દિવાળી સ્પેશિયલ મીઠા ઘૂઘરા – દાદી અને નાની બનાવતા હતા એવા જ યમ્મી ઘૂઘરા બનાવો સરળ રીતે..

દિવાળી સ્પેશિયલ મીઠા ઘૂઘરા

હેલો સખીઓ આજે આપણે મીઠા ઘૂઘરા બનાવીશું. મીઠા ઘૂઘરા દિવાળી પર બધા ના ઘરે બનતા જ હોય છે. અથવા તો તેને માર્કેટ માંથી તૈયાર લાવવામાં આવે છે.

તો આજે અપણે એવા જ ટેસ્ટી ઘૂઘરા ઘરે બનાવીશું જેને બનાવવા ખુબ જ સરળ છે. અને ખુબ જ ઓછી સામગ્રીઓ માં તે ઘરે બની જતા હોય છે.

તો ચલો બનાવવાનું શરુ કરીએ..

સામગ્રીઓ

૧ કપ મેંદો,

૨ ચમચી ઘી(મોણ માટે),

પાણી લોટ બાંધવા,

૧ કપ માવો,

૨ ચમચી કોપરાનું ખમણ,

૨ ચમચી ડ્રાયફ્રુટ,

૧/૨ કપ દળેલી ખાંડ,

તેલ (તળવા માટે).

રીત

સૌપ્રથમ આપણે ઘૂઘરા બનાવવા માટે નો લોટ બાંધીશું. જેમાં આપણે ૧ કપ મેંદો અને ૨ ચમચી ઘી ઉમેરી અને સરસ રીતે મિક્ષ કરી લઈશું.

ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું. ઘૂઘરા માટે નો લોટ એકદમ કઠણ પણ નહિ અને એકદમ પોચો પણ નહી. બીલુક્લ પરોઠા નો લોટ હોય એ રીત નો લોટ બાંધી ને તૈયાર કરવાનો.

તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે. તો તેને એક પ્લેટ થી ઢાંકી અને ૦ મિનીટ સુધી રેસ્ટ આપીશું.

અને ત્યાં સુધી માં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. જેના માટે આપણે એક પેન માં હાથે થી છુટો પાણી અને માવો ઉમેરીશું.જેને આપણે ગેસ ની ધીમી આંચ ઉપર શેકવાનું છે. મેં અહિયાં ૧ કપ જેટલો માવો લીધેલો છે. જેમાંથી આરામ થી ૬-૭ નંગ ઘૂઘરા બની જશે.

માવો શેકાઈ જાય એટલે ગેસ બંદ કરી તેને નીચે ઉતારી લઈશું.

ત્યાર બાદ તેમાં ૧/૨ કપ ખાંડ અને ૨ ચમચી કોપરું અને ૨ ચમચી જેટલા ડ્રાયફ્રુટ ઉમેરી ને મિક્ષ કરી દઈશું. અને ખુબ જ સરસ સ્ટફિંગ તૈયાર કિરી લઈશું.

હવે આપણે તૈયાર કરેલા લોટ માંથી નાની નાની પૂરી વણી લઈશું. અને ત્યાર બાદ તેમાં ૧ મોટી ચમચી જેટલું સ્ટફિંગ ઉમેરીશું. અને તેને પૂરી ની એક તરફ મુકીશું. અને ત્યાર બાદ પૂરી ની ફરતે કિનારીઓ પર પાણી લગાવી દઈશું.

જેથી કરી અને ઘૂઘરા તેલ માં છુટશે નહી.

હવે ઘૂઘરા ને પેક કરી અને તેની કિનારીઓ ઉપર કાટા ચમચી થી ડીઝાઇન પાડી દઈશું. જેથી કરી અને આ ઘૂઘરા માર્કેટ માંથી લાવીએ તેવા જ લાગશે.

હવે તેને તેલ માં ઉમેરી ગેસ ની ધીમી આંચ ઉપર તળી લઈશું.

જેથી કરી અને ઘૂઘરા અંદર સુધી તળાઈ જશે.

તો હવે હું તમને ઘૂઘરા ને ખોલી ને પણ બતાવી દવ છું કે તે અંદર થી એકદમ જ્યુસી અને બહારથી ક્રિસ્પી બન્યા છે.

તો તૈયાર છે દિવાળી માં બનતા મીઠા ઘૂઘરા જે ગુજીયા તરીકે પણ ખુબ ફેમસ છે.

નોંધ:

આ સ્ટફિંગ માં તમે ખાંડ ના બદલે ગોળ નો ઉપયોગ પણ કરી શકો છો.

ઘૂઘરા ને તાળવામાં તેલ ના વાપરવું હોય તો તમે આ ઘૂઘરા ને ઘી માં પણ તળી શકો છો.

ઘૂઘરા ની વિડીઓ રેસીપી લિંક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *