મકાઈ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે એટલી જ ગુણકારી પણ છે, જાણો આજે મકાઈ વિષે !!

મકાઈમાં ફોસ્ફરસ, મેગ્નેશીયમ, મેંગેનીઝ, ઝીંક, કોપર, આયર્ન અને સીલેનીયમ સારા પ્રમાણમાં આવેલું છે. તેમાં થોડા પ્રમાણમાં પોટેશિયમ પણ મળે છે. તેમાં વિટામીન ‘બી’ (થીયામીન, વિટામીન બી6, નીયાસીન, રીબોફ્લોવીન) પણ સારા પ્રમાણમાં મળે છે. તેમાં વિટામીન એ અને વિટામીન ઈ પણ થોડા એવા પ્રમાણમાં મળે છે.

અત્યારે માર્કેટમાં મળતાં પીળા સ્વીટ કોર્નમાં (અમેરિકન મકાઈ) લ્યુટીન (lutein) નામનું તત્ત્વ આવેલું છે જે આંખો માટે તેમ જ હાર્ટ માટે ઉપયોગી છે.

દિવસ દરમિયાન નાસ્તા તરીકે શેકીને, બાફીને તેનો વપરાશ થાય છે અથવા તો જમવામાં તેનું શાક પણ બનાવવામાં આવે છે. ઘણીવાર બપોરના સમયે કકડીને લાગતી ભૂખ વખતે શેકેલી કે બાફેલી મકાઈથી ભૂખ સંતોષી શકાય છે. મકાઈમાં ફાઈબર વધુ પ્રમાણમાં મળે છે તેમજ તેમાં 75 % પાણીનો ભાગ હોવાથી પેટ જલદી ભરાઈ જાય છે.

વધુ પડતા મકાઈ પેટમાં વાયુ પેદા કરે છે અને પાચનની તકલીફો કરી શકે છે. મકાઈને શેકીને અથવા બાફીને ખાવા જોઈએ. ઘણીવાર સ્વાદ ઉમેરવા મકાઈમાં વધુ પડતાં માખણ અને ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે જે વજનનો વધારો કરી શકે છે આ ઉપરાંત વધુ પડતી મકાઈ ખાવાથી પણ વજન વધવાની શક્યતા રહેલી છે.

એક મકાઈ ડોડામાંથી સૌથી વધુ પોષણ મેળવવા માટે મોટા દાણાવાડો ડોડો પસંદ કરો. જો તેને ફ્રીજમાં મુકી રાખવા પડે તો લગભગ 32 ફેરનહીટ પર તે તાજા રહેશે. જોકે ફ્રેશ મકાઈમાં લગભગ 85 કેલેરી મળતી હોય છે, રાંધેલી 1 કપ મકાઈમાં એટલે કે લગભગ 100 ગ્રામ મકાઈમાં 90 કેલેરી હોય છે.


100 ગ્રામ કોર્ન

કાર્બોહાઇડ્રેટ – 9 ગ્રામ

કેલ્શિયમ – 9 મીલી ગ્રામ

ડાયેટરી ફાયિબર – 2.7 ગ્રામ

ફેટ – 1.2 ગ્રામ

ફોલેટ – 46 મીલી ગ્રામ

આયર્ન – 0.5 મીલી ગ્રામ

મેગ્નેશિયમ – 37 મીલી ગ્રામ

નિયાસિન – 1.7 મીલી ગ્રામ

ફોસ્ફરસ – 120 મીલી ગ્રામ

પ્રોટીન – 3.2 ગ્રામ

વિટામીન એ – 10.49

વિટામીન બી – 15 મીલી ગ્રામ

વિટામીન સી – 7 મીલી ગ્રામ

કેલેરી – 90 કેલેરી

મકાઈના ફાયદાઃ-

– મકાઈમાં આવેલા ફાઇબર્સથી શરીરમાં કોલેસ્ટેરોલ ઓછુ કરીને કોલોન કેન્સર થવાના ચાન્સ ઘટાડી શકાય છે.

– ડાયાબીટીસના દર્દીઓ પણ માપસર મકાઈનો ઉપયોગ કરી શકે છે.

– ફોલેટ વધુ હોવાના કારણે નવા સેલ્સ બનવાનું સરળ થાય છે. પ્રેગ્નેન્સી દરમ્યાન ફાયદાકારક છે. પરંતુ તેનાથી ગેસ અપચો વિગેરે થતો

હોવાથી રાત્રે મોડેથી ઉપયોગ ટાળવો.

– તેમાં આવેલું પેન્ટોથેનીક એસીડ શરીરની કમાગીરમાં મદદરૂપ થાય છે.

– તેમાં આવેલું થીયામીન શરીરના કાર્બોહાઇડ્રેટ્સનું નીયમન કરે છે.

– મકાઈ કીડનીના રોગોથી પીડાતા લોકોને મદદરૂપ થાય છે.

– તેમાંનુ બીટા-ક્રીપ્ટોક્ઝાથીન (beta – cryptoxanthin) ફેફસા માટે મદદરૂપ છે. અને ફેફસના કેન્સરને રોકવામાં મદદરૂપ થઈ શકે છે.

– તેમાં ઇનસોલ્યુબલ ફાઇબર આંતરડાના રોગો કબજીયાત વિગેરે દૂર કરી શકે છે.

– આમ મકાઈ જો દિવસમાં એકાદ ડોડો શેકીને લેવામાં આવે તો શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

બેબી –કોર્ન


મોટા મકાઈના ડોડા જેવા ખૂબ જ નાના મકાઈ ડોડા આજકાલ માર્કેટમાં બધે જ મળે છે. તેને છોલીને ડોડા સાથે જ વાપરવામાં આવે છે તે શાકમાં કે સલાડમાં અદ્ભૂત સ્વાદ આપે છે. આ નાના મકાઈ ઓછી ફેટવાળા અને ઓછા સોડીયમવાળા હોય છે. તે કોલેસ્ટેરોલ ફ્રી અને વિટામીન સીથી ભરપૂર હોય છે. જો તેને રાજમા કે બીન્સની સાથે ખાવામાં તો તે શરીરને 20 એમીનો એસીડ જે કમ્પ્લીટ પ્રોટીન બનાવી આપે છે.

100 ગ્રામ બેબી કોર્ન

કેલેરી – 26

પ્રોટીન – 2.5

કાર્બોહાઇડ્રેટ્સ – 3.1

ફેટ – 0.4

ફાઇબર – 1.7

મકાઈનો લોટઃ-

મકાઈના લોટના રોટલા અથવા તેની જુદી જુદી વાનગીઓ આપણે ત્યાં ખુબ પ્રચલીત છે. મકાઈને સુકવીને દળીને જે લોટ બને છે તેને આપણે મકાઈનો લોટ કહીએ છીએ. જ્યારે તેને ખૂબ ઝીણો દળવામાં આવે છે ત્યારે આપણે તેને કોર્નફ્લોર તરીકે ઓલખીએ છીએ. તાજી મકાઈ સાથે મકાઈના લોટની કે કોર્નફ્લોરની સરખામણી થઈ ના શકે કારણ કે જ્યારે અનાજ સુકાય છે ત્યારે તેમાંનો પાણીનો મહત્ત્વનો ભાગ બાષ્પીભવન થઈ જાય છે. તે દળાય ત્યારે તેમાંના ફોતરા તેમ જ મહત્ત્વના પોષકતત્ત્વો નાશ પામે છે. તે છતાં પણ દળાયેલા જાડા મકાઈના લોટનું મહત્ત્વ આપણા રસોડામાં ઘણું જ છે.

મકાઈના લોટમાં લિપિડ ટ્રાન્સફર પ્રોટિન આવેલું છે જે શરીરમાં પચતું નથી તેનાથી એલર્જી થતી હોય છે. આવી એલર્જીમાં ચામડીના રોગો વિગેરે ઉપરાંત, ખણ આવવી વિગેરે થઈ શકે છે. આ ઉપરાંત ઘણીવાર મકાઈના લોટથી એલર્જીક અસ્થમાના એટેક પણ આવતા હોય છે.

મકાઈનો લોટઃ 100 ગ્રામ

કેલેરીઃ 361 કેલેરી

ફેટ – 4 ગ્રામ

સેચ્યુરેટેડ ફેટ – 1 ગ્રામ

કોલેસ્ટેરોલ – 0 મીલી ગ્રામ

ટોટલ કાર્બોહાઇડ્રેટ – 77 ગ્રામ

ડાયેટરી ફાઇબર – 10 ગ્રામ

પ્રોટિન – 7 ગ્રામ

આયર્ન – 13 ગ્રામ

મકાઈનું તેલ

મકાઈમાંથી બનાવવામાં આવતું કોર્ન- ઓઈલ ધીમે ધીમે ઘણું પ્રચલીત થઈ રહ્યું છે, રસોઈમાં વાપરવામાં આવતા કોર્ન ઓઇલમાં 99% ટાઇગ્લીસરાઇડ આવેલાં છે. આ ઉપરાંત મકાઈનું તેલ બાયો ડીઝલ બનાવવામાં આગત્યનો ભાગ ભજવે છે. રીસર્ચમાં જાણવા મળે છે કે મકાઈના તેલમાં આવેલું ફાયટોસ્ટેરોલ બ્લડ કોલેસ્ટેરોલ ઓછું કરવામાં મહત્ત્વનું કામ કરે છે. 100 ગ્રામ કોર્ન ઓઇલમાં 968 મીલીગ્રામ ફાયટોસ્ટેરોલ હોય છે. તે રીફાઈન્ડ વેજીટેબલ ઓઈલમાં સૌથી વધુ છે.

કેલેરી દરેક તેલ અથવા ઘીમાં લગભગ સરખી જ હોય છે.

કોર્ન ઓઇલ

45 PuFa

16 MuFA

12 SFA

Pufa : Poly Saturated Fatty Acid

MUFA: Mono Sturated Fatty Acid

SFA: Saturated Fatty Acid

પોપકોર્ન

પોપકોર્નની કેલેરી તેમાં ઉમેરવામાં આવતી જુદી જુદી વસ્તુઓ એટલે કે બટર, તેલ, ચીઝ વિગેરે પ્રમાણે બદલાતી રહે છે. વધુ પડતાં તેલ, માખણનો ઉપયોગ કર્યો ન હોય તો પોપકોર્ન બીજા કોઈ નાશ્તા કરતાં વધુ પોષક અને સ્વાદિષ્ટ છે.

સાદી પોપકોર્ન વઘાર્યા વગરની હોય તો તેમાં 1 કપમાં લગભગ 30 કેલેરી આવે છે. પરંતુ વધુ પડતાં તેલવાળા, ચીઝવાળા અને મસાલાવાળા પોપકોર્ન શરીર માટે હાનીકારક છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *