રાઈસ એન્ડ ચીઝ આલૂ ટીક્કી – વિકેન્ડ પર શું નવીન બનાવશો એવું વિચારી રહ્યા છો? આ રહ્યો બેસ્ટ ઓપ્શન…

દરેક ગૃહિણી કઈ પણ વાનગી બનાવેલી બચી હોય તેનો ઉપયોગ કરી ને કંઈક બીજી વાનગી કેમ બનાવવી તે બહુ સારી રીતે જાણતી હોય છે જેના થી બચેલી વાનગી નો બગાડ પણ ન થાય અને કૈક અલગ નવી ડીશ પણ ખાવા મળે , તો આજે આપણે એવી જ કૈક રેસીપી જોઇશુ તે છે રાઈસ એન્ડ ચીઝ આલૂ ટીક્કી અહીં મેં બચેલા ભાત નો ઉપયોગ કરી ને ટીક્કી બનાવી છે, જે ખુબજ ઝડપ થી બનશે અને સ્વાદિષ્ટ પણ , બાળકો ને તો ખાસ બનાવી આપજો . તો ચાલો સામગ્રી અને રીત જોઈ લઈએ.

૧.૫ બાફેલા બટેકા

૧ કપ – બનાવેલા રાઈસ ( અહીં તમે જેટલા ભાત બચ્યા હોય તેટલા લેવા અને મસાલા તે પ્રમાણે વધારે ઓછા કરવા)

૧ – લીલું મરચું જીણું સમારેલું

૧/૨ કપ – કોથમીર જીણી સમારેલી

૧ ચમચી – લાલ મરચું પાવડર

૧ ચમચી – મીઠું

૧ ચીઝ ક્યુબ

૩-૪ ચમચી તેલ

કોર્ન – ફ્લોર

બ્રેડ ક્રમ્બ્સ


સૌ પ્રથમ બાઉલ માં બટેકા ને મસળી લો , તેમાં ભાત નાખો , ચીઝ ખમણી લો , મીઠું , લાલ મરચું પાવડર , લીલું મરચું અને કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરી લો.


હવે તમારી હથેળી માં થોડું તેલ લગાવી તૈયાર કરેલ સ્ટફ માંથી ટીક્કી બનાવી લો, પછી એક બાઉલ માં કોર્ન ફ્લોર અને એક બાઉલ માં બ્રેડ ક્રમ્બ્સ લો , ટીક્કી ને પેહલા કોર્ન ફ્લોર માં રગદોળી લો પછી બ્રેડ ક્રમ્બ્સ માં રગદોળી લો ,

બીજી રીતે કોર્ન ફ્લોર માં પાણી નાખી ને પેસ્ટ જેવું પણ બનાવી શકો .


હવે એક નોન સ્ટિક પેન માં તેલ ગરમ કરો , તેલ ગરમ થાય એટલે એમાં એક પછી એક ટીક્કી નાખી અને સેલો ફ્રાય કરી લો , બંને બાજુ બરાબર શેકાય જાય ત્યાં સુધી શેકો. આ રીતે બધી જ ટીક્કી ને સેલો ફ્રાય કરી લો.


બસ તૈયાર છે તમારી ચીઝી ટીક્કી , કેચપ કે ચટણી સાથે ખાઓ. તો આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો અને કોમેન્ટ માં કેવી લાગી તે જણાવજો. ફરી મળીએ નવી રેસીપી સાથે.


રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

રેસીપી વિડીઓ અત્યારે જ જુઓ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *