કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો હલવો, શીરો તો તમે બનાવતા જ હશો હવે બનાવતા શીખો આ મેંગો હલવો.

મારા બાળકો ને હલવો બહુજ ભાવે છે રોજ હું અલગ અલગ રીતે હલવો તો બનાવીને ખવડાવું છું, પણ ઉનાળામાં માં કેરી ની સીઝન ચાલે છે મને વિચાર આવ્યો કે કેરી મિકસ કરી ને હલવો બનાવીને ખવડાવું,, આજે આપણે જોઈશું હલવો કેવી રીતે બનાવો.

# મેંગો હલવો#

#સામગ્રી#

પાકી કેરી કેસર:2 નંગ નાની કટ કરેલી

સોજી: એક કપ

દૂધ: 1:4 કપ ગરમ કરેલુ

ખાંડ: 1/4 કપ

મિક્ષ ડ્રાય ફ્રુટ કાજુ, બદામ, પીસ્તા, કતરણ : 3 ચમચી

એલચીનો ભુકો :2 ચમચી

ઘી: 4 થઈ5 ચમચી

સજાવટ માટે: કેરી ના નાના ટુકડા, મિક્ષ ડ્રાયફ્રુટ

(1)સૌ પ્રથમ આપણે ગેસ ચાલું કરીને એક પેન મૂકીને ઘી ગરમ કરવા મૂકવું. તેમાં સોજી નાખીને મિક્ષ કરવું.

(2) પછી સોજી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેમાં કેરી ના ટુકડા નાખવા.

(3)પછી તેમાં દુધ નાંખવું, એક દમ મિકસ કરી દેવું.


(4) પછી દુધ બળી જાય પછી તેમાં ખાંડ નાખવી.


(5) પછી તેમાં ડ્રાયફ્રુટ નાંખવું


(6)પછી તેમા એલચીનો ભૂકો નાંખવો


(7) પછી એક દમ મીક્સ કર્યા બાદ હલવો ઠંડો થાય પછી પ્લેટ માં કેરી ના ટુકડા ને ડ્રાય ફ્રુટ થી સર્વ કરવું.

(8) આ હલવો આપણે બાળકોને બનાવીને આપી શકીએ છીએ.

# નોંધ આ હલવા માં કેરી નો રસ નાખીને બનાવી શકાય છે.

સ્પર્ધક : ફોરમ ભોજક


તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *