પનીર કેપ્સીકમ સેંડવીચ – સેંડવીચ ખાવી પસંદ છે પણ બહારની ખાવામાં ડર લાગે છે? તો ઘરે જ બનાવો…

પનીર કેપ્સીકમ સેંડવીચ :

બાળકોથી માંડીને મોટાઓ સુધીના બધા જ લોકોની હોટ ફેવરીટ એવી દરેક પ્રકારની સેંડવીચ ખૂબજ પોપ્યુલર છે. સ્ટ્રીટ ફુડ કે રેસ્ટોરંટના મેનુમાં પણ અચૂક જોવા મળે છે. આમતો સેંડ્વીચ પાશ્ચાત્ય દેશોમાંથી આવેલી છે પરન્તુ ભારતીય લોકોએ તેને સ્વીકારીને તેમાં વિવિધ ભારતીય મસાલા તેમજ વેજીટેબલ્સના મિશ્રણથી ખૂબજ સ્વાદીષ્ટ ભારતીય ટેસ્ટ આપ્યો છે. સાથે પનીર ચીઝ, સોસ ઉમેરીને લિપ સ્મેકિંગ ટેસ્ટ આપી સેંડવીચ લોકોની પ્રિય બની ગઈ છે.

સેંડ્વીચને અલગ અલગ રીતે બનાવવામાં આવતી હોય છે. સેંડવીચ પર મસાલેદાર વેજીટબ્લ્સ મૂકીને ઓપેન સેંડવીચ બનાવી શકાય છે, તેમાં જુદા જુદા સ્ટ્ફિંગ ભરીને ગ્રીલરમાં ગ્રીલ કે ટોસ્ટરમાં ટોસ્ટ કરી ક્રીસ્પી પણ બનાવી શકાય છે. ઉપરાંત કોર્ન સેંડવીચ, ચીઝ મસાલા, પિઝા સેંડવીચ, મેયો સેંડવીચ, કર્ડ સેંડવીચ, મસાલા ટોસ્ટ સેંડવીચ વગેરે સેંડવીચ પણ ખૂબ પોપ્યુલર છે.

ખાસ કરીને બાળકોના ટીફિન બોક્ષ કે લંચ બોક્સ માટે પનીરમાંથી બનતી સેંડ્વીચ આદર્શ નાસ્તો છે. કેમકે તે હેલ્ધી અને ટેસ્ટી બને છે. તેમાં બાળકો ખાઈ શકે તેવા તેમજ તેના મનપસંદ વેજીટેબલ્સ અને સોસ, ચીઝ અને થોડા સ્પાયસીસ ઉમેરવામાં આવે છે. બ્રેડ પર ટોમેટો કેચપ અને બટર લગાડી ગ્રીલ કે ટોસ્ટ કરવાથી સેંડવીચનો ટેસ્ટ અને અરોમા ખૂબજ વધી જાય છે. સાથે બ્રેડ પણ મોટી સાઈઝની લેવાથી તેમાં વધારે સ્ટફીંગ ભરવાથી બાળકોને વધારે સ્વાદીષ્ટ લાગશે. કીટી પાર્ટી કે બર્થડે જેવી નાની નાની પાર્ટીઓ માટે અગાઉથી રેડી કરી સર્વ કરવા સમયે ગ્રીલ કરી ગરમા ગરમ સર્વ કરી શકાય.

તો અહીં હુ કિડ્સ સ્પેશ્યલ હેલ્ધી અને ટેસ્ટી પનીર કેપ્સીકમ સેંડવીચ ની રેસિપિ આપી રહી છું, જે બાળકો ઉપરાંત ઘરના બધા લોકોને પણ ભાવશે. મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ તમારા રસોડે ચોક્કસથી બનાવજો.

પનીર કેપ્સીકમ સેંડવીચ બનાવવા માટેની સામગ્રી :

  • ¾ કપ સાદુ પનીર અથવા મસાલા પનીર
  • ½ નંગ કેપ્સીકમ બારીક સમારેલા
  • 1 ટમેટુ બારીક કાપેલું
  • 1 મોળા લીલા મરચા બારીક કાપેલા
  • ½ ક્યુબ ચીઝ
  • 2 નંગ ઓનિયન બારીક સમારેલી
  • 1 ટેબલ સ્પુન લસણ મરચાની પેસ્ટ
  • ½ ટી સ્પુન મિક્ષ હર્બ
  • સ્વાદ મુજબ ટોમેટો કેચપ
  • ½ ટી સ્પુન મરી પાવડર
  • સોલ્ટ વસ્વાદ મુજબ
  • 10 વ્હાઈટ મોટી બ્રેડ

5 સેંડવીચ બનશે.

પનીર કેપ્સીકમ સેંડવીચ બનાવવાની રીત:

એક મિક્ષિંગ બાઉલ લઈ તેમાં ¾ કપ સાદુ પનીર અથવા મસાલા પનીર, ½ નંગ કેપ્સીકમ બારીક સમારેલા, 1 ટમેટુ બારીક કાપેલું, 2 નંગ ઓનિયન બારીક સમારેલી, 1 મોળા લીલા મરચા બારીક કાપેલા ઉમેરી બધું મિક્ષ કરી લ્યો.

½ ક્યુબ ચીઝ ચુરો અથવા ગ્રેટેડ, સ્વાદ મુજબ ટોમેટો કેચપ, 1 ટેબલ સ્પુન લસણ મરચાની પેસ્ટ, ½ ટી સ્પુન મિક્ષ હર્બ, ½ ટી સ્પુન મરી પાવડર, સોલ્ટ સ્વાદ મુજબ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે એક બ્રેડ લઈ તેના પર બટરથી બ્રશીંગ કરી લ્યો. બટર પર ઓલ ઓવર ટોમેટો કેચપ લગાવી દ્યો. આજ રીતે બીજી એક બ્રેડ બટર અને ટોમેટો કેચપ લગાવીને રેડી કરો.

બટર અને ટોમેટો કેચપ લગાવીને રેડી કરેલી એક બ્રેડ પર બનાવેલું પનીરનું થીક લેયર કરો.

હવે તેના પર બીજી બટર અને ટોમેટો કેચપ લગાવીને રેડી કરેલી બ્રેડ કવર કરી હલકા હાથે જરા પ્રેસ કરી લ્યો.

હવે રેડી કરેલી આ સેંડ્વીચની બન્ને સાઈડની બ્રેડ્ની બહારની બાજુએ બટરથી બ્રશિંગ કરી લ્યો.

આ પ્રમાણે બધી પનીર કેપ્સીકમ સેંડવિચમાં પનીરનું બનાવેલું સ્ટફીંગ સ્ટફ કરી ગ્રીલ કરવા માટે રેડી કરી લ્યો.

હવે ગ્રીલરને પ્રીહીટ કરી પછી તેમાં સેંડ્વીચ ટોસ્ટ થવા મૂકો.

સરસ ટોસ્ટ થઇ ગોલ્ડન કલરની લાઈનીંગ થઈ જાય એટલે તેમાં 1 મિનિટ માટે સાઇડ ફેરવીને મૂકો. જેથી તેમાં ગોલ્ડન ચેક્સ જેવી ડીઝઈન થશે.(પિકમાં બતાવ્યા પ્રમાણે ).

હવે સેન્ડ્વીચને પ્લેટ્માં ટ્રાંસ્ફર કરી લ્યો. હેલ્ધી અને ટેસ્ટી પનીર કેપ્સીકમ સેંડ્વીચ સર્વ કરવા માટે રેડી છે.

કટ કરીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો. તેને ટોમેટો કેચપ અને ચીઝથી ગાર્નીશ કરી ગરમા ગરમ સર્વ કરો. ઘરના દરેક લોકોને ખૂબજ સ્વાદીષ્ટ લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *