મોમાં મુકતા જ પીગળી જાય તેવી સુખડી – પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ રેસિપી…

આજે આપણે મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી સુખડી બનાવીશું.આ માપ થી તમે સુખડી બનાવશો તો એકદમ પરફેક્ટ તમારી સુખડી બનશે તો તમે ચોક્કસથી બનાવજો.

સામગ્રી :

  • ઝીણો ઘઉં નો લોટ
  • ઘી
  • ગોળ

રીત

1- આપણે બે કપ ઝીણો ઘઉંનો લોટ લઈશું ત્યારબાદ એક કપ ઘી લઈશું એટલે કે જેટલો લોટ લીધો છે તેનાથી અડધું ઘી લઈશું ત્યારબાદ એક કપ ગોળ લઈશું તમે કોઈપણ વાડકી સેટ કરી શકો છો.

2- આપણે લોટ થી અડધો ગોળ લેવાનો છે,તમારે જે પ્લેટ માં સુખડી બનાવવાની હોય તે પ્લેટને ઘી થી ગ્રીસ કરી લેવાની છે હવે એક કડાઈમાં ઘી લઈ લઈશું ઘી હલકું ગરમ થાય એટલે હવે ઘી અને લોટ ને સારી રીતે મિક્સ કરી લઈશું,ગેસ આપણે એકદમ ધીમો રાખીશું. હવે આ લોટ ને એકદમ સરસ શેકી લઈશું ધીમા ગેસ પર.

3- સુખડી બનાવતી વખતે લોટ ને સરસ રીતે શેકવો ખૂબ જરૂરી છે નઈ તો કાચા લોટ નો ટેસ્ટ આવશે.જેમ જેમ શેકાશે તેમ તેમ ઘી છૂટું પડશે અને લોટ ઢીલો પડી જશે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે લોટ હલાવામાં પણ હળવો થઈ ગયો છે.

4- હવે પાચ થી સાત મિનિટ માટે તમારો લોટ શેકાય ને તૈયાર થઈ જશે લોટ નો કલર બદલાઈ જાય અને સુગંધ પણ આવવા લાગે એટલે સમજવાનું કે લોટ શેકાય ગયો છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે લોટ સરસ શેકાય ગયો તો આપણે ગેસ બંધ કરી લઈશું.

5-તેને સતત હલાવતા રહીશું હવે આ મિશ્રણ ને અડધી મિનીટ ઠંડુ કરી લઈશું જો તમે એકદમ ગરમ ગરમ માં ગોળ નાખશો તો સુખડી કડક થઇ જશે તો હવે અડધી મિનીટ જેવું થઈ ગયું છે તો હવે ગોળ એડ કરી લઈશું.

6- હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી ગોળ બધું સરસ મિક્સ થઈ જાય હવે થાળી માં સારી રીતે પાથરી લઈશું અને સેટ કરી લઈશું હવે ગરમ છે ત્યાં સુધી તેને કટ કરી લઈશું ગરમ હોય ત્યારે કટ આપીએ તો સહેલાય થી કટ થઈ જાય.

7- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી એકદમ સોફ્ટ સુખડી તૈયાર થઈ ગઈ છે લોટ પણ આપણો સરસ રીતે શેકાય ગયો તો તમે પણ આ સુખડી બનાવો ત્યારે લોટ સારી રીતે શેકાય તેનું ખાસ ધ્યાન રાખજો,તો તમે ચોક્કસ થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *