ભરેલા ભીંડાનું શાક કેવી રીતે બનાવવું – Bharela Bhinda Nu Shaak Made By Surbhi Vasa

આજે આપણે બનાવીશું ભરેલા ભીંડા નું શાક.જ્યારે ભરેલા ભીંડા નું શાક બનાવીએ ત્યારે શું પ્રોબ્લેમ આવતા હોય છે કે એક તો શાક ચીકણું થઈ જતું હોય છે.કોઈ વાર ભીંડા ચડતા નથી હોતા.અને મસાલો જે છે તે નીચે ચોંટી જતો હોય છે.તો આ બધા પ્રશ્નો તમને મૂંઝવે છે.તો આ બધા પ્રશ્નો ઉકેલ આજે આપણે લાવી દઈએ.આજે આપણે બનાવી લઈએ ભરવા ભીંડી ભરેલા ભીંડા નું શાક.

સામગ્રી

  • ભીંડા
  • મીઠું
  • હળદર
  • ધાણાજીરૂ
  • બેસન
  • તલ
  • તેલ
  • ગરમ મસાલો
  • લાલ મરચું પાવડર
  • હીંગ
  • ખાંડ
  • સીંગ દાણા

રીત

1- સૌથી પહેલા આપણે ભીંડા કેવા લેવા જોઈએ? હંમેશા ભીંડા કુણા લેવાના.એટલેકે નાની સાઈઝ ના હોય એવા લેવાના.તેને ઉપર થી અને નીચે થી કટ કરી લેવાના છે.આપણે જ્યારે ભરેલા ભીંડા બનાવીએ ત્યારે ઊભો કાપો મૂકી ને તેમાં મસાલો ભરતા હોય છે.પણ આજે આપણે ભરેલા ભીંડા માં મસાલો ભરવાની જરૂર નથી.

2- આમ છતાં જ્યારે તૈયાર થશે ત્યારે એવું લાગશે.આ ભીંડા નું શાક ભીંડા ભરી ને પછી વઘારેલું છે. તો આ ટિપ્સ ચોક્ક્સ થી જોજો.જ્યારે પણ આપણે ભરેલા ભીંડા નું શાક બનાવીએ ત્યારે સૌથી વધારે કંટાળો આવતો હોય તો તે ભીંડા ને ભરવાનું.તો આજે આપણે ભીંડા ને ભર્યા વગર જ ભીંડાનું ભરેલું શાક બનાવીશું.

3- સૌથી પહેલા ભીંડાને ઉપર નીચે થી કટ કરી લઈશું.ત્યારબાદ એક અડધો કટ કરીશું.અને ત્યારબાદ તેને વચ્ચે થી કટ આપીશું.આ રીતે બધા ભીંડા ને કટ કરી લઈશું. સૌથી પહેલાં આપણે મસાલો તૈયાર કરી લઈશું.

4- હવે તેને ત્રણ ટેબલ સ્પૂન સીંગદાણા લઈશું.ત્યારબાદ બે ચમચી તલ લઈશું.ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર.ત્યારબાદ બે ચમચી ધાણજીરૂ પાવડર નાખીશું.ત્યારબાદ અડધી ચમચી હીંગ લઈશું.ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું.ત્યારબાદ એક ચમચી મીઠુ નાખીશું.અને બે ચમચી ખાંડ નાખીશું.અને પા ચમચી ગરમ મસાલો નાખીશું.

5- હવે આ મસાલા ને ક્રશ કરી લઈશું.હવે મસાલો તૈયાર થઈ ગયો છે.આ મસાલા ને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.હવે એક પેન માં બે ચમચી તેલ લઈશું.ભીંડા ના શાક માં થોડું તેલ વધારે પ્રમાણ માં લઈશું.હવે તેમાં એક ચમચી રાય નાખીશું.હવે તેમાં અડધી ચમચી હિંગ નાખીશું.

6- હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું.હવે તેમાં ભીંડા નાખીશું.હવે એક ચમચી જેટલું પાણી નાખીશું.ભીંડા ના શાક માં પાણી?ચીકણું થઈ જશે? નહી થાય. હમેશા જ્યારે ભીંડા નું શાક બનાવીએ ત્યારે એ પ્રોબ્લેમ આવતો હોય કે તેલ માં જ આપણે ભીંડા ને સાતળતા હોય એ છે.તેના કારણે ભીંડા નું જે શાક છે વધારે પ્રમાણ માં ક્રિસ્પી થઈ જાય.

7- આ રીતે તમે ભીંડા માં પાણી ઉમેરશો તો ભીંડા ચડી પણ જશે.અને ચીકણા પણ નઈ થાય.ટ્રાય કરી જોજો.ભીંડા હમેશા ધીમા તાપે થવા દેવાના છે.એટલે તેને ઢાકીને ત્રણ થી ચાર મિનિટ સુધી થવા દઈશું.હવે તેને મસાલો કરી લઈશું.હવે જે તૈયાર કરેલો મસાલો છે તે ત્રણ ચમચી લઈશું.તેની સાથે બે ચમચી બેસન લઈશું.ત્યારબાદ એક ચમચી કોથમીર નાખીશું.

8- હવે વચ્ચે વચ્ચે ભીંડા ને હલાવતા રહીશું.હવે મસાલા માં એક ચમચી તેલ નાખીશું.આપણું મિશ્રણ ડ્રાય જ રેહવું જોઈએ.એકદમ ભેગું ના થવું જોઈએ.હવે મસાલો તૈયાર થઈ ગયો છે.હવે ભીંડા ને ચેક કરી લઈશું.હવે ભીંડા સરસ સોફ્ટ થઈ ગયા છે.ભીંડા ને હમેશાં ધીમા તાપે અને ઢાકી ને ચડવા દેવાના.જેથી તેનો કલર ગ્રીન જ રેહશે.હવે ભીંડા ના ભાગ નું મીઠું ઉમેરી શું.

9- ભીંડા ના શાક માં મીઠું ચડિયાતું જોઈતું હોય છે.હવે તેને હલાવી લઈશું.અને હવે તેમાં તૈયાર કરેલો મસાલો એડ કરીશું. હવે હળવા હાથે મિક્સ કરી લઈશું.હવે ઉપર થી થોડો ડ્રાય મસાલો નાખીશું.

10- મસાલો નાખ્યા પછી વધારે રાખવાનું નથી જેથી મસાલો બળી ના જાય. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ભીંડા એકદમ છુટા દેખાય છે.હવે મસ્ત મજા નું ભીંડા નું શાક તૈયાર થઈ ગયું છે. હવે સર્વ કરી લઈશું. મસ્ત મજાનું ભરેલા ભીંડા નું શાક તૈયાર થઈ ગયું છે. તો તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *