શાકભાજીનું અથાણું – ૫ મિનીટ મા બનસે અને સ્વાદ મોઢા મા રહી જશે…

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “શિયાળું સ્પેશિયલ માત્ર ૫ જ મિનિટમાં બની જઈ એવું શાકભાજીનું અથાણું” જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે?? ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ એવું ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું અથાણું રોટલી સાથે પણ ખવાઈ એવું મસ્ત મજેદાર લાગશે.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થયા જ કરશે.ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને ખૂબ જ ભાવશે.ખાધા પછી પણ સ્વાદ દાઢે જ વળગી જશે.એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૧/૨ કપ ફુલાવર ઝીણું સમારેલું
  • ૧/૨ કપ ગાજર લાબું સમારેલું
  • ૧/૩ કપ ફાંસી
  • ૧/૪ કપ આદુ લાબું સમારેલું
  • ૧/૩ કપ વટાણા
  • ૪ લીલા મરચા લાંબી ચીરી
  • ૧/૪ કપ રાઈ ના કુરિયા
  • ૧ ટી સ્પૂન મીઠું
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧ લીંબુ નો રસ
  • ૧ ટેબલ સ્પૂન તેલ

રીત :

૧. મિક્સી માં રાઈ ને બરોબર વાટી લેવી.

૨. હવે એક બાઉલ માં પીસેલી રાઈ, મીઠું, હળદર અને લીંબુ નો રસ ઉમેરી ને હાથ થી ફીણી લેવું.

૩. હવે બધા શાક ભાજી ઉમેરી ને સરસ મિક્સ કરી લો.

૪. ઉપર થી તેલ ઉમેરો અને જરૂર લાગે તો મીઠું ઉમેરો. ખટાશ ઓછી હોય તો લીંબુ પણ ઉમેરવું.

૫. અથાણાં ને એક રાત રહેવા દેવું

૬. આ અથાણું ફ્રિજ માં રાખવું.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *