કેરી – ફળોનો રાજા સ્પર્ધા – કાચી કેરી આઈસ્ક્રીમ – પાકી કેરીનો આઈસ્ક્રીમ તો ખાતા હશો આજે બનાવતા શીખો કાચી કેરીનો આઈસ્ક્રીમ..

💖💖કાચી કેરી આઈસ્ક્રીમ 🍧🍧🍧

આઈસ્ક્રીમ તો તમે ઘણી જાતના ખાધા હશે પણ કાચી કેરી નું આઈસ્ક્રીમ એકદમ અલગ જ છે. થોડું ખાટું …થોડું મીઠું….પણ એકદમ યમ્મી….😋😋😋 નાના મોટા સૌને ભાવે તેવું આઈસ્ક્રીમ છે.

💚💚સામગ્રી :

અમૂલ ફ્રેશ ક્રીમ ( એકદમ ઠંડુ) – ૨૫૦ ગ્રામ

મિલ્કમેઈડ – ૧/૩

દૂધ – ૧ કપ

કાપેલી કાચી કેરી – ૧ કપ

કોર્ન ફ્લોર – ૧ નાની ચમચી

ખાંડ – ૧/૨ કપ

પાણી – ૧/૨ કપ

કાપેલા ડ્રાયફ્રુટ – ૨ મોટી ચમચી

💚💚રીત :


સ્ટેપ – ૧ : એક પેણીમાં ૧ કપ દૂધ લેવું. તેમાંથી ૧ ચમચી દૂધ કાઢી લેવું. તેમાં કોર્નફ્લોર મિક્સ કરવો. બાકીનું દૂધ ગરમ કરવા મૂકવું.

સ્ટેપ – ૨ : દૂધ ગરમ થાય પછી તેમાં કોર્નફ્લોરવાળું દૂધ ઉમેરવું. ૨ મિનિટ મીડિયમ ગેસ પર થવા દેવું. પછી તેને એક વાસણમાં કાઢી લેવું.

સ્ટેપ – ૩ : બીજી પેણીમાં ૧ કપ કાપેલી કેરી , ૧/૨ કપ ખાંડ અને ૧/૨ કપ પાણી લેવું. ૭ થી ૮ મિનિટ મીડિયમ ગેસ પર થવા દેવું. કેરી નરમ થાય પછી તેને બીજા વાસણમાં કાઢી લેવી.

સ્ટેપ – ૪ : કેરીનું મિશ્રણ ઠંડુ પડે પછી તેને મિક્સરમાં વાટી લેવું.

સ્ટેપ – ૫ : એક વાસણમાં અમૂલ ફ્રેશ ક્રીમ લેવું. તેને ૭ થી ૮ મિનિટ ફુલ સ્પીડ પર બીટ કરવું.

સ્ટેપ – ૬ : જયારે ક્રીમ ઘટ્ટ થાય ત્યારે તેમાં મિલ્કમેઈડ , કોર્નફ્લોર વાળું દૂધ અને કેરીની પેસ્ટ મિક્સ કરવી.

સ્ટેપ – ૭ : આ મિશ્રણને એરટાઈટ ડબ્બામાં ભરી દેવું.

સ્ટેપ – ૮ : ૧૦ થી ૧૨ કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવું.

સ્ટેપ – ૯ : ઉપર કાપેલા ડ્રાયફ્રુટ નાંખીને પીરસવું.

💚💚 નોંધ :

ટોતાપૂરી કેરીનો જ આ આઈસક્રીમ બનાવવા માટે ઉપયોગ કરવો.


સ્પર્ધક : ડીમ્પલ પટેલ (સુરત)

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *