શું તમે જાણો છો મગફળી ખાઈને પણ તમે વજન ઘટાડી શકો છો…

શું તમે જાણો છો મગફળી ખાઈને પણ તમે વજન ઘટાડી શકો છો

મગફળી ખાઓ અને વજન ઘટાડો

અહીં તમને કોઈ જ અઘરુ ડાયેટ નથી આપવામાં આવી રહ્યું કે આ ન ખાઓ પેલું ન ખાઓ આ ફલાણી વસ્તુને આ રીતે ખાઓ વિગેરે-વિગેરે.

તમારે માત્ર તમારા ખોરાકમાં મગફળીનું પ્રમાણ વધારવાનું છે અને તમારું વજન ઘટાડવાનું છે. આપણે બધા મગફળીના અન્ય સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ તો જાણીએ જ છીએ પણ આજે આપણે એ જાણીશું કે મગફળી ખાઈને વજન કેવી રીતે ઘટાડી શકાય.

    • મગફળી એટલે કે પીનટ અને પીનટ બટરમાં ભરપુર પ્રમાણમાં ફાઈયર અને પ્રોટિન હોય છે, તે તમને હંમેશા એવી ફીલિંગ કરાવે છે કે તમારું પેટ ભરેલું છે એ પણ ઘણા લાંબા સમય માટે, તે તમારી ભુખને કાબુમાં રાખે છે.

    • તેમાં સમાયેલા પ્રોટિન અને ફાયબરના કારણે, પીનટ અને પીનટ બટર તમને લગભઘ 2 ½ કલાક સુધી ભુખ નહીં લાગવા દે. તેની સામે તમે ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ ખોરાક લેશો તો તમને માત્ર અરધા કલાકમાં જ ભુખ લાગી જશે. તેવું એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે.
    • મગફળી તમારા મેટાબોલિક રેટ એટલે કે તમારી ચયાપચયની ક્રિયાને ગતિમાન કરે છે. જ્યારે સંશોધકોએ પીનટ અને પીનટ બટર ખાનારાઓની પર સંશોધન કર્યું ત્યારે તેમને જાણવા મળ્યું કે મગફળીનું નિયમિત સેવન કરવાથી ઉર્જામાં 11 ટકાનો વધારો થાય છે. આ અભ્યાસ 19 અઠવાડિયા માટેનો છે.

  • પીનટમાંની ચરબી (ગુડ ફેટ)થી તમારી ભૂખ સંતોષાય છે અને તમને સારો સ્વાદ પણ આપે છે જેથી કરીને તમે કોઈ ડાયેટ કરતાં હોવ તેવી ફિલિંગ નથી આવતી.
  •  મગફળી તેમાં રહેલા લો ગ્લાયસેમિક ઇન્ડેક્ષના કારણે તમારી બ્લડ શુગરને સ્થિર કરે છે. તે તમને લાંબા સમય માટે એનર્જી પૂરી પાડે છે અને ભુખમાં ઘટાડો કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *