રવાના ઢોકળા – દરેક ગુજરાતીના ઘરમાં બનતા ઢોકળા આજે શીખો દિગનાબેન પાસેથી…

ઢોકળા ગુજરાતીઓને પસંદ ના હોય તે શક્ય જ નથી. ગુજરાતી ઢોકળા તો હવે દેશ-દુનિયામાં જાણીતા થઈ ગયા છે. તો ઢોકળામાં પણ વેરિએશન આવે તો ખાવામાં મજા પડી જાય. અચાનક મહેમાન આવી જાયને નાસ્તામાં કંઈ ના હોય તો ચિંતા ન કરો. ફટાફટ રવાના ઢોકળા ઉતારી લો. અને બાળકો ને ટિફિન માં અપાય એવી વાનગી છે .તો જાણી લો એમની રીત …..

સામગ્રી :

  • – 1 મોટો વાટકો રવો (સોજી)
  • – 4-5 ચમચી દહીં અથવા છાશ
  • – 1 ટીસ્પૂન આદુ-લસણ-લીલા મરચાંની પેસ્ટ
  • – 2 ટીસ્પૂન લીંબુનો રસ
  • – 1 ટીસ્પૂન જીરુ
  • – તેલ
  • – મીઠું સ્વાદ પ્રમાણે
  • – 1 ટીસ્પૂન ઈનો
  • – 1/4 ટીસ્પૂન રાઈ
  • – 1 ચમચી તલ
  • – લીમડો
  • – કોથમીર
  • – ચપટી લાલમરચું
  • – ચપટી ધાણાજીરું

રીત :

સ્ટેપ :1

રવામાં દહીં અથવા છાશ ઉમેરી ને પાણીમાં અડધો કલાક પલાળી રાખો. પછી તેમાં આદુ-મરચા અને લસણની પેસ્ટ ઉમેરો. આદુ-મરચાં અને લસણની પેસ્ટ બનાવતી વખતે તેમાં 1 ચમચી જીરુ નાખીને પેસ્ટ બનાવવી. ત્યાર બાદ ખીરામાં લીંબુનો રસ અથવા 3 ટી સ્પૂન ગરમ તેલ ઉમેરો ફેંટો.

સ્ટેપ :2

ઢોકળા ઉતારવા હોય ત્યારે ઉપરથી ઈનો ઉમેરી અને બરાબર હલાવી પછી થાળી માં પાથરવું … એટલે એકદમ સોફ્ટ થશે .

સ્ટેપ :3

એક થાળીમાં તેલ લગાવીને રવાનું ખીરું પાથરો. અને ઢોકળાના કૂકરમાં 10-15 મિનિટ માટે ચડવા દો. અને ઉપરથી મરચું પાવડર અને ધાણાજીરું ભભરાવું .ઢોકળા બરાબર બફાઈ જાય એટલે ઉતારી લો. ઠંડા પડે એટલે કાપા પાડી લો.અને એમનેમ પણ સર્વ ચટણી સાથે સર્વ કરી શકો છો .

સ્ટેપ :૪

અને મેહમાન આવે અથવા તમને વાઘરેલાં ભાવે તો વાઘરી શકો છો એને માટે તમે એક કડાઈમાં તેલ, રાઈ, લીમડો અને તલ નાખીને વઘાર કરી લો. પછી ગરમ ગરમ ઢોકળાં સૉસ કે લીલી ચટણી સાથે સર્વ .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *