પાલક્ના તીખા-ચટ્પટા ગાંઠિયા – દિવાળી માટે ખાસ બનાવો આ તીખા ચટપટા ગાંઠિયા એ પણ હેલ્થી….

પાલક્ના તીખા-ચટ્પટા ગાંઠિયા :

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોય ગૃહીણીઓ હવે દિવાળી માટેના નાસ્તા બનાવવાની તૈયારીઓ કરવા લાગશે. દરેક ઘરોમાં ફરસાણમાં નાસ્તા માટે બેસનના સેવ –ગાંઠિયા તો બનતા જ હોય છે. આજે હું થોડા અલગ, અહીં આપ સૌ માટે ગ્રીન કલરના પાલકના તીખા અને ચટપટા ગાંઠિયા બનાવવાની રેસિપિ આપી રહી છું જે નાસ્તાની ડીશમાં અલગથી જ દેખાઇ આવશે. સ્વીટ સાથે ચટપટા અને તીખા, ગ્રીન, ટેસ્ટી, આયર્ન યુક્ત પાલકના ગાંઠિયા અલગ જ ટેસ્ટ આપશે. તેમાં અજમા અને ચાટ મસાલાનો લાજવાબ ટેસ્ટ છે જે ગાંઠિયાને હેલ્ધી પણ બનાવે છે. ઘરના નાના મોટા બધા લોકો તેમજ આવનાર ગેસ્ટ પણ આ ગાંઠિયા ખાવા ખૂબજ પસંદ કરશે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને આ વખતે ચોક્કસથી ટ્રાય કરજો.

પાલક્ના તીખા-ચટ્પટા ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી :

  • 1 ½ કપ બેસન
  • 20 થી 25 પાન પાલક
  • 7-8 લસણની ફોલેલી કળી
  • 3 તીખા લીલા મરચા
  • 1 ટી સ્પુન અજમા
  • 1 ટેબલ સ્પુન ઓઇલ – મોણ માટે
  • 1 ½ ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ સોલ્ટ
  • 1 ટી સ્પુન ચાટ મસાલા

પાલક્ના તીખા-ચટ્પટા ગાંઠિયા બનાવવાની રીત :

*સૌ પ્રથમ 20 થી 25 પાલકના પાન લઈ તેને 2-3 વાર પાણીથી ધોઈ સાફ કરી લ્યો.

*તેમાંથી પાણી નિતારી લ્યો.

*7-8 લસણની કળીઓ ફોલી લ્યો.

હવે એક મોટા બાઉલમાં 3 -4 કપ જેટલું પાણી ગરમ મૂકી તેમાં પાલકના પાન મૂકી 2-3 મિનિટ માટે બ્લાંચ કરી લ્યો.

ત્યારબાદ તેને નિતારીને બરફવાળા ઠંડા પાણીમાં ઉમેરી દ્યો. 3-4 મિનિટ તેમાં રહેવા દઈ ફરી પ્રેસ કરીને બધું જ પાણી નિતારી લ્યો.

હવે મિક્સર ગ્રાર્ઇંડર જાર લઈ તેમાં 7-8 લસણની ફોલેલી કળી, 3 તીખા લીલા મરચા અને 1 ટી સ્પુન અજમા ઉમેરી બારીક ગ્રાઇંડ કરી લ્યો. ત્યારબાદ તેમાં પણી નિતારેલી બ્લાંચ કરેલી પાલક ઉમેરી ફરીથી ગ્રાઇંડ કરી એકદમ ફાઇન પેસ્ટ બનાવી લ્યો.

ગ્રાઇંડ કરેલી આ ફાઇન પેસ્ટ એક મિક્ષિંગ બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન ઓઇલ, 1 ½ ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ સોલ્ટ અને 1 ટી સ્પુન ચાટ મસાલા ઉમેરી 1 મિનિટ હલાવી બરાબર મિક્ષ કરી લ્યો.

તેમાં થોડો થોડો કરીને જરુર મુજબ બેસન ઉમેરીને સોફ્ટ – સ્ટીકી લોટ બાંધી લ્યો.

*ગ્રાઇંડ કરેલી પાલકની ફાઇન પેસ્ટ જે પ્રમાણે થીક હશે તે પ્રમાણમાં બેસનની જરુર પડશે.

*2-3 વાર થોડો થોડો બેસન ઉમેરતા જઈ, સ્પુન વડે મિક્ષ કરતા જઈ પાલકના તીખા-ચટ્પટા ગાંઠિયાનો સોફ્ટ-સ્ટીકી લોટ બાંધવાથી પર્ફેક્ટ ગાંઠિયા બનશે.

લોટ બંધાઈ ગયા પછી ઉપરથી થોડું ઓઇલ લગાડી લ્યો. ગાંઠિયા પાડવાના સંચામાં અને તેની કાણા વાળી ડીસ્ક પર પણ ઓઇલથી ગ્રીસ કરી લ્યો. હવે કડાઇ કે ફ્રાઈંગ પેનમાં ગાંઠિયાને ડીપ ફ્રાય કરવા માટે મિડિયમ ફ્લૈમ પર ઓઇલ ગરમ મૂકો.

*નાનો લોટનો ટુકડો, ઓઇલ રેડી છે કે કેમ તે ચેક કરવા માટે તેમાં ઉમેરો. 5 થી 10 સેકંડ્સમાં ઉપર આવી જાય તો ઓઇલ ડીપ ફ્રાય કરવા માટે રેડી છે. બાકી થોડીવાર ઓઇલ વધારે ગરમ થવા દ્યો.

*ઓઇલ વધારે પડતું પણ ગરમ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખો. તેમ થવાથી ગાંઠિયાનો કલર ગ્રીન કરતા અલગ થશે.

હવે સંચામાં લોટ ભરી બંધ કરી મિડિયમ હાઈ ફ્લૈમ કરી, ઓઇલમાં સ્પાયરલ શેઇપમાં ગાંઠિયા પાડો.

એક બાજુ 2-3 મિનિટ ફ્રાય થયા પછી એ બાજુ ગાંઠિયા સરસ ક્રીસ્પી થઈ જશે, હળવેથી ગાંઠિયાનું સ્પાયરલ ફ્લીપ કરી લ્યો. હવે ફ્લૈમ થોડી સ્લો કરીને બીજી બાજુ પણ ગાંઠિયા ફ્રાય કરી ઓલ ઓવર ક્રીસ્પી કરી લ્યો. બાકીના લોટમાંથી પણ આ જ રીતે પ્રોસેસ રીપીટ કરીને ગાંઠિયા બનાવી લ્યો.
તો હવે રેડી છે સર્વ કરવા માટે પાલક્ના તીખા-ચટ્પટા ગાંઠિયા…

દિવાળીમાં આવેલા મહેમાનોને બીજા નાસ્તા સાથે આ પાલક્ના તીખા-ચટ્પટા ગાંઠિયા પણ સર્વ કરજો. ગાંઠિયા ગ્રીન, તીખા અને ચટપટા હોવાથી બધાને સ્વીટ સાથે પણ બહુ ભાવશે.

તો તમે પણ આ દિવાળીના તહેવાર માટે ચોક્કાસથી મારી આ રેસિપિ ફોલો કરીને આ ગ્રીન ગાંઠિયા બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *