સ્પાયસી ટોમેટો સૂપ – શિયાળાની ઠંડીમાં આ સ્પાયસી – ટેંગી – ટેસ્ટી સૂપ ની લહેજત જરુરથી માણો.

આ ટોમેટો સુપ ખરેખર ડિલિશ્યસ અને ફ્લેવર ફુલ છે. ફ્લેવરની સાથેસાથે ખટાશ અને મિઠાશ નું બેલેંસ કર્યું છે. આ ટોમેટો સુપ સુપર સિમ્પલ અને થોડાંજ ઇંગ્રેડિયંટસથી બની જાય છે. છતાં પણ ખુબજ ટેસ્ટી-ટેન્ગી બને છે.

નાના મોટા બધા માટે હેલ્ધી છે. ન્યુટ્રિયંટ્સથી ભરપુર છે. ખાસ કરીને વિટમિન સી, એ અને આયર્ન તેમાં વધારે પ્રમાણમાં હોય છે. કૂક્ડ ટમેટામાં કાચા ટમેટાની કમ્પેરમાં લાય્કોમિન વધારે હોય છે. ખૂબજ અગત્યનું એંટી ઓક્સિડેંટ હોય છે. જે આપણને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. આ ઉપરાંત તેમાં ઘણા ન્યુટ્રિયંટ રહેલા છે.

*કેન્ડ સૂપ કરતાં હોમ મેડ સૂપ માં સોડિયમ ખૂબજ ઓછું હોવાથી હોમ મેડ સૂપ હેલ્થ માટે ફાયદાકરક અને ન્યુટ્રીયંટ થી સમૃધ્ધ હોય છે.

ટોમેટો સૂપ ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આ સૂપમાં સરસ ટેક્સ્ચર અને ટેસ્ટ છે. સ્લાઇટ ટેંગી અને સ્વીટ્નેસ છે.

સૂપની થીક્નેસ માટે :

ટોમેટો સૂપને થીક્નેસ આપવા માટે આરારૂટ, કોર્ન સ્ટાર્ચ ફ્લોર કે પોટેટો સ્ટાર્ચ કે ફ્રેશ બોઇલ્ડ પોટેટોનો ઉપયોગ કરવામાંઆવે છે.

ફ્રેશ બોઇલ્ડ પોટેટોનો ઉપયોગ કરવાથી સૂપને થીકનેસ આપવામાં સારું પડે છે અને સૂપની ન્યુટ્રીયંટ વેલ્યુ વધી જાય છે.

સ્પાયસી સૂપ માટે :

સ્પાયસી સૂપ બનાવવા માટે મરી, લાલ મરચું પાવડર, તજનો પાવડર અને મિક્સ હર્બ્સ જેવા મસાલા વાપરવામાં આવે છે.

સૂપ સાથે સર્વિંગ :

ક્રુટોન્સ, ટોસ્ટેડ બ્રેડ, સલાડ, ગ્રીલ્ડ વેજીસ, ચીઝ ટોસ્ટ, સેંડ્વીચ, સ્પ્રીંગ રોલ્સ, બ્રેડ સ્નેક્સ, ચીઝ બોલ્સ, ટોસ્ટ અને રોલ્સ, ગોબી મંચુરિયન કે નુડલ્સ વગેરે…

*સૂપ માટે હંમેશા રાઇપ ટમેટા પસંદ કરો. કેમકે તેના ખાટા-મીઠા સ્વાદથી સૂપમાં સરસ ટેન્ગી ટેસ્ટ આવશે.

*સૂપમાં ઉપયોગ કરેલી ઓનિયન ટમેટાની ખટાશને બેલેંસ કરે છે, તેથી હેમેશા યોગ્ય માત્રામાં જ ઓનિયન વાપરો.

* હંમેશા હર્બ્સનો ઉપયોગ કરીને સૂપ બનાવો કેમકે તે સૂપને ટેસ્ટી બનાવે છે. તેના વગર સૂપ ઓનિયન-ટોમેટો પ્યુરી જેવું લાગશે.

* થોડી સુગર ઉમેરો, તેનાથી સૂપ ની ખટાશ બેલેંસ થશે.

* હંમેશા સૂપ જેવી કંસીસટંસી થાય ત્યાં સુધી સૂપ ની સ્લરી ઉકાળો.

*સિનેમન-તજ સૂપને સુપર સ્પાયસી બનાવે છે. તે અચૂક ઉમેરો.

સ્પાયસી ટોમેટો સૂપ બનાવવા માટેની સામગ્રી :

  • 500 ગ્રામ ટમેટા
  • 1 ટેબલ સ્પુન બટર અથવા ઓઇલ
  • 2 તજ ના પત્તા
  • 4 સ્પ્રિંગ ઓનિયન
  • 2 ગ્રીન ગાર્લિક
  • 1 લીલુ મરચુ
  • 2 લવિંગ
  • 3-4 તજ ના ટુકડા
  • 2 મીઠા લીમડાની સ્ટ્રીંગ
  • જરુર મુજબ મીઠું
  • 1 ½ કપ પાણી
  • 1 ટેબલસ્પુન સુગર
  • ¾ ટેબલ સ્પુન કોર્નફ્લોર અથવા આરારુટ પાવડર
  • અથવા 1 બાફેલું બટેટુ
  • ½ ટેબલ સ્પુન મરી પાવડર
  • ¾ -1 ટી સ્પુન ડ્રાઇડ હર્બ્સ

સ્પાયસી ટોમેટો સૂપ બનાવવા માટેની સામગ્રી :

એક થીક પેન માં 1 ટેબલ સ્પુન ઘી, બટર કે ઓઇલ મૂકી ગરમ કરો.

તેમાં તજ, લવિંગ અને તજ ના પત્તા ઉમેરી તતડવા દ્યો.

ત્યારબાદ તેમાં 1 કાપેલું મરચું, અને લીમડાના પાન ઉમેરો. સંતળાવા દ્યો.

હવે તેમાં 4 કાપેલી લીલી ડુંગળી અને 2 સ્ટ્રીંગ કાપેલું લીલું લસણ ઉમેરી મિક્સ કરી હાઇ ફ્લૈમ પર 2-3 મિનિટ સાંતળો.

ત્યારબાદ તેમાં 500 ગ્રામ ટમેટાના નાના પીસ કરીને ઉમેરો. સાથે મીઠું પણ ઉમેરી દ્યો.

ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી હલાવી ને પુરેપૂરા કૂક કરવા.

હવે ફ્લૈમ બંધ કરી તેના પરથી ઉતારી લઇ ને કૂક થયેલા ટમેટા રુમ ટેમ્પરેચર પર આવવા દ્યો.

***
રુમ ટેમ્પરેચર પર આવી ગયેલા કૂક્ડ ટમેટામાંથી તજના પત્તા કાઢી નાખો.

કૂક્ડ ટમેટાના મિશ્રણને જ્યુસ સહિત ગ્રાઇંડર માં ગ્રાઇંડ કે બ્લેંડરમાં બ્લેંડ કરી લ્યો.

હવે ગ્રાઇંડ કરેલું મિશ્રણ ગાળી લ્યો.

તેમાં 11/2 કપ પાણી ઉમેરી મિક્સ કરી 2-3 મિનિટ મિડિયમ ફ્લૈમ પર ઉકાળો.

એ દરમ્યાનમાં ½ કપ પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરી ઉકળતા ટમેટાના સૂપમાં ઉમેરો.

થોડું થીક થાય એટલે તેમાં સુગર અને સોલ્ટ ઉમેરી મિક્સ કરો.

હવે સુપ જેવી કંન્સીસટંસી થાય ત્યાંસુધી ઉકાળો.

ત્યાર બાદ સૂપ માં તેમાં મિક્સ હર્બ્સ અને મરી પાવડર ઉમેરી હલાવે 1 મિનિટ ઉકાળી, ફ્લૈમ ઓફ કરી ઢાંકણ ઢાંકી દ્યો.

સર્વીંગ :

પ્લેટમાં 2 બાઉલ મૂકી તેમાં સૂપ સર્વ કરો. હર્બ્સ સ્પ્રિંકલ કરી ગાર્નીશ કરો. વધારે ટેસ્ટી બનાવવું હોય તો થોડો તજ પાવડર પણ સાથે સ્પ્રિંકલ કરો. ક્રીમ થી પણ ગાર્નીશ કરી શકાય છે.

*ક્રુટોન્સ, ટોસ્ટેડ બ્રેડ, સલાડ, ગ્રીલ્ડ વેજીસ, ચીઝ ટોસ્ટ, સેંડ્વીચ, સ્પ્રીંગ રોલ્સ, બ્રેડ સ્નેક્સ, ચીઝ બોલ્સ, ટોસ્ટ અને રોલ્સ, ગોબી મંચુરિયન કે નુડલ્સ વગેરે સાથે સર્વ કરી શકાય.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *