સોજી આલુ મસાલા પુરી – અંદરથી સોફ્ટ અને બહારથી ક્રીસ્પી બનતી આ પુરી બધાને ખૂબજ ભાવશે.

સોજી આલુ મસાલા પુરી :

જમવા માટે કે નાસ્તા માટે બધા ઘરમાં ઘઉંના લોટની પુરી અવારનવાર બનતી જ હોય છે. ક્યારેક મસાલા વગરની પુરી તો ક્યારેક મસાલાવાળી પુરી બનાવવામાં આવતી હોય છે. મેંદામાંથી નાસ્તા માટેની ક્રીસ્પી પુરી બનાવી શકાય છે. ફરાળ માટે રાજગરાની પુરી બનાવવામાં આવે છે. પિસ્તા, બદામ કે શિંગની સ્વીટ પુરી પણ બનાવવામાં આવે છે. તેને ફરાળમાં લઈ શકાય છે. આ ઉપરાંત પુરી માટેના અનેક વેરિયેશન છે.

Advertisement

અહીં હું આપ સૌ માટે સોજી અને ઘઉંના લોટ સાથે બટેટા તથા થોડા સ્પાયસીસ મિક્ષ કરીને સોજી આલુ મસાલા પુરી બનાવાવા માટેની રેસિપિ આપી રહી છું. તમે મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. ખૂબજ સ્વાદિષ્ટ, અંદરથી સોફ્ટ અને બહારથી ક્રીસ્પી બનતી આ પુરી બધાને ખૂબજ ભાવશે. હલકી, ફુલેલી તેમજ ટેસ્ટી એવી આ પુરી કોઇ પણ સબ્જી વગર, મસાલા કર્ડ કે ચા સાથે બ્રેક્ફાસ્ટ્માં પણ લઈ શકાય છે. ઘરે આવેલા મહેમાનોને બ્રેકફાસ્ટમાં કર્ડ, રાયતુ કે તમે ઇચ્છો તો આલુ સબ્જી કે છોલે સાથે સર્વ કરી શકાય છે.

સોજી આલુ મસાલા પુરી બનાવવા માટેની સામગ્રી :

Advertisement
 • 1 ½ કપ ઘઉંનો જીણો લોટ
 • ½ કપ સોજી
 • 1 કપ હુંફાળું ગરમ પાણી
 • ¼ ટી સ્પુન કાળા તલ
 • 2 બાફેલા બટેટા
 • 2 લીલા બારીક સમારેલા મરચા
 • પિંચ હિંગ
 • ½ ટી સ્પુન હળદર પાવડર
 • 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર અથવા ચિલિ ફ્લેક્સ
 • ½ ટી સ્પુન આખુ જીરુ
 • ½ ટી સ્પુન અધકચરા કરેલા અજમા
 • 1 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
 • 1 ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ
 • 1 ટી સ્પુન ઓઇલ- કણેક માટે
 • ઓઇલ – પુરી ડીપ ફ્રાય કરવા માટે

સોજી આલુ મસાલા પુરી બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ બટેટા પ્રેશર કૂક કરીલ્યો. કુકર ઠરે અટલે બટટા બહાર કાઢી તેની છાલ કાઢી તેને ખમણી લ્યો. એક બાજુ રાખો.

Advertisement

હવે એક મિક્સીંગ બાઉલ લઈ તેમાં ½ કપ સોજી ઉમેરો. તેમાં 1 કપ હુંફાળું ગરમ પાણી ઉમેરી મિક્સ કરો. તેથી સુજી જલ્દીથી ફુલી જશે. સોજી લોટ બંધવા માટે પ્રોપર સોફ્ટ થઇ જશે. હવે આ સોજી અને પાણીના મિશ્રણને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપો. જેથી સોજી સરસ ફુલીને સોફ્ટ થઇ ગઇ હશે. અને બધું પાણી સોજીમાં એબ્સોર્બ થઈ લચકા પડતું થઈ ગયું હશે.

હવે પલળેલી સોજીમાં બાફીને ખમણેલા બટેટા ઉમેરો.

Advertisement

ત્યારબાદ તેમાં ¼ ટી સ્પુન કાળા તલ, પિંચ હિંગ, ½ ટી સ્પુન હળદર પાવડર, 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર અથવા ચિલિ ફ્લેક્સ, ½ ટી સ્પુન આખુ જીરુ, ½ ટી સ્પુન અધકચરા કરેલા અજમા અને 1 ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ ઉમેરો.

હવે તેમાં 2 લીલા બારીક સમારેલા મરચા અને 1 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી ઉમેરો.

Advertisement

બધાં સ્પાયસીસ અને ખમણેલા બટેટા સોજીના મિશ્રણ સાથે મિક્ષ કરવાથી સરસ સ્પાયસી મિશ્રણ બનશે.

ત્યારબાદ આ બનેલા મિશ્રણમાં, 1 ½ કપ ઘઉંનો જીણો લોટ લઇ થોડો થોડો ઉમેરતા જઇ, મસળતા જઈ, સોફ્ટ કણેક બાંધો. જરુર પડે તો થોડો વધારે લોટ ઉમેરી શકાય.

Advertisement

હવે બનેલી કણેક પર 1 ટી સ્પુન ઓઇલ મૂકી જરા મસળી 10 મિનિટ ઢાંકી રેસ્ટ આપો.

ત્યારબાદ ઢાંઅક્ણ ખોલીને ફરી જરા મસળી લ્યો.

Advertisement

તેમાંથી થોડી જાડી પુરી બને તેવા લુવા બનાવો. બધા લુવા પર ઓઇલ લગાવી દ્યો. જેથી લુવા સરસ સોફ્ટ રહેશે અને વણવામાં સરળ રહેશે.

લુવા સોફટ હોવાથી પુરી વણતી વખતે રોલિંગ બોર્ડ અને રોલિંગ પીન પર ઓઇલ લગાવી દેવું. તેના પર એક લુવુ મૂકી જાડી થોડી પુરી વણવી. પાતળી રેગ્યુલર વણી હશે તો બરાબર ફુલશે નહી.

Advertisement

આ પ્રમાણે બધા લુવામાંથી થીક પુરીઓ વણી લ્યો.

પુરી ડીપ ફ્રાય કરવા માટે લોયામાં ઓઇલ ગરમ મૂકો. આ પુરી ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ એકદમ ગરમ હોવું જરુરી છે.

Advertisement

ઓઇલ એકદમ ગરમ થાય એટલે તેમાં પુરી ઉમેરો. પુરી ઉપર આવે એટલે હલકા હાથે જારા વડે પુરી પ્રેસ કરતા જવાથી સરસ ફુલી જઇ નીચેથી સરસ ક્રીસ્પી અને ગોલ્ડન કલરની થઈ જશે.

હવે ફુલેલી પુરીને ફ્લિપ કરી બીજી બાજુ પણ ક્રીસ્પી અને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લ્યો.

Advertisement

પુરીને જારામાં લઈ ઓઇલ નિતારી પ્લેટમાં ટ્રાંસફર કરો. આ પ્રમાણે બધી સોજી આલુ મસાલા પુરી ડીપ ફ્રાય કરી લ્યો.

ખૂબજ સ્વાદિષ્ટ, બહારથી ક્રીસ્પી અને અંદરથી સોફ્ટ એવી સોજી આલુ મસાલા પુરી સર્વ કરવા માટે રેડી છે. માત્ર કર્ડ અને અથાણૂં સાથે પણ આ પુરી ખૂબજ ટેસ્ટી લાગશે. નાના મોટા બધાને સાવારના નાસ્તામાં ખૂબજ ભાવશે.

Advertisement

તમે પણ તમારા રસોડે આ સોજી આલુ મસાલા પુરી એકવાર ચોક્કસથી બનાવજો. ત્યારબાદ આ ટેસ્ટી પુરી તમારા રસોડે વારંવાર બનવા લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

Advertisement

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *