સ્કૂલ શરૂ થઈ ગઈ છે તો બાળકોને નાશ્તામાં આપો આ ઘરે જ બનાવેલા સીંગ ભુજિયા..

સીંગ ભુજિયા સ્પાઇસી હોય છે. અને બાળકોને તે ખુબ ભાવતા હોય છે. અને આપણે અવારનવાર ગ્રોસરી સ્ટોર પરથી દર મહિને તેના 4-5 પેકેટ તો ઉઠાવીને ટ્રોલીમાં નાખી જ દેતા હોઈએ છીએ. પણ આ મહિને તેમ ન કરતાં પણ આ વખતે ઘરે જ સીંગ ભુજિયા ટ્રાય કરો.

સીંગ ભુજિયા બનાવવા માટેની સામગ્રી

2 કપ સીંગ દાણા

5 મેટી ચમચી ચણાનો લોટ

4 મોટી ચમચી ચોખાનો લોટ

¼ ચમચી હળદર

1 નાની ચમચી મરી પાઉડર

મીઠુ સ્વાદ પ્રમણે

¼ ચમચી ગરમ મસાલો

1 નાની ચમચી ધાણાજીરુ પાઉડર

1 મોટી ચમચી લાલ મરચુ પાઉડર

સીંગ ભુજિયા બનાવવા માટેની રીત

હવે એક બોલ લેવો તેમાં બે કપ સીંગદાણા એડ કરવા.

હવે તેમાં 5 મોટી ચમચી ચણાનો લોટ, 2 મેટી ચમચી ચોખાનો લોટ, પા ચમચી હળદર, એક નાની ચમચી મરી પાઉડર અને સ્વાદ સાર મીઠું એડ કરવું.

હવ તેમાં પા ચમચી ગરમ મસાલા પાઉડર, 1 નાની ચમચી ધાણાજીરુ, એક મોટી ચમચી લાલ મરચુ પાઉડર એડ કરવા. આ બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી દેવી.

કર્યા બાદ તેમાં ચમચી-ચમચીએ પાણી એડ કરીને હલાવતા રહેવું. વધારે પાણી ન નાખવું તેનાથી તમારી સમગ્ર રેસિપી બગડી શકે છે.

યોગ્સ કન્સીસ્ટન્સી થાય ત્યાંસુધી જ પાણી ઉમેરવું અને તેને હલાવતા રહેવું. જેથી કરીને લોટના લંગ્સ ન રહે અને તે બધું જ સીંગદાણાને બરાબર કવર થઈ જાય. હવે તેને 5 મીનીટ રેસ્ટ કરવા માટે મુકી દેવું.

પાંચ મિનિટના રેસ્ટ બાદ તેમાં 2 મોટી ચમચી ચોખાનો લોટ એડ કરી દેવો.

હવે તેને હાથેથી બરાબર મિક્સ કરી લેવું. તે દરમિયાન તેલ ગરમ કરવા મુકી દેવું.

તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલા કોટેડ સીંગદાણા હાથમાં લઈ એક એક સીંગદાણાને તેલમાં તળવા.

આ ઉપરાંત તમે બન્ને હાથનો યુઝ કરીને એક એકસીંગદાણાને છુટ્ટા પાડીને પણ એડ કરી શકો છો.

આ ઉપરાંત બીજી રીત એ છે કે એક ચમચીમાં સીંગદાણા સાથેનું ખીરુ લેવું અને તેને છરીથી એક એક કરીને છુટ્ટા પાડી પાડીને તેલમાં એડ કરીને તળી શકો છો. પણ હાથેથી સીંગદાણાને છુટ્ટા કરીને તળવા વધારે સરળ રહે છે.

હવે તેને મિડિયમ ફ્લેમ પર 5 મિનીટ તળાવા દેવું. સાથે સાથે તેને હલાવતા પણ રહેવું. પાંચ મિનિટ બાદ સીંગ ભુજિયા ક્રિસ્પિ થઈ જશે. તમે તેને બહાર કાઢશો ત્યારે જ તમને તે ક્રિસ્પી લાગશે.

તો તૈયાર થઈ ગયા છે સિંગ ભુજિયા. હવે તમે ઉપરથી પણ તેનો મસાલો કરી શકો છો. અને મસાલો કર્યા વગર પણ ખાઈ શકો છો.

ઉપરથી થોડો મરી પાઉડર અને સંચળ ભભરાવી દેવું. તીખાશ માટે તમે વધારે મરચુ પણ આ સ્ટેજ પર ઉમેરી શકો છો. મસાલાને બધા જ સીંગભુજિયા પર કોટ કરવા માટે ડબ્બાને બરાબર હલાવીને મસાલા મિક્સ કરી લેવા.

રસોઈની રાણીઃ સીમાબેન

સીંગભુજિયાની વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *