દુધી ને છીણવાની મહેનત વગર ઘરે જ દસ જ મિનિટ માં બની જતો ઇન્સ્ટન્ટ હાંડવો

આજે આપણે દુધી ને છીણવાની મહેનત વગર ઘરે જ દસ જ મિનિટ માં બની જતો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું આમાં હાંડવા ના લોટ નો ઉપયોગ કરેલો છે એટલે તેના વિશે ની તમને કોઈપણ મૂંઝવણ હોય આપણે અગાઉ એક વીડિયો શેર કર્યા છે તેમાં બતાવ્યું છે કે હાંડવા નો લોટ કઈ રીતે રેડી કરવો તે તમે જોઈ શકો છો.આ હાંડવો એકદમ ટેસ્ટી બને છે તો ચાલો હવે જોઈ લઈએ.

સામગ્રી

  • હાંડવા ઢોકળા નો લોટ
  • મેથી નો મસાલો
  • હળદળ
  • રાઈ
  • મીઠું
  • ધાણાજીરું પાવડર
  • હીંગ
  • લાલ મરચું પાવડર
  • સોજી
  • દુધી
  • ખાટું દહીં
  • મલાઈ
  • તેલ
  • ખાંડ
  • ફ્રૂટ સોલ્ટ
  • મીઠું
  • કોથમીર
  • અડદ ની દાળ
  • તલ

રીત

1- સૌથી પહેલા આપણે ખીરું તૈયાર કરી લઈશું, દુધી ને છીણવાની પણ જરૂર નથી આપણે અહીંયા ૧૫૦ ગ્રામ દૂધી લઈ લઈશું અને તેના ટુકડા કરી લઈશું અને મિક્સર જારમાં દુધી ના ટુકડા લઈ લઈશું.

2- હવે આપણે તેની સાથે પા કપ દહી લઈશું આ દહી થોડું ખટાશ પડતું લેવાનું છે હવે આ મિશ્રણને ક્રશ કરી લઈશું હવે આ દુધી અને દહી નું મિશ્રણ તૈયાર કર્યું હતું તે એક રસ થઈ ગયું છે તેને એક બાઉલ માં લઇ લઈશું આમ કરવાથી ખબર જ નઈ પડે કે તેમાં દુધી એડ કરી છે કે નઈ,હવે તેમાં આપણે હાંડવા ઢોકળા નો લોટ છે તે અડધો કપ એડ કરીશું.

3- હવે તેની સાથે અડધો કપ સોજી લઈશું હવે આ મિશ્રણને મિક્સ કરી લઈશું હવે તેમાં એક ચમચી મલાઈ એડ કરીશું આમ કરવાથી જે હાંડવો છે તે એકદમ સરસ સોફ્ટ રેડી થશે હવે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અત્યારે આ મિશ્રણ ઘટ્ટ છે તો તેને દસ મિનિટ રેસ્ટ થવા દઈશું. આપણે આથા વગર નો હાંડવો બનાવી રહ્યા છે એટલે તમે ઇચ્છો ને ત્યારે આ હાંડવો બનાવી શકો છો.

4- આમાં સોજી એડ કરી છે એટલે તેને દસ કે પંદર મિનિટ રેસ્ટ આપીશું જેથી સોજી સરસ ફૂલી જાય,હવે હાંડવા માટે એક વઘાર રેડી કરી લઈશું જો તમે આ રીતે હાંડવો તૈયાર કરશો તો એકદમ ટેસ્ટી અને સોફ્ટ બનશે.હવે એક પેન માં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું હવે એક ટી સ્પૂન રાઈ લઈશું ત્યારબાદ બે ટી સ્પૂન અડદ ની દાળ એડ કરીશું.

5- હવે મીઠા લીમડાના પાન એડ કરીશું હવે તેને બરાબર મિક્સ કરી લઈશું હવે તેમાં પા ચમચી હિંગ નાખીશું ત્યારબાદ અડધી ચમચી હળદર નાખીશું ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને તરતજ સાથે પાણી એડ કરીશું જેથી મરચું બળી ના જાય ત્યારબાદ એક ટી સ્પૂન મેથી નો મસાલો એડ કરીશું.હવે તેમાં બે ટી સ્પૂન ધાણાજીરુ પાવડર એડ કરીશું ત્યારબાદ એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું.

6- એક વાત ખાસ ધ્યાન માં રાખવાની કે તમે બધા મસાલા એડ કરો એટલે કે લાલ મરચું નાખો એટલે તરત જ પાણી એડ કરવાનું જેથી તે બળી ના જાય હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખીરું તૈયાર થઈ ગયું છે.હવે તેમાં વઘાર એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું જરૂર લાગે તો પાણી એડ કરીશું હવે ખીરું સરસ તૈયાર થઈ ગયું છે હજુ તેમાં ફ્રૂટ સોલ્ટ એડ કરીશું આમાં અને તેની સાથે તેને એક્ટિવ કરવા માટે થોડું પાણી ઉમેરી શું એટલે જેવું ખીરું આપણ ને જોઈએ છે તે મળી જશે.

7- હવે તેમાં એક ટી સ્પૂન મીઠું એડ કરી લઈશું હવે સરસ મિક્સ કરી લઈશું હવે તેમાં અડધી ચમચી ફ્રૂટ સોલ્ટ એડ કરીશું હવે તેને એક્ટિવ કરવા માટે એક ચમચી પાણી એડ કરીશું હવે બરાબર મિક્સ કરી લઈશું તમે આના બદલે સોડા પણ એડ કરી શકો છો હવે ખીરા માં એક ચમચી કોથમીર એડ કરી લઈશું આમાં તમે ઘણા બધા વેજીટેબલ એડ કરી શકો છો પાલક પણ એડ કરી શકો છો.

8- હવે હાંડવા ને કુક કરવા માટે રાખી દઈશું હવે એક પેન માં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અત્યારે આપણે નોનસ્ટિક પેન લઈશું હાંડવો બનાવવા માટે,વઘાર કરવાની કોઈ જરૂર નથી વઘાર આપણે કરી જ લીધો છે ફકત રાઈ અને હિંગ બે જ ઉમેરી શું ત્યારબાદ એક ચમચી અડદ ની દાળ લઈશું આનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. ત્યારબાદ પા ટી સ્પૂન હીંગ લઈશું.

9- હવે જે ખીરું બનાવી ને રાખ્યું હતું તે એડ કરી લઈશું હવે ઉપર થી તલ છાંટી લઈશું હવે હાંડવા ને ધીમા ગેસ પર આઠ થી દસ મિનિટ થવા દઈશું હવે તેને ચેક કરી લઈશું ઉપર નું પડ જોઈ લેવાનું છે અને ઉપર નું પડ કડક થઇ જાય એટલે સમજી લેવાનું કે સરસ આપણો હાંડવો થઈ ગયો છે.અને જો ઢીલું હશે ને તમે હાંડવો પલટવા જશો ને તો હાંડવો તૂટી જશે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ઉખડી જાય છે કેટલો સરસ પલટાવી ગયો હવે તેના પર એક ચમચી જેટલું તેલ લગાવી લઈશું જેથી કરી ને હાંડવો ડ્રાય ના લાગે.

10- તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનું જે પડ છે તે સરસ ક્રિસ્પી થઈ ગયું છે તેને લગભગ બે થી ત્રણ મિનિટ માટે કુક કરી લઈશું હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ ગરમા ગરમ તેને આપણે કટ કરી લીધો છે અને સર્વે પણ કરી લીધો છે આ તમે ચા સાથે લઈ શકો છો,મેથી ના મસાલા સાથે પણ લઈ શકો છો તો તમે જરૂર થી એકવાર ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *