પીઝા સોસ – આપણે અહીં જોઈશું , કોઈ પણ કેમિકલ , કલર વિનાનો પીઝા સોસ…

મારા પરિવાર ની જેમ , તમારા પરિવાર માં પીઝા , પાસ્તા ના ચાહકો હશે જ. પીઝા પાસ્તા ખાવા માં કાંઈ ખોટું પણ નથી, જો થોડી સાવધાની અને સમજદારી ખાવા માં આવે. બહાર મળતા મોટા ભાગના દરેક ખાવા પીવાની વસ્તુઓ માં ભેળસેળ , કેમિકલ , કલર , ફ્લેવર વિગેરે વિગેરે ઉમેરેલું હોય જ છે.

આજે આપણે અહીં જોઈશું , કોઈ પણ કેમિકલ , કલર વિનાનો પીઝા સોસ. આ સોસ આપ પાસ્તા માં પણ ઉપયોગ માં લઇ શકો. 3 થી 4 week આપ ફ્રીઝ માં સાચવી પણ શકશો..રેસિપી ની આખિર માં આપેલ વિડિઓ ખાસ જોજો.. ચાલો જોઈએ રેસિપી..

સામગ્રી

8 થી 10 ટામેટા

1/4 કપ ઓલિવ ઓઇલ

3 મોટી ચમચી લસણ

2 ચમચી આદુ પેસ્ટ

1/4 કપ ડુંગળી

2 મોટી ચમચી પીઝા સિઝનિંગ / મિક્સ હર્બ્સ

2 ચમચી ચીલી ફ્લેક્સ

1/4 કપ બેસીલ અથવા ફુદીનો

મીઠું

2 ચમચી ખાંડ

2 મોટી ચમચી ટામેટા નો સોસ

2 ચમચી લાલ મરચું

રીત


સો પ્રથમ આપણે અહીં ટામેટા ને બ્લાન્ચ કરીશું. જેના માટે ટામેટા પર છરી થી + આવો નાનો કટ કરો અને ગરમ પાણી માં ઉમેરી 2 થી 3 મિનિટ માટે ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરી 20 મિનિટ માટે ઢાંકી ને રાખી દો.

ત્યારબાદ બધા ટામેટા ને ચાયણી માં લઇ લો. ધીરે ધીરે ટામેટા ની ઉપર ની પરત કાઢી લો. ત્યારબાદ ટામેટા ના ટુકડા કરી લો.

કડાઈ માં તેલ ગરમ કરો. ત્યારબાદ એમાં લસણ, ડુંગળી, અને આદુ ઉમેરો. બરાબર શેકાય એટલે એમાં પીઝા સિઝનિંગ ,ચીલી ફ્લેક્સ અને બેસીલ પત્તાં ઉમેરો.. તાજા બેસીલ ના પાન ના બદલે આપ ડ્રાય બેસીલ અથવા ફુદીના ના પાન પણ વાપરી શકો. 1 મિનિટ માટે સાતળો.

ત્યારબાદ ટામેટા ઉમેરો. મીઠું ઉમેરો.. મિક્સ કરી ઢાંકી દો . મધ્યમ આંચ પર ત્યાં સુધી પકવો જ્યાં સુધી ટામેટા પુરી રીતે બફાય ના જાય. ચમચા ની પાછળ ના ભાગ થી દબાવતા રહો ..

ત્યારબાદ એમાં ખાંડ , ટામેટા સોસ અને લાલ મરચુ ઉમેરો અને વધારા નું પાણી ઉડી ના જાય ત્યાં સુધી પકવો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. થોડું ઠંડુ પડે એટલે મિક્સર માં લઇ થોડું વાટી લો. સ્મૂધ પેસ્ટ બનાવવા ની જરૂર નથી..

આશા છે આ સોસ ની રેસિપી આપને પસંદ આવશે.. વિડિઓ અવશ્ય જોજો વધારે ટિપ્સ માટે..


રસોઈની રાણી : રુચિ શાહ (ચેન્નાઇ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *