પોટેટો ડોનટ – નામ વાંચીને જ ખાવાનું મન થઇ જશે, નાના મોટા દરેકને પસંદ આવશે…

આજે આપણે બનાવીશું પોટેટો ડોનટ

નામ સાંભળતા જ બનાવી ને ખાવા ની ઈચ્છા થઈ જાય, સાચી વાત ને? કારણ કે ડોનટ નું નામ પડતા જ મોઢા માં પાણી આવી જાય પણ મિત્રો આજે આપણે જે ડોનટ બનાવશું તે એવી સામગ્રી માંથી બનાવશું કે નાના મોટા સૌ ને પસંદ તો આવે જ અને આમાં જોઈતી સામગ્રી ગમે ત્યારે ઘર માં હાજર હોય જેથી કરી ને એકદમ સહેલાઇ થી અને ફટાફટ તૈયાર થઈ જાય.

“પોટેટો ડોનટ” તમે સ્ટાર્ટર માં અથવા ગમે ત્યારે નાસ્તા માં પણ સર્વ કરી શકો છો.

તો મિત્રો ચાલો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઈએ અને આજે જ બનાવીએ

સામગ્રી

૪ થી ૫ નંગ બાફેલા બટાકા

૧/૨ ટી સ્પૂન આદુ લસણ ની પેસ્ટ

૨ નંગ ડુંગળી ઝીણી સમારેલી

૧ ટી સ્પૂન ઝીણા સમારેલા લીલાં મરચાં

કોથમીર

મીઠું (સ્વાદ અનુસાર)

૧ ટી સ્પૂન લાલ મરચું પાવડર

૧/૨ ટી સ્પૂન હળદર

૧ ટી સ્પૂન ધાણજીરુ પાવડર

૧ ટી સ્પૂન આખું જીરું

૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો


૪ થી ૫ બ્રેડ ની સ્લાઈસ નો ભુક્કો (બ્રેડ crums)

તેલ (તળવા માટે)

બનાવવાની રીત

સૌ પ્રથમ બાફેલા બટાટા ને મેસ કરી નાખો. હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ,ઝીણી સમારેલી ડુગળી,ઝીણા સમારેલા લીલાં મરચાં,કોથમીર,નમક સ્વાદ અનુસાર,લાલ મરચું પાવડર,હળદર પાવડર,ધાણા જીરું પાઉડર,આખું જીરું અને ગરમ મસાલો નાખી બરાબર હાથ ની મદદ થી બધું મિક્સ કરો.

હવે હાથ ને થોડો તેલ વાળો એટલે કે ચીકણો કરી તેમાં બટાટા નું થોડું સ્ટફિંગ લો.

હવે એ સ્ટફિંગ ને હાથ વડે થેપલી જેવું બનાવી ને વચ્ચે એક કાણું પાડી અને ડોનટ નો શેપ આપવો.

આ રીતે બધા ડોનટ ને તૈયાર કરી લેવા.

હવે ધીમા તાપે તેલ ગરમ મૂકી દેવું.

હવે તેલ ગરમ થાય એટલે ડોનટ ને બ્રેડ ક્રમશ માં રગદોળી ડોન ટ ને મિડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન ફ્રાય લેવા.

ગ્રીન ચટણી અથવા સોસ સાથે ગરમાં ગરમ સર્વ કરવા.

નોંધ:૧ બટાટા નું મિશ્રણ ઢીલું લાગે તો એમાં ૨ ટી સ્પૂન બ્રેડ ક્રમસ નાખી શકાય

૨. આમાં તમે મનગમતા વેજીટેબલ પણ ઉમેરી શકો.

૩ તમારા બાળકો જે શાકભાજી ના ખાતા હોય એ આમાં નાખી ને આપશો તો બાળકો હોંશે હોંશે ખાઈ જશે

૪ બ્રેડ ક્રમસ અંદર નાખો તો પણ ફ્રાય કરતા પેલા બ્રેડ ક્રમશ માં રગદોળી ને તળવા

૫ આ વાનગી તમે બર્થડે પાર્ટી માં,કિટ્ટી પાર્ટીમાં,અથવા સ્ટાર્ટર માં સર્વ કરી શકો છો

૬ તમારા ઘરે જમણવાર હોય અને ચાયનીઝ કે પંજાબી મેનુ હોય તો સ્ટાર્ટર માં તમે આ રેસિપી જરૂર આપી શકો

તો મિત્રો આ હતી આપણી પોટેટો ડોનટ ની રેસીપી જે નાના મોટા બધાં ને પસંદ આવે તો મિત્રો આ રેસિપી એક વાર જરૂર બનાવજો.

રસોઈ ની રાણી: ચાંદની ચિંતન જોશી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *