સોયાવડી નું સલાડ – પ્રોટીનથી ભરપૂર એવું સોયાવડીનું સલાડ બનાવતા શીખો આ વિડિઓ રેસિપી દ્વારા…

સોયાવડી નું સલાડ

આજે આપણે પ્રોટીન થી ભરપૂર એવું સોયાવડી નું સલાડ બનાવની રેસીપી જોઇશુ , સોયાવડી એ પ્રોટીન થી ભરપૂર છે , તેમાં ઓમેગા ૩ ફેટી એસિડ સારા પ્રમાણ માં હોય છે અને ફાઈબર પણ રહેલું છે , તો ચાલો આજે ટેસ્ટી અને હેલ્થી એવું સલાડ બનાવીએ.

સામગ્રી

  • સોયાવડી પલાળવા
  • ૧ કપ સોયાવડી
  • ચપટી મીઠું
  • એક ગ્લાસ પાણી
  • ૨ ચમચી તેલ
  • ૧/૪ ચમચી જીરું
  • ૧/૪ ચમચી હળદર
  • ૧ લીલું મરચું – સ્લાઈસ કરેલું
  • ૧ ડુંગળી – સ્લાઈસ કરેલી
  • ૧ કેપ્સિકમ – સ્લાઈસ કરેલું
  • ૧ જીણું સમારેલું ટામેટું
  • મીઠું – સ્વાદ મુજબ
  • અડધી ચમચી – લાલ મરચું પાઉડર
  • અડધી ચમચી આમચૂર પાઉડર
  • ૨ ચમચી – ટમેટો કેચપ
  • જીણી સમારેલી કોથમીર

સૌ થી પેલા એક બાઉલ માં ૧ ગ્લાસ ગરમ પાણી લઇ લો ,   તેમાં ૧ કપ સોયાવડી નાખી, ચપટી મીઠું નાખી અને ૧૦ – ૧૫ મિનિટ માટે પલાળી દેવાની છે ,

ત્યાં સુધી એક પેન માં ૨ ચાચી તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે ૧/૪ ચમચી જીરું નાખો , ત્યાર બાદ હળદર , લીલું મરચું , ડુંગળી , કેપ્સિકમ નાખો , બધી વસ્તુ ને સાંતળી લો ૨ મિનિટ સુધી .

ત્યાર બાદ જીણું સમારેલું ટામેટું નાખી દો , મિક્સ કરી અને ૧ મિનિટ સુધી કુક થવા દેવાનું છે , ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું , લાલ મરચું પાઉડર , આમચૂર પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો

. હવે સોયાવાડી પલાળવા મૂકી હતી તેમાં થી પાણી નિતારી અને એક ડીશ માં લઇ લો. પાણી નીતારેલી સોયાવડી ને મસાલા માં મિક્સ કરી લો . બરાબર મિક્સ થઇ જાય એટલે ૧ મિનિટ જેવું સોયાવડી ને કુક થવા દેવાની છે , ત્યાર બાદ તેમાં ૨ ચમચી ટામેટા કેચપ નાખી અને બરાબર મિક્સ કરી લો.

ગેસ બંધ કરી અને ઉપર થી જીણી સમારેલી કોથમીર નાખી અને મિક્સ કરી લો. બસ તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્થી એવું સોયાવડી નું સલાડ . આ સલાડ તમે સ્ટાર્ટર માં કે સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો. બાળકો ને પણ આ હેલ્થી એવું સલાડ બનાવી ને ખવડાવો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *