કેરી – ફળોનો રાજા સ્પર્ધા – મેંગો અપ્પમ – કેરીનો રસ અને બીજી વાનગીઓ તો ખાતા હશો પણ શું તમે અપ્પમ ક્યારેય ચાખ્યા છે?

મેંગો અપ્પમ

# પરિચય : હેલો ફ્રેન્ડ્સ. કેરી ની વાનગી માં આજ હું લય ને આવી છું કેરી ના અપ્પમ. કેરી માંથી આપણે મોસ્ટલી કેરી નો રસ અને પુરી આ જ બનાવતા હોયે પણ આજ મેં કઈ નવું કરવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખું છું કે તમને ગમશે.

#સામગ્રી

કેરી: ૧ નંગ પલ્પ કરી લેવો

ખાંડ: ૩ચામચી

દૂધ:૧ કપ

રવો: ૧કપ

સાજીના ફૂલ: ચપટી

ટોપરું: (ઝીણું) અડધો કપ

બૂરું ખાંડ: સજાવવા માટે

તેલ: ગ્રીસ કરવા માટે

# રીત:

સ્ટેપ 1: સૌપ્રથમ ૧વાટકી માં રવો લય તેના પર કેરી નો પલ્પ નાખી. તેના પર ખાંડ નાખી મિક્સ કરવું.

સ્ટેપ 2: હવે તેના પર થોડું થોડું દૂધ નાખી હલાવતા જવું.

સ્ટેપ 3: હવે તેમાં ટોપરું ઉમેરી મિક્સ કરવું.હવે તેને થોડી વાર રેસ્ટ આપવો.

સ્ટેપ 4: : હવે તેમાં સાજીના ફૂલ કે ઇનો નાખી એકદમ મિક્સ કરવું

સ્ટેપ 5: હવે અપ્પમ ના પેન ને ગ્રીસ કરી ગરમ કરવા મૂકવું

સ્ટેપ 6 :હવે તેમાં ચમચી ની મદદ થી ખીરું ભરવું અને ઢાંકી ૨ મિનિટ ને ચડવા દેવું.

સ્ટેપ 7: હવે તેને પલટાવી પાછું ૨ મિનિટ ચડવા દેવું હવે તેને સેર્વિંગ પ્લેટ માં લય બૂરું ખાંડ થી ગાર્નિશ કરી સર્વે કરવું.

તો ચાલો આપણે આનંદ માણીયે માંગો અપ્પમ નો …

#નોંધ: આમ તમે ઈલાયચી પાવડર પણ નાખી શકો.તેના થી પણ ટેસ્ટ સરસ આવે છે

સ્પર્ધક : હર્ષા વિમલ તન્ના‎

તમને આ રેસીપી કેવી લાગી તેનો અભિપ્રાય જરૂરથી આપજો, રસોઈની રાણીની આ ખાસ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *