ ગ્રાઇંડ કરી લ્યો. થોડો મગફળીનો ક્રંચ આવે એ રીતે ચતણી ગ્રાઇંડ કરો. જેથી ચટણી ખાતી વખતે તેમાં સરસ નટી ફ્લેવર આવે.
તો હવે આ પ્રમાણે ગ્રાઇંડ કરી લેવાથી રાજકોટની પોપ્યુલર ચટણી સર્વ કરવા માટે રેડી છે.

ઉપયોગમાં લેવી હોય તેટલી ચટણીને એક બાઊલમાં કાઢી જરુર મુજબ પાણી ઉમેરી જરુર મુજ્બ ઘટ્ટ બનાવો.

વધારાની ચટણી ગ્લાસના જારમાં કાઢી એર ટાઈટ કરી રેફ્રીઝ્રેટરમાં સ્ટોર કરો.

ફરાળ સાથે કે નોન ફરાળી સ્નેક્સ કે ભોજન સાથે સર્વ કરો. બધાને ખૂબજ સ્વાદિષ્ટ લાગશે.

તમે બધાએ રાજકોટની આ પોપ્યુલર ચટણીનો ટેસ્ટ કર્યો જ હશે આ વખતે આ ચટણી તમે ઘરે બનાવીને નવરાત્રીના ફરાળ, સ્નેક્સ કે ભોજનમાં સાથે લઈને એંજોય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *