વેજીટેબલ દાળ ઢોકળી – સાદી દાળ ઢોકળી નહિ હવે રવિવારે આ ઢોકળી બનાવજો બધાને પસંદ આવશે

વેજીટેબલ દાળ ઢોકળી :

આખા કઠોળને દળીને તેમાંથી દાળ બનાવવામાં આવતી હોય છે. જેવાકે અડદ, મગ, ચણા, તુવેર, મસુર વગેરે… આમાં પણ ફોતરાવાળી દાળ અને ફોતરા વગરની દાળ એમ બન્ને પ્રકારની ઉપયોગમાં લેવાતી હોય છે. બધા પ્રકારની દાળોમાંથી અનેક પ્રકારની સ્વીટ અને સોલ્ટી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. રોટલી પરોઠા કે રોટલા સાથે ખાઇ શકાય એવી ઘટ્ટ કે પછી રાઇસ સાથે ખાઇ શકાય તેવી લિક્વીડ ફોમમાં પણ બનાવવામાં આવતી હોય છે.

હાલ દાળો ની બનાવટમાં વેરિયેશન લાવીને દાળ ઢોકળી બનાવવામાં આવે છે. તેમાં સ્ટફ દાળ ઢોકળીમાં જુદા જુદા સ્ટફીંગ સ્ટફ કરીને દાળ ઢોકળી બનાવવામાં આવે છે. કે પછી માત્ર ઢોકળી અલગ અલગ પ્રકારના લોટનો ઉપયોગ કરીને બાનાવી શકાય છે. દાળ ઢોકળીની દાળમાં પણ સિઝનલ ફ્રેશ વટાણા, વાલ, તુવેર ઉમેરી શકાય છે.

આજે હું અહિં વેજીટેબલ દાળ ઢોકળીની રેસિપિ આપી રહી છું. આ રેસિપિને ફોલો કરીને બનાવજો. બધાને ચોક્કસથી બધાને ભાવશે.

વેજીટેબલ દાળ ઢોકળી બનાવવા માટેની સામગ્રી :

 • 1 ½ કપ તુવેરની બાફેલી દાળ
 • ½ ટી સ્પુન હળદર
 • 1 ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર
 • 1 ટેબલ સ્પુન ધાણાજીરુ
 • 1 ટમેટું ખમણેલું
 • સ્વાદ મુજબ મીઠું
 • 1 બટેટુ બારીક સમારેલું
 • 2 ટેબલ સ્પુન લીલા વટાણા
 • 2-3 ટેબલસ્પુન શીંગદાણા

ઢોકાળી બનાવવા માટેની સામગ્રી :

 • 1 કપ ચાણાનો લોટ અથવા બેસન
 • 2 ટેબલ સ્પુન ઘઊંનો જીણો લોટ
 • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
 • ¼ ટી સ્પુન હળદર
 • ½ ટી સ્પુન ધાણા જીરુ પાવડર
 • ¼ ટી સ્પુન અજમા
 • 2 ટેબલ સ્પુન ઓઇલ – મોણ માટે
 • મીઠું સ્વાદ મુજબ

વેજીટેબલ દાળ ઢોક્ળીના વઘાર માટેની સામગ્રી :

 • 2 ટેબલ સ્પુન ઓઇલ
 • 1 ટેબલ સ્પુન ઘી
 • 1 ટી સ્પુન રાઇ
 • 1 ટી સ્પુન આખુ જીરુ
 • 3-4 બાદીયાનના ટુકડા
 • 3-4 લવિંગ
 • 2-3 પીસ તજ
 • ½ ટી સ્પુન જિંજર પેસ્ટ
 • 1 સ્ટ્રીંગ મીઠા લીમડાના પાન
 • ¼ ટી સ્પુન હિંગ
 • પિંચ હળદર
 • 1 ટેબલ સ્પુન બારીક સમારેલા લીલા મરચા
 • 2 વઘાર માટેના સૂકા લાલ મરચા
 • ½ ટી સ્પુન હળદર
 • 1 ટી સ્પુન લાલ માચુ પાવડર
 • પિંચ ગરમ મસાલો
 • 2 લાલ પાકા ટમેટા
 • 1 ટી સ્પુન ધાણાજીરુ પાવડર
 • 1 ટેબલ સ્પુન ગોળ
 • 1 લીંબુનો જ્યુસ
 • 1 ટેબલ સ્પુન કોથમરી બારીક સમારેલી

વેજીટેબલ દાળ ઢોકળી બનાવવા માટેની રીત :

2+1 લાલ પાકા ટમેટાને ખમણી લ્યો

1 કપ તુવેરની સૂકી દાળને 2-3 વાર હુંફાળા ગરમ પાણીથી ધોઇને ½ કલાક પાલળી રાખો.

ત્યારબાદ 3-4 વ્હિસલ કરીને પ્રેશર કૂક કરી લ્યો.

કુકર ઠરે એટલે દાળમાં ½ ટી સ્પુન હળદર, 1 ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર, 1 ટેબલ સ્પુન ધાણાજીરુ,1 ટમેટું ખમણેલું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બ્લેંડરથી બ્લેંડ કરી લ્યો. ત્યારબાદ દાળ માં 2 કપ જેટલું પાણી ઉમેરો. ઉકળવા મૂકો.

ત્યારબાદ 1 બટેટુ બારીક સમારેલું, 2 ટેબલ સ્પુન લીલા વટાણા અને 2-3 ટેબલસ્પુન શીંગદાણા પાર બોઇલ કરી લ્યો. પાર બોઇલ થઇ જાય એટલે પાણી નિતારી લ્યો. ઉકળે એટલે તેમાં નિતારેલા વેજીટેબલ ઉમેરી દાળ ઉકાળો.

2 લાલ પાકા ટમેટાને ખમણી લ્યો.

ઢોકળી:

એક મિક્ષિગ બાઉલ માં 1 કપ ચાણાનો લોટ અથવા બેસન અને 2 ટેબલ સ્પુન ઘઊંનો જીણો લોટ લઇ મિક્ષ કરો.ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, ¼ ટી સ્પુન હળદર, ½ ટી સ્પુન ધાણા જીરુ પાવડર, ¼ ટી સ્પુન અજમા, 2 ટેબલ સ્પુન ઓઇલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્ષ કરો.

જરુર મુજબ પાની ઉમેરી રોટલી જેવો સેમી સોફ્ટ લોટ બાંધી લ્યો.

બાંધેલી કણેકને 10 મિનિટ રેસ્ટ આપો.

તેમાંથી 4-5 એકસરખા લુવા બનાવી લોટનું અટામણ લઇ મોટી રોટલી વણી ચપ્પુ કે પિઝા કટર વડે બધી બનાવેલી રોટલીઓના નાના સ્ક્વેર કટ કરી લ્યો.

વઘાર :

એક મોટું પેન લઇ તેમાં 2 ટેબલ સ્પુન ઓઇલ અને 1 ટેબલ સ્પુન ઘી વઘાર માટે ગરમ મૂકો.

ગરમ થાય એટલે તેમાં 3-4 બાદીયાનના ટુકડા, 3-4 લવિંગ, 2-3 પીસ તજ અને 2 વઘાર માટેના સૂકા લાલ મરચા ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન રાઇ, 1 ટી સ્પુન આખુ જીરુ, ½ ટી સ્પુન જિંજર પેસ્ટ, 1 સ્ટ્રીંગ મીઠા લીમડાના પાન અને 1 ટેબલ સ્પુન બારીક સમારેલા લીલા મરચા ઉમેરી સાંતળો.

ત્યારબાદ તેમાં બારીક કાપેલી ઓનિયન અને ¼ ટી સ્પુન હિંગ અને પિંચ હળદર ઉમેરી મિક્ષ કરો.

ઓનિયન અધકચરી કૂક થાય એટલે તેમાં ખણેલા 2 ટમેટા અને લાલ મરચુ ઉમેરી મિક્ષ કરો.

ટમેટા બરાબર કૂક થઇ જાય અને ઓઇલ છુટું પડતું દેખાય એટલે દાળનું મિશ્રણ તેમાં ઉમેરી બરાબર હલાવી લ્યો.

હવે તેમાંગોળ અને 1 લીમ્બુ નો જ્યુસ ઉમેરો. મિક્ષ કરી ફરી 2 મિનિટ ઉકાળો.

ત્યારબાદ તેમાં તેમાં ઢોકળી ઉમેરો.

દાળમાં ઢોકળી કુક થઇને ઉપર દેખાઇ આવે ત્યાં સુધી ઉકાળો.

કોથમરી ઉમેરી મિક્સ કરી 1 મિનિટ ઉકાળો. ત્યારબાદ તેમાં અને ગરમ મસાલો ઉમેરી 1 મિનિટ ઉકાળો.

વેજીટેબલ દાળ ધોકળીની ખૂબજ સરસ અરોમા આવશે.

હવે વેજીટેબલ દાળ ઢોકળી સર્વ કરવા માટે તૈયાર છે.

કોથમરીથી લીમડા, લાલ મરચા થી ગાર્નિશ કરી જમવામાં સાથે ગરમા –ગરમ સર્વ કરો.

બધાને ખૂબજ મનપસંદ એવી આ વેજીટેબલ દાળ ઢોકળી બધાને ખુબજ સ્વાદિષ્ટ લાગશે.

બધા ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *