ખીચું બોલ્સ – ચટપટ્ટા અને સોફ્ટ ખીચું બોલ્સ બનાવવાની સરળ રીત

આજે આપણે ખીચું બોલ્સ બનાવીશું. ખીચું તો તમે બવ ખાધું હશે.પણ ખીચું બોલ્સ નઈ ખાધા હોય આ બોલ્સ એકદમ સોફ્ટ બનશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.

સામગ્રી:

  • ચોખા નો લોટ
  • મેથીયા નો મસાલો
  • મીઠું
  • જીરું
  • સીંગતેલ
  • આદુ મરચા ની પેસ્ટ
  • બેકિંગ સોડા
  • રાઈ
  • તેલ
  • તલ
  • મીઠા લીમડાના પાન
  • હળદર

રીત

1- સૌથી પહેલા આપણે ખીચું બનાવી લઈશું.તેના માટે બે કપ પાણી લઈશું. ત્યારબાદ તેમાં એક ચમચી જીરૂ નાખીશું.ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.ત્યારબાદ એક ચમચી આદુ મરચા ની પેસ્ટ એડ કરીશું.

2- હવે એક ચમચી સીંગતેલ લઈશું. તમારી પાસે સીંગતેલ ના હોય તો તમે બીજું કોઈપણ તેલ લઈ શકો છો. સીંગતેલ થી સ્વાદ સરસ આવશે. હવે તેમાં પાપડીયો ખારો એડ કરીશું.હવે ૧/૪ ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું. હવે આને મિક્સ કરી લઈશું.

3- હવે ઉભરો આવવા માટે મૂકી દઈશું. તમે વીડિયોમાં જોઇ શકો છો કે સરસ બોઈલ આવી ગયું છે.હવે ગેસ ધીમો કરી દઈશું.હવે આપણે એક કપ ચોખા નો લોટ એડ કરીશું. ગઠા ના પડે તે રીતે હલાવી લઈશું.તમે વેલણ થી પણ હલાવી શકો છો.

4- તમે વીડિયોમાં જોઇ શકો છો કે તેને આ રીતે મિક્સ કરવાનું છે.આમાં તમે જોયું કે પાણી ઓછું લેવાનું છે હવે આને ઢાંકી દેવાનું છે તેને પાંચ મિનિટ જેવું કુક થવા દેવાનું છે,હવે ખોલી ને જોઈ લઈશું કે નીચે ચોંટતું ના હોય ગેસ ધીમો રાખીશું.જેથી લોટ નીચે ચોંટે નહી.

5- હવે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આ સરસ કુક થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું.હવે તેમાં અડધી ચમચી તેલ નાખીશું.સીંગતેલ જ એડ કરીશું.અને બરાબર મિક્સ કરી લઈશું, તમે વિડિયો માં જોઈ શકો છો કે ખિચા માં બિલકુલ લમ્સ નથી.

6- હવે તેને ઠંડુ કરવા માટે એક થાળી માં કાઢી લઈશું.હવે આ ઠંડુ પડે એટલે તેના ગોળા વાળી લઈશું.હવે ખીચું સરસ ઠંડુ પડી ગયું છે.હવે હાથ પર થોડું તેલ લગાવી લઈશું.હવે નાના બોલ્સ વાળી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે બધા બોલ્સ તૈયાર થઈ ગયા છે.

7- હવે સ્ટીમર માં સ્ટીમ કરી લઈશું. હવે કાણા વાળી જાળી માં તેલ લગાવી લઈશું.હવે બોલ્સ મૂકી દઈશું,હવે આને પાંચ થી સાત મિનિટ કુક કરી લઈશું.હવે ચેક કરી લઈએ.હવે ગેસ બંધ કરી દઈશું,હવે આને ઠંડા પડવા દઈશું પછી તેને વઘારી લઈશું.

8- હવે બોલ્સ ઠંડા થઇ ગયા છે હવે તેને વઘારી લઈશું.હવે એક પેન માં બે ટેબલ સ્પૂન તેલ લઈશું.હવે એક ચમચી રાઈ નાખીશું.હવે એક નાની ચમચી જીરું નાખીશું,હવે એક ચમચી તલ નાખીશું.હવે મીઠા લીમડાના પાન નાખીશું.

9- હવે ૧/૪ ટી સ્પૂન હળદર ઉમેરી શું. હવે ખીચું બોલ્સ ને એડ કરી લઈશું.હવે બરાબર મિક્સ કરી લઈશું.હવે થોડો ટાઈમ રહેવા દઈશું.તેને હલાવી લઈશું હવે એક મિનિટ થઈ ગઈ છે ચટપટ્ટા ખીચું બોલ્સ રેડી છે.પણ સર્વે કરવાની એક અલગ ટ્રીક છે.

10- તો ચાલો હવે આને સર્વે કરી લઈએ.હવે આને ગાર્નિશ મેથીયા મસાલા સાથે સર્વે કરીશું. મેથીયા નો મસાલો બજાર માં રેડીમેડ મળતો હોય છે તેને આચાર મસાલો પણ કહેવાય છે.તેની ઉપર એક ચમચી નાખીશું.હવે ગાર્નિશ કરીશું ફ્રેશ કોથમીર થી.તો રેડી છે ખીચું બોલ્સ તો તમે પણ એકવાર જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *