તુરીયાનું શાક બનાવવાની એકદમ યુનિક રેસિપી – Turiya Nu Shaak Banavvani Rit

આજે આપણે તુરીયા નું શાક બનાવવાની એકદમ યુનિક રેસિપી જોઈશું.આ એકદમ સ્વાદિષ્ટ અને અલગ રીતે બને છે જે લોકો તુરીયા ને જોઈ ને મોઢું બગાડતા હોય છે તેમને આ સ્વાદિષ્ટ શાક ખાવા આપો તો બે રોટલી ની જગ્યા ચાર રોટલી ખાશે એટલું સ્વાદિષ્ટ શાક બને છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • તુરીયા
  • મીઠું
  • તેલ
  • સીંગદાણા
  • આદુ
  • લીલા મરચાં
  • વરિયાળી
  • કોપરા નું છીણ
  • જીરું
  • મીઠા લીમડાના પાન
  • હીંગ
  • ટામેટા ની પ્યુરી
  • લાલ મરચું પાવડર
  • હળદર
  • ધાણાજીરું પાવડર
  • ગરમ મસાલો
  • ખાંડ
  • કોથમીર

રીત

1- સૌથી પહેલા આપણે ૫૦૦ગ્રામ તુરીયા લઈ લઈશું તમે ગલકા પણ લઈ શકો છો જ્યારે તુરીયા ની પસંદગી કરો ત્યારે તુરીયા કુણા લેવાના છે આપણે રીંગણ ને ભરી ને બનાવીએ છીએ તેવી રીતે જ કટ કરી ને ભરી ને બનાવવાના છે.

2- હમેશા ધ્યાન રાખવાનું કે તુરીયા એકદમ કુણા હોવા જોઈએ,પહેલા આપણે તુરીયા ની છાલ કાઢી લઈશું હવે તુરીયા ને ધોઈ લઈશું ત્યારબાદ જ તુરીયા ને કટ કરી લઈશું,તેને મોટા ટુકડા કરવાના છે.


3- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તુરીયા ને વચ્ચે ચાર કટ આપવાના છે તમે ગલકુ લો, દુધી લો કે ગમેતે તેને પહેલા થોડું કટ કરી તેનો ટેસ્ટ કરી લેવાનો છે અમુક વખતે ગલકા અને તુરીયા કડવા નીકળતા હોય છે અને આપણું શાક બગડી જાય છે.

4- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધા તુરીયા કટ થઇ ગયા છે હવે આપણે ફટાફટ એક મસાલો બનાવી લઈએ હવે એક પેન મૂકી દઈશું હવે તેમાં એક નાની ચમચી તેલ નાખીશું હવે તેલ ગરમ થાય એટલે બે મોટી ચમચી સીંગદાણા એડ કરીશું,હવે સીંગદાણા થોડા ગુલાબી થાય ત્યાંસુધી તેને શેકી લઈશું.

5- હવે ગેસ તો આપણે ધીમો જ રાખીશું હવે આ સ્ટેજ પર આદુ નો ટુકડો અને બે લીલા મરચા લીધા છે તેને પણ મોટા ટુકડા કરી લઈશું હવે તેને એક થી બે મિનિટ માટે શેકી લઈશું આ સ્ટેજ પર તમે આમાં લસણ પણ નાખી શકો છો.હવે આપણે એક નાની ચમચી વરિયાળી નાખીશું. જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.

6- હવે આપણે બે ચમચી સૂકા કોપરા નું છીણ એડ કરીશું બે મિનિટ માટે તેને શેકી લઈશું,હવે ગેસ બંધ કરી દઈશું હવે મસાલો ઠંડો થઈ ગયો છે તેને મિક્સર માં ક્રશ કરી લઈશું, તેને કરકરુ પીસી લઈશું,હવે એજ પેન માં આપણે એક મોટી ચમચી તેલ લઈશું,આપણે અહીંયા નોનસ્ટિક ની પેન લીધી છે એટલે તેલ નું પ્રમાણ આપણે આછું લઈશું.

7- હવે તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં તુરીયા એડ કરીશું,તેને તેલ માં સરસ સાંતળી લઈશું,સોફ્ટ થાય ત્યાંસુધી તેને સાંતળી લઈશું આમાંથી પાણી હોય તો તે બળી જશે, ત્યારબાદ જ શાક માં એડ કરીશું.હવે તેમાં મીઠું નાખીશું જેથી પાણી જલ્દી છૂટું પડશે અને તુરીયા જલ્દી કુક થઈ જશે.ગેસ આપણે મીડીયમ જ રાખીશું.

8- હવે આપણે ઢાંકી ને કુક કરી લઈશું વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા તુરીયા સરસ સોફ્ટ થઈ ગયા છે અને કુક પણ થઈ ગયા છે હવે ગેસ બંધ કરી દઈશું અને એક બાઉલ માં કાઢી લઈશું,હવે આ જ પેન માં વઘાર કરીશું.

9- હવે બે મોટી ચમચી તેલ લઈશું હવે એક નાની ચમચી જીરું નાખીશું હવે તેમાં ચાર થી પાંચ મીઠા લીમડાના પાન નાખીશું,ત્યારબાદ પા ચમચી હિંગ નાખીશું અને તેને સાંતળી લઈશું હવે આપણે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું,હવે તેને સાંતળી લઈશું હવે મસાલો સરસ શેકાય ગયો છે,હવે આ સ્ટેજ પર બે ટામેટા ને મિક્સર માં પીસી ને તેની પ્યુરી બનાવી લીધી છે,તે એડ કરીશું.


10- હવે સરસ બધું મિક્સ કરી લઈશું હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે એક મિનિટ માટે ગ્રેવી ને સરસ સાંતળી લઈશું,હવે એક મિનિટ થઈ ગઈ છે હવે એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું, ત્યારબાદ અડધી નાની ચમચી હળદર નાખીશું,ત્યારબાદ એક નાની ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું,હવે બધા જ મસાલા ને મિક્સ કરી લઈશું.

11- આ ગ્રેવી માંથી તેલ છુટુ ના પડે ત્યાં સુધી તેને સાંતળી લઈશું હવે ઢાંકણ ઢાંકી ને લગભગ બે થી ત્રણ મિનિટ માટે કુક કરી લઈશું,હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ત્રણ મિનિટ થઇ ગઇ છે આપણી ગ્રેવી સરસ કુક થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને નીચે થોડી થોડી ચોંટવા લાગી છે એટલે સમજી જવાનું કે ગ્રેવી થઈ ગઈ છે.

12- હવે તેમાં આપણે તુરીયા એડ કરીશું હવે તેને સરસ મિક્સ કરી લઈશું હવે તેને ઢાંકીને ને ધીમા ગેસ પર લગભગ ત્રણ થી ચાર મિનિટ સુધી તેને કુક કરી લઈશું,એકદમ સરસ મસાલા માં આપણા તુરીયા ઓગળી જવા જોઈએ અને એકદમ સોફ્ટ થઈ જવા જોઈએ.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બે મિનિટ થઈ ગઈ છે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું હવે તમને જરૂર પડે એટલું પાણી નાખવાનું છે.

13- હવે ચાર મિનિટ થઈ ગઈ છે શાક સરસ રીતે થઈ ગયું છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો અને તુરીયા પણ સરસ ચડી ગયા છે એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે હવે તેમાં આપણે અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું, ત્યારબાદ અડધી નાની ચમચી ખાંડ નાખીશું હવે બધું સરસ મિક્સ કરી લઈશું.

14- હવે આપણું શાક તુરીયા નું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે જેમ ભરેલું શાક બનાવીએ છે તેવું શાક.હવે તેમાં આપણે લીલા ધાણા નાખીશું હવે મિક્સ કરી ગેસ બંધ કરી દઈશું,હવે ગરમા ગરમ શાક ને પ્લેટ માં સર્વે કરીશું.તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર તુરીયા નું શાક થયું છે આ રીત નું તમે શાક બનાવશો તો જે લોકો તુરીયા નથી ખાતા એ પણ ખાશે.તો તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *