દહીં – ભાત – દહીં ભાત ખાવાથી મળશે ઠંડક અને વિટામીન B12, શીખો રુચીબેનની સરળ રીતે…

દહીં-ભાત

ગરમી ના દિવસો માં રોજ રોટલી શાક ક્યાં ભાવે છે ! પણ આ ઉનાળા માં જો હેલ્ધી ,પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પાછા એકદમ ઠંડા દહીંભાત મળી જાય તો પૂછવું જ શુ.

વૈજ્ઞાનિકો એ સાબિત કર્યું છે કે મિક્સ કરેલા દહીં ભાત ખાવાથી શરીર માં ઠંડક થવાની સાથે વિટામિન B12 પણ મળે છે. આજે એ જ મસ્ત મજાના દહીં ભાત આપણે એકદમ interesting બનાવીએ.

સામગ્રી :

• 3 વાડકા રાંધેલો ભાત

• 2 વાડકા તાજું મોળું દહીં

• 1/2 વાડકો દૂધ

• મીઠું

• 3 ચમચી કોથમીર , બારીક સમારેલી

• 1 નાનું ગાજર , ખમણેલું

• 1/2 ચમચી ખમણેલું આદુ

વઘાર માટે

• 1/2 ચમચી તેલ

• 1/6 ચમચી રાઈ

• 1/6 ચમચી જીરું

• થોડા લીમડા ના પાન

• 1/6 ચમચી અડદ ની દાળ

• 2 લાલ સૂકા મરચા

• 2 લીલા મરચા

• 2 ચપટી હિંગ

રીત :


દહીંભાત બનવવા માટે રાંધેલો વધેલો ભાત પણ ચાલે. પણ જો ખાસ બનાવતા હો તો ધ્યાન રાખવું ભાત છૂટો નહીં પણ ગળેલો હોય એ ઉત્તમ છે.


ભાત એકદમ ઠરી જાય એટલે એને તપેલી માં લઇ ચમચા થી થોડું હલાવો એટલે ભાત સરસ મેશ થઈ જશે. હવે આ ભાત માં દૂધ ઉમેરી હલાવો.


ઘણા ને મન માં સવાલ થશે કે અરે ! દૂધ અને દહીં જોડે ના ખવાય પણ મિત્રો, આ ભાત માં દૂધ અને દહીં મિક્સ કરી 2 થી 3 કલાક પછી પીરસવાનું છે .


ત્યારબાદ , હવે ભાત માં ખમણેલું ગાજર , સમારેલી કોથમીર અને ખમણેલું આદુ ઉમેરો. સાથે મોળું દહીં પણ ઉમેરો. દહીં એકદમ મોળું જ ઉમેરવું.


સરસ મિક્સ કરો. નાની કડાય માં તેલ ગરમ કરો. ગરમ તેલ માં રાઈ , જીરું , અડદ ની દાળ ઉમેરો. બધું બરાબર શેકાય જાય એટલે લીમડો , મરચા અને હિંગ ઉમેરો. આ વઘાર દહીં ભાત માં ઉમેરો.


પીરસવા સુધી ફ્રીઝ માં મૂકી રાખો. પીરસતી વખતે જ મીઠું ઉમેરવું જેથી ખાટું નહીં થાય. તૈયાર છે આપણા સ્વાદિષ્ટ , પૌષ્ટિક દહીં ભાત. આપ ચાહો તો દાડમ ના દાણા પણ ઉમેરી શકાય.

નોંધ :

• દહીં ભાત માટે નો ભાત ગળેલો હોય એ ઉત્તમ છે. ગળેલો ના હોય તો પણ છૂટો તો ના જ હોવો જોઈએ. મજા નહીં આવે.

• દહીં એકદમ તાજું અને મોળું વાપરવું.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *