સ્ટીમ્ડ રસમલાઈ કેક – રસમલાઈ કેકનું આ નવીન વર્જન ઘરમાં બધાને ખુબ પસંદ આવશે…

સ્ટીમ્ડ રસમલાઈ કેક 

રસ મલાઇ એ એક ખૂબજ સ્વાદિષ્ટ ઇંડિયન-બંગાળી ડેઝર્ટ છે. જે નાના મોટાને બધાને ખૂબજ ભાવતી સ્વીટ પણ કહી શકાય. માર્કેટમાં મળતી રસ મલાઇનો ટેસ્ટ તો બધાએ કર્યો જ હશે. પણ ઘરે બનાવેલી સ્ટીમ્ડ રસમલાઇ કેકનો ટેસ્ટ તો કંઈક ઓર જ છે. ઓછો સમય અને ઓછી સામગ્રીમાંથી બનતી કેક અને એલચી – કેશર તેમજ પિસ્તા-બદામવાળી રબડીના કોમ્બિનેશન સાથેનો ટેસ્ટ ખરેખર માઉથ વોટરિંગ છે.. ડીલીશ્યશ છે. આપ સૌ માટે હું અહીં ખુબજ સ્વાદિષ્ટ એવી સ્ટીમ્ડ રસ મલાઇ કેકેની રેસિપિ આપી રહી છું તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબજ ભાવશે. ગેસ્ટ આવ્યા હોય ત્યારે ભોજનમાં સ્વીટ તરીકે પણ બનાવી શકાય છે.

સ્પોંજ કેક બનાવવા માટેની સામગ્રી :

 • 1/3 કપ સ્મેલ લેસ ઓઇલ + 1 ટી સ્પુન ઓઇલ મોલ્ડને ગ્રીસ કરવા માટે
 • 1/3 કપ નોર્મલ દહીં
 • ½ કપ સુગર પાવડર
 • ½ ટી સ્પુન બેકીંગ સોડા
 • 1 ટી સ્પુન બેકીંગ પાવડર
 • 1 કપ મેંદો
 • ½ ટી સ્પુન એલચી પાવડર
 • 2 ડ્રોપ્સ લિક્વીડ યલો કલર
 • ½ +3 ટેબલ સ્પુન મિલ્ક – રુમ ટેમ્પરેચર પર હોય તેવું

રબડી બનાવવા માટેની સામગ્રી :

 • ½ લિટર ફુલફેટ મિલ્ક
 • ½ કપ મિલ્ક પાવડર
 • 4 ટેબલ સ્પુન સુગર
 • 1 ટી સ્પુન એલચી પાવડર
 • 10-15 કેશરના તાંતણા + 1 ટેબલ સ્પુન મિલ્ક
 • 1 ટેબલ સ્પુન પિસ્તાના સ્લિવર્સ
 • 1 ટેબલ સ્પુન આલ્મંડ સ્લિવર્સ
 • થોડી ડ્રાય રોઝ પેટલ્સ

સ્પોંજ કેક બનાવવાની રીત :

સૌ પ્રથમ મિક્ષિંગ બાઉલમાં 1/3 કપ ઓઇલ, 1/3 કપ નોર્મલ દહીં અને ½ કપ સુગર પાવડર લઈને મિક્ષ કરી લ્યો. હવે હેંડ બીટરથી 1 મિનિટ સુધી મિશ્રણનું ક્રીમી ટેક્સ્ચર થાય ત્યાં સુધી સ્પીડમાં સતત બીટ કરો.

હવે મિશ્રણ વાળા બાઉલ પર ચાળણી રાખી તેમાં 1 કપ મેંદો, ½ ટી સ્પુન બેકિંગ સોડા, 1 ટી સ્પુન બેકિંગ પાવડર ઉમેરી મિક્ષ કરી ચાળી લ્યો.

હવે બધું વેટ મિશ્રણ, હેંડ બીટરથી ડ્રાય મિશ્રણ સાથે બરાબર મિક્ષ કરી લ્યો. ત્યારબાદ ½ +3 ટેબલ સ્પુન રુમ ટેમ્પરેચર પર હોય તેવા મિલ્કમાંથી થોડું-થોડું મિલ્ક ઉમેરતા જઈ બીટરથી મિક્ષ કરો. કેક માટે પરફેક્ટ ફ્લોઇંગ કન્સીસટંસી થાય ત્યાં સુધી મિલ્ક ઉમેરતા જઈ સતત બીટ કરતા જવું.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન એલચી પાવડર અને 2 ડ્રોપ્સ લિક્વીડ યલો કલર ઉમેરી મિક્ષ કરી લ્યો. મોલ્ડને ઓઇલ કે ઘીથી ગ્રીસ કરી લ્યો.

કેક્ને સ્ટીમ કરવાની રીત :

હવે કડાઇમાં 1 ½ ગ્લાસ જેટલું પાણી ઉમેરી, તેમાં સ્ટેંડ મૂકી તેમાં ગ્રીસ કરેલું કેક મોલ્ડ મૂકો. કડાઇને મિડિયમ ફ્લૈમ પર મૂકી, તેમાં રહેલું પાણી ઉકળવા માંડે ત્યાંસુધી, તેમાંથી સ્ટીમ નીકળી ના જાય તેવું ઢાંકણ ઢાંકીને પ્રી હીટ કરો. ત્યારબાદ તેમાં કેક્નું મિશ્રણ પોર કરી દ્યો. મોલ્ડ જરા ટેપ કરી, તેનાં પર ઢાંકણ ઢાંકી દ્યો. લો મિડિયમ ફ્લૈમ પર 30 થી 35 મિનિટ સ્ટીમ કરો.

ઢાંકણ ખોલીને તેમાં ટુથપીક ઇંન્સર્ટ કરી ચેક કરી લ્યો. ટુથપીક ક્લીન બહાર આવે એટલે ફ્લૈમ ઓફ કરી મોલ્ડ તેમાંથી કાઢી લ્યો. જરુર પડે તો 10 મિનિટ વધારે સ્ટીમ કરો.

કેક બહાર કાઢીને 10 મિનિટ ઠંડી પડે એટલે ચપ્પૂ વડે મોલ્ડની સાઇડ્સથી છુટી કરી લ્યો. અને પ્લેટ્માં અનમોલ્ડ કરો.

રબડી બનાવવા માટેની રીત :

કેક સ્ટીમ થાય એ દરમ્યાનમાં રબડી બનાવી લ્યો. એક નોન સ્ટીક પેનમાં ½ લિટર ફુલ ફેટ મિલ્ક લ્યો. તેમાં ½ કપ મિલ્ક પાવડર ઉમેરો. થોડું ગરમ થાય એટલે તેમાં ½ કપ સુગર ઉમેરો. મિક્ષ કરી મિડિયમ ફ્લૈમ પર તવેથા વડે સતત હલાવતા રહો. બોટમ પર બેસી ના જાય અને ઉભરાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખો.

બોઇલ થતી રબડીમાં ઉપર થતી મલાઇની પરત, ફરતે સાઇડ્સમાંથી તવેથા વડે ઉખાડતા જઇ મિલ્ક્માં જ ઉમેરતા જાવ. મિલ્ક ઉકળીને 40% વોલ્યુમ થઈ જાય ( રબડી માટે પર્ફેક્ટ થીકનેસ )એટલે તેમાં એલચી પાવડર અને કેશર મિક્ષ કરેલું મિલ્ક ઉમેરી સરસ મિક્ષ કરી દ્યો. ત્યારબાદ 10 સેકંડ્સ સ્લો ફ્લૈમ પર રબડી ઉકાળી ફ્લૈમ ઓફ કરી દ્યો. ઠરશે એટલે થોડી વધારે થીક્નેસ આવશે.

હવે તેમાં પિસ્તા અને બદામના સ્લિવર્સ ઉમેરી દ્યો. રુમ ટેમ્પરેચર પર આવવા દ્યો.

સ્ટીમ્ડ રસમલાઇ એસેમ્બલ કરવાની રીત:

રુમ ટેમ્પરેચર પર આવી ગયેલી કેકને ફરી મોલ્ડમાં મૂકી તેને ફોર્ક વડે ઓલ ઓવર પ્રીક કરી લ્યો. જેથી તેમાં રબડી અંદર સુધી સોક થાય. તેના પર રુમ ટેમ્પરેચર પર આવી ગયેલી રબડી પોર કરી રબડીથી જ કવર કરી દ્યો. ફરી એકવાર ફોર્ક વડે પ્રીક કરી લ્યો. ત્યારબાદ તેના પર પિસ્તા અને આલ્મંડના સ્લિવર્સ સ્પ્રીંકલ કરો. તેના પર સ્ક્વેર કટ કરી લ્યો, જેથી રબડી અંદર સુધી સોક થાય.

સર્વ કરવા માટે માઉથ વોટરિંગ, ટેસ્ટી – હેલ્ધી સ્ટીમ્ડ રસમલાઇ કેક રેડી છે.

સર્વિંગ પ્લેટમાં 2 પીસ સ્ટીમ્ડ રસમલાઈ મૂકી તેના પર થોડી કોલ્ડ રબડી ફરીથી પોર કરો. થોડા પિસ્તા, આલ્મંડના સ્લિવર્સ અને રોઝ પેટલ્સથી ગાર્નીશ કરી ઠંડી ઠંડી સર્વ કરો.

ઘરે આવેલા મહેમાનો અને ઘરના બધા લોકો ને આ હેલ્ધી અને સ્વાદિષ્ટ સ્ટીમ્ડ રસમલાઇ કેક ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *